Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં ઘરેથી બહાર ગયેલા યુવકનો મૃતદેહ મળ્યો:હત્યા થયાના ગંભીર આક્ષેપ સાથે 100થી વધુ ગ્રામજનો SP કચેરીએ પહોંચ્યા;નિષ્પક્ષ તપાસની માગ

    7 hours ago

    વલસાડ જિલ્લાના જેસપોર ગામમાં એક યુવકના શંકાસ્પદ સંજોગોમાં મોતને પગલે ચકચાર મચી ગઈ છે. પરિવારજનો અને 100થી વધુ ગ્રામજનોએ યુવકની હત્યા થઈ હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. આ મામલે નિષ્પક્ષ તપાસ અને દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ સાથે ગ્રામજનોએ વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક (SP) કચેરીએ રજૂઆત કરી હતી. મળતી માહિતી અનુસાર, જેસપોર નિશાળ ફળિયાના રહેવાસી અજયકુમાર ગણપતભાઈ પટેલ ગત 9 માર્ચના રોજ રાત્રે 9:30 થી 10:00 વાગ્યાની આસપાસ પોતાના ઘરેથી નીકળ્યા હતા. બીજા દિવસે સવારે સ્મશાન નજીક આવેલી પુલિયા પાસેથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. આ સમાચાર ફેલાતા સ્થાનિક લોકો, સરપંચ અને પરિજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. મૃતકના પરિજનો અને બહેન જાગૃતિબેને ગંભીર આરોપ લગાવતા જણાવ્યું હતું કે, અજયકુમારનો મૃતદેહ અત્યંત શંકાસ્પદ હાલતમાં મળ્યો હતો. જે સ્થળેથી મૃતદેહ મળ્યો તે દિવસે વરસાદ ન હોવા છતાં મૃતદેહ કાદવ-કીચડવાળો હતો. મૃતકના પગમાં ચપ્પલ પણ ઊંધી પહેરાવેલી હતી. તેમની બાઇક (GJ-15-BS-6020) બંધ હાલતમાં હતી અને તેની ચાવી પણ બંધ હતી. બાઇકનું સ્ટીઅરિંગ મૃતકના શરીર પર પડેલું હતું. આ તમામ પરિસ્થિતિઓ દર્શાવે છે કે આ કોઈ અકસ્માત નહીં પરંતુ સુઆયોજિત હત્યા હોઈ શકે છે. જેસપોર ગામના મહિલા સરપંચ સ્નેહાબેન પટેલે પણ આ ઘટનાને અત્યંત શંકાસ્પદ ગણાવી હતી. તેમણે જણાવ્યું કે, ગામના એક યુવકનું આ રીતે શંકાસ્પદ સંજોગોમાં મોત થતાં સમગ્ર ગામમાં શોક અને રોષનો માહોલ છે. ડુંગરી પોલીસ મથકે રજૂઆત કરવા છતાં યોગ્ય કાયદાકીય કાર્યવાહી ન થતાં ગ્રામજનો અને પરિવારજનોને SP કચેરીના દ્વાર ખખડાવવાની ફરજ પડી હતી. મૃતકના પિતા ગણપતભાઈ પટેલે લેખિત અરજીમાં જણાવ્યું હતું કે, ઘટના બાદ પીએમ રિપોર્ટ અને કૉલ ડિટેઈલ્સ અંગે યોગ્ય તપાસની માંગ કરવામાં આવી હતી. જોકે, લાંબા સમય બાદ પણ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. પરિવારે તાત્કાલિક એફઆઈઆર (FIR) નોંધી ગુનામાં સામેલ આરોપીઓની ધરપકડ કરી ન્યાય આપવાની માંગ કરી છે.
    Click here to Read More
    Previous Article
    બીલીમોરા પ્રજાપતિ આશ્રમ દ્વારા પૂરપીડિતોને સહાય:અસરગ્રસ્તોને ગાદલાં, વાસણ અને અનાજ કીટનું વિતરણ કરાયું
    Next Article
    How the British Empire Fell Like House of Cards | Fall of Britain

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment