Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગણપતિના 1000 ચિત્રોમાંથી મહાવિનાયકનું સર્જન:પાટડીના શિક્ષકે 35 વર્ષ જૂના કલાત્મક સંભારણાને આપ્યો સુંદર ઓપ; લગ્નની કંકોતરી,અરીસા,નાડાછડી અને 5 પૈસાના સિક્કાનો ઉપયોગ

    7 hours ago

    ગણેશ ચતુર્થીના પવિત્ર પર્વે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના કોચાડા ગામના શિક્ષક ભગવતભાઈ રથવીએ અનોખી રીતે શ્રીજી પ્રત્યેની શ્રદ્ધા વ્યક્ત કરી છે. તેમણે લગ્નની કંકોતરીઓમાંથી એકઠા કરેલા 1000 અલગ-અલગ મુદ્રાના નાના ગણપતિના ફોટામાંથી 6x4 ફૂટના હાર્ડબોર્ડ પર એક વિશાળ મહાવિનાયકની કલાકૃતિ તૈયાર કરી છે. 3 મહિનાની સખત મહેનતથી બનેલી આ કૃતિમાં ઉપયોગમાં લેવાયેલા તમામ 1000 ગણપતિના આકાર એકબીજાથી તદ્દન અલગ છે. ત્રણ મહિનાની મહેનતથી તૈયાર થયો પ્રોજેક્ટ પોરડા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ભગવતભાઈ રથવીએ આ પ્રોજેક્ટ માટે મહિનાઓ સુધી મહેનત કરી હતી. તેમણે મિત્રો અને સગાંવહાલાંના ઘરેથી દિવાળી તેમજ લગ્નની નકામી કંકોતરીઓ એકઠી કરી ગણપતિની વિવિધ મુદ્રાના 1000 થી વધુ ફોટા એકત્રિત કર્યા હતા. ત્યારબાદ 6x4 ફૂટના હાર્ડબોર્ડ પર મહાવિનાયકની રેખાકૃતિ બનાવી તેના પર ફેવિકોલ વડે તમામ ફોટા આબેહૂબ રીતે ચોંટાડ્યા હતા. વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનો અનોખો શોખ આ પ્રોજેક્ટ અંગે વિગત આપતાં શિક્ષક ભગવતભાઈએ જણાવ્યું કે, તેઓ ધોરણ 12 ના વેકેશન સમયથી એટલે કે છેલ્લા 35 વર્ષથી આ કલાત્મક શોખ ધરાવે છે. લોકો સામાન્ય રીતે પ્રસંગ પૂરો થયા પછી કંકોતરીઓ ફેંકી દેતા હોય છે, પરંતુ તેમણે તેને સાચવીને 'વેસ્ટમાંથી બેસ્ટ' બનાવવાનો વિચાર કર્યો હતો. શરૂઆતમાં ગણપતિના સ્કેચ દોરવાનો પ્લાન હતો, પરંતુ સમય બચાવવા તેમણે ફોટા કાપીને સીધા બોર્ડ પર ગોઠવવાનો વિશિષ્ટ આઈડિયા અપનાવ્યો હતો. સિક્કા અને અરીસાથી કરાયો આકર્ષક શણગાર આ મહાવિનાયક મૂર્તિને વધુ આકર્ષક બનાવવા માટે તેમાં માત્ર કંકોતરીના ગણપતિ જ નહીં પરંતુ 500 જેટલા 5 પૈસાના સિક્કા, નાના-નાના અરીસા (ખાંપ), વિવિધ પ્રકારના ટીકા અને નાડાછડી જેવી છૂટક સામગ્રીનો ઉપયોગ કરાયો છે. આ 35 વર્ષ જૂના યાદગાર સંભારણાની તેઓ ઘરમાં નિત્ય સેવા-પૂજા પણ કરે છે. મૂર્તિમાં એકપણ ફોટો રિપીટ થતો નથી આ વિરાટકાય મહાવિનાયક કલાકૃતિની મુખ્ય ખાસિયત એ છે કે તેમાં ગોઠવાયેલા અંદાજે 1000 ગણપતિના ફોટામાંથી એકપણ મુદ્રા પુનરાવર્તિત થતી નથી. બજારમાં મૂર્તિઓ સરળતાથી મળી રહેતી હોય છે, પરંતુ આવી હસ્તકલાથી પોતાની આંતરિક કલા અને આનંદ જળવાઈ રહે છે તેવું શિક્ષકે ઉમેર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    સાહેબ મિટિંગમાં છે:વિધાનસભામાં પોલીસકર્મીઓમાં ડ્રેસને લઈ ગણગણાટ, સરકારી ખાનગી માલિક પાસેથી જમીન ખરીદીને ઘરણવિહોણા લોકોને પ્લોટ આપશે!
    Next Article
    Crude Oil Prices Jump 3% After Fresh Strikes On Strait of Hormuz; Brent Above $107 A Barrel

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment