Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:આર્મીએ કહ્યું- 100 પાકિસ્તાની જવાન માર્યા; રેલવેની રિઝર્વેશન સિસ્ટમ બદલાશે; સુવેન્દુ બોલ્યા- PAની હત્યાનું કારણ મમતાની હાર; લેઉવા પાટીદાર સમાજમાં વર્ચસ્વની લડાઈ?

    8 hours ago

    નમસ્તે, ઓપરેશન સિંદૂરનું એક વર્ષ પૂરું થવા પર ઇન્ડિયન આર્મીએ પ્રેસ કોન્ફરન્સ કરી. જેમાં આર્મીએ જણાવ્યું કે અમે 100 થી વધુ પાકિસ્તાની જવાનોને ઠાર કર્યા. બીજી તરફ, ભાજપ નેતા સુવેન્દુ અધિકારીએ કહ્યું કે મમતાને હરાવવાના કારણે તેમના PA (પીએ)ની હત્યા કરી દેવામાં આવી. મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં આગળ જણાવીશું કે AI ક્યારથી રેલવે ટિકિટ કન્ફર્મ થવાની સંભાવના વિશે જણાવશે... ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. પશ્ચિમ બંગાળમાં BJP ધારાસભ્ય દળની બેઠક યોજાશે. આ દરમિયાન રાજ્યના નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત થઈ શકે છે. 📰 કાલના મોટા સમાચારો 1. સેના બોલી- ઓપરેશન સિંદૂરમાં 100+ પાકિસ્તાની જવાનો મર્યા:ઓપરેશન હજુ પણ ચાલુ, પહેલગામ જેવો હુમલો ફરીથી થવા દેવામાં નહીં આવે ઓપરેશન સિંદૂરની પ્રથમ વર્ષગાંઠ પર ભારતીય સેનાએ જણાવ્યું કે ઓપરેશન સિંદૂરે સ્પષ્ટ સંદેશ આપ્યો કે પાકિસ્તાનમાં કોઈ પણ આતંકવાદી ઠેકાણું સુરક્ષિત નથી. આ અભિયાન અંત નહોતું, પરંતુ શરૂઆત હતી. ભારત આતંકવાદ સામે લડતું રહેશે. જયપુરમાં ગુરુવારે પ્રેસ કોન્ફરન્સમાં સેનાએ જણાવ્યું, ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનના 100થી વધુ જવાનો અને ટેરરિસ્ટ કેમ્પમાં 100થી વધુ આતંકવાદીઓના મોત થયા છે. સંપૂર્ણ સમાચાર વાંચો 2. બંગાળના રાજ્યપાલે વિધાનસભા ભંગ કરી:ચંદ્રનાથ હત્યાકાંડ- હુમલાખોરોએ 7 કિમી સુધી પીછો કરીને ગોળી મારી; સુવેન્દુ બોલ્યા- મેં મમતાને હરાવી, તેથી હત્યા કરી પશ્ચિમ બંગાળમાં રાજ્યપાલ આરએન રવિએ વિધાનસભા ભંગ કરી દીધી છે. લોકભવનમાંથી ગુરુવારે સાંજે તેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું. તેનો અર્થ એ છે કે મમતા કેબિનેટના કોઈપણ મંત્રી પાસે હવે કોઈ સત્તા રહેશે નહીં. મમતાએ બુધવારે કહ્યું હતું કે તેઓ સીએમ પદ પરથી રાજીનામું આપશે નહીં. બીજી તરફ, ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ ગુરુવારે જણાવ્યું હતું કે તેમના પર્સનલ આસિસ્ટન્ટ ચંદ્રનાથ રથની હત્યા એટલા માટે થઈ કારણ કે તેમણે મમતાને હરાવ્યા હતા. સંપૂર્ણ સમાચાર વાંચો 3. વિજયના મુખ્યમંત્રી બનવા પર સસ્પેન્સ:તમિલનાડુમાં રાજ્યપાલે વિજયને 118 ધારાસભ્યોનું સમર્થન બતાવવા કહ્યું; AIADMKના 28 ધારાસભ્યો પુડુચેરી શિફ્ટ તમિલનાડુમાં સરકાર રચવાને લઈને ગૂંચવણ ઊભી થઈ છે. 108 બેઠકો મેળવનાર અભિનેતા વિજયની પાર્ટી TVK ને રાજ્યપાલે બહુમતી માટે જરૂરી 118 ધારાસભ્યોનું સમર્થન દર્શાવવા જણાવ્યું છે. TVKને કોંગ્રેસના 5 ધારાસભ્યોનું સમર્થન પ્રાપ્ત છે. બીજી તરફ, AIADMKએ તેના 47માંથી 28 ધારાસભ્યોને પુડુચેરી ખસેડી દીધા છે. સંપૂર્ણ સમાચાર વાંચો 4. CM સમ્રાટે ગૃહ વિભાગ પોતાની પાસે રાખ્યો:નીતિશના પુત્ર નિશાંતને આરોગ્ય વિભાગ, વિજય સિન્હા સંભાળશે કૃષિ; બિહારમાં વિભાગોની વહેંચણી બિહારમાં નવી સરકારની રચનાના 22 દિવસ પછી ગુરુવારે સમ્રાટ કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું. પટનાના ગાંધી મેદાનમાં કુલ 32 મંત્રીઓએ શપથ લીધા. તેમાં ભાજપના 15, જેડીયુના 13, એલજેપી (રામવિલાસ)ના 2, હમના 1 અને આરએલએમના 1 મંત્રીનો સમાવેશ થાય છે. વિભાગોની વહેંચણી પણ થઈ ગઈ છે. મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ ગૃહ વિભાગ સહિત 6 વિભાગ પોતાની પાસે રાખ્યા છે. જ્યારે નીતિશ કુમારના પુત્ર નિશાંત કુમારને આરોગ્ય વિભાગ સોંપવામાં આવ્યો છે. નિશાંત કુમાર પ્રથમ વખત મંત્રી બન્યા છે અને હાલમાં તેઓ કોઈપણ સદનના સભ્ય નથી. સંપૂર્ણ સમાચાર વાંચો 5. વેઇટિંગ ટિકિટ કન્ફર્મ થશે કે નહીં, AI જણાવશે:રેલવે 40 વર્ષ જૂની રિઝર્વેશન સિસ્ટમ બદલી રહ્યું છે, ઓગસ્ટથી ટ્રેનો હાઈટેક મોડ્યુલ પર શિફ્ટ થશે ભારતીય રેલવે તેના 40 વર્ષ જૂના પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ (PRS)ને સંપૂર્ણપણે બદલવા જઈ રહ્યું છે. નવી સિસ્ટમ AIની મદદથી જણાવશે કે વેઇટિંગ ટિકિટ કન્ફર્મ થશે કે નહીં. રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે સોમવારે અધિકારીઓ સાથે બેઠક કરી અને ઓગસ્ટથી ટ્રેનોને નવી અપગ્રેડ સિસ્ટમ પર શિફ્ટ કરવાના નિર્દેશ આપ્યા. સંપૂર્ણ સમાચાર વાંચો 6. ‘તમે મને મત આપી અભડાવતા નહીં’ : જીતુ સોમાણી:‘મેં ક્યારેય વિધર્મીઓના મત લીધા નથી ને મારે જોઈતા’ય નથી’; ભાજપ MLAએ કોંગ્રેસને મત આપવાનું કહેતાં હોવાનો વીડિયો વાઈરલ મોરબી જિલ્લાના વાંકાનેર બેઠકના ભાજપના ધારાસભ્ય જીતુ સોમાણીનો એક વિવાદિત વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે, જેમાં તેઓ મતદારોને ભાજપને બદલે કોંગ્રેસને મત આપવાનું કહી રહ્યા છે. આ વીડિયો સામે આવ્યા બાદ રાજકીય આક્ષેપ-પ્રતિઆક્ષેપો તેજ બન્યા છે. ‘મેં ક્યારેય વિધર્મીઓના મત લીધા નથી અને મારે જોઈતા પણ નથી’ ધારાસભ્ય જીતુ સોમાણીના આ કથિત નિવેદનને પગલે મોરબી સહિત સમગ્ર સૌરાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. જોકે, આ વિવાદ વધતા ધારાસભ્યએ આ વીડિયોને કોંગ્રેસીઓની 'ટીખળ' ગણાવી કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી છે. સંપૂર્ણ સમાચાર વાંચો 7. લેઉવા પાટીદાર સમાજમાં વર્ચસ્વની લડાઈ?:ધીરુ ગજેરાએ સુરતમાં અલગ ખોડલધામના વિચારને 'સમાજ વિરોધી' ગણાવ્યો લેઉવા પટેલ સમાજની સર્વોચ્ચ સંસ્થા ખોડલધામ અને સમાજની એકતાને લઈને જાણીતા પાટીદાર અગ્રણી ધીરુ ગજેરાનું એક સનસનાટીભર્યું નિવેદન સામે આવ્યું છે. સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા વીડિયોમાં ધીરુ ગજેરાએ સુરતના અમુક ઉદ્યોગપતિઓ દ્વારા અલગ 'ખોડલધામ' ઊભું કરવાના પ્રસ્તાવ સામે લાલ આંખ કરી છે. તેમણે આ પ્રયાસને સમાજમાં ભાગલા પડાવનારું અને અત્યંત જોખમી પગલું ગણાવ્યું છે. આ સમગ્ર વિવાદ એટલા માટે સર્જાયો છે કે, ગઈકાલે જ ખોડલધામ ટ્રસ્ટના નરેશ પટેલ દ્વારા સુરતના અંત્રોલી ખાતે 40 વીઘામાં ખોડલધામ મંદિર અને સંકુલ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે સુરતના કેટલાક મોટા ગજાના ઉદ્યોગપતિઓ પણ ખોડલધામ જેવું સંકુલ બનાવવાની તજવીજ કરતા હોય તે પ્રકારની ચર્ચાઓ પણ થવા ઉઠી છે. જેને લઈને આ વિવાદ સર્જાયો છે. સંપૂર્ણ સમાચાર વાંચો 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : ઓપરેશન સિંદૂરનું એક વર્ષ:PM મોદીએ સોશિયલ મીડિયા DP બદલ્યું, ઓપરેશનનો લોગો લગાવ્યો, લખ્યું- દેશ સેનાઓના શૌર્યને સલામ કરે છે વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : કેનેડા છોડીને અલગ દેશ બની શકે છે આલ્બર્ટા:ઓક્ટોબરમાં મતદાન શક્ય, અલગતાવાદીઓએ 3 લાખ હસ્તાક્ષર એકત્ર કર્યા વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : ભારતમાં પ્રથમ વખત 50 હજાર જવાનોની અલગ ડ્રોન ફોર્સ:BSF અને ITBPમાં પણ બનશે, કોઈપણ સૈન્ય હુમલામાં સૌથી પહેલા આ જ પ્રહાર કરશે વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : CNNના સ્થાપક ટેડ ટર્નરનું નિધન:સ્પષ્ટવક્તા સ્વભાવને કારણે “ધ માઉથ ઓફ ધ સાઉથ” તરીકે જાણીતા હતા, ટ્રમ્પે શોક વ્યક્ત કર્યો વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : ટાટા સન્સના લિસ્ટિંગ પર ટાટા ટ્રસ્ટ્સમાં મતભેદ:નોએલ ટાટા IPOની વિરુદ્ધ, બે ટ્રસ્ટીઓ લિસ્ટિંગની તરફેણમાં; આજે નિર્ણય થઈ શકે છે વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : IPLનું ગણિત: હૈદરાબાદ નંબર-1, પંજાબ બીજા સ્થાને સરકી:આજે બેંગલુરુ પાસે ટેબલ ટોપર બનવાની તક, લખનઉ હારશે તો બહાર વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : 17 મેથી અધિક માસનો પ્રારંભ:આ વર્ષે જેઠમાં પુરુષોત્તમ માસ, જાણો તેની પાછળનું વિજ્ઞાન, કયા-કયા શુભ કાર્યો કરવા વાંચો સંપૂર્ણ સમાચાર 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ લેડી ઓફિસરે કેદી યુવક સાથે કર્યા લગ્ન મધ્યપ્રદેશની સતના સેન્ટ્રલ જેલની ડેપ્યુટી જેલર ફિરોઝા ખાતુને હત્યાના કેસમાં સજા કાપી ચુકેલા ધર્મેન્દ્ર નામના યુવક સાથે હિન્દુ રીત-રિવાજ મુજબ લગ્ન કરી લીધા છે. ધર્મેન્દ્ર આજીવન કેદની સજા કાપી ચુક્યો છે. આશરે 4 વર્ષ પહેલા તે જેલમાંથી મુક્ત થયો હતો. જોકે, ફિરોઝાના મુસ્લિમ પરિવારજનો આ સંબંધથી નારાજ છે. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. ભાસ્કર ઇન્વેસ્ટિગેશન મેડિકલ સ્ટોર ચલાવનાર ઉત્પલ પટેલનું ગિફ્ટ સિટીના નામે કરોડોનું ફુલેકું:લાખોના વળતરની લાલચે ઘણાએ લોન લઈ રૂપિયા રોક્યા, 5 રાજ્યના લોકોને કેવી રીતે ટ્રેપમાં ફસાવ્યા? 2. ભવાનીપુરમાં કચરાના ઢગલાને કારણે મમતા હાર્યા:દરેક બિલ્ડિંગ પર BJPના 3 લોકો તૈનાત રહ્યા, દીદીની હારની ઇનસાઇડ સ્ટોરી 3. બ્લેકબોર્ડ: સુહાગરાત્રે ડ્રગ્સ લેવા ગયો, રાત્રે આવ્યો નહીં:યુવક દર અઠવાડિયે છોકરીઓ બદલતો, નશા માટે 25 લાખની નોકરી છોડી- હવે નડિયાદના રિહેબ સેન્ટરમાં 4. ભાસ્કર એક્સક્લૂસિવ : TCS કેસ- હિન્દુઓને નમાજ પઢાવનારો તૌસીફ માસ્ટરમાઈન્ડ:શિવ-બ્રહ્માનું અપમાન, પણ ધર્માંતરણનો કેસ નબળો, ઓફિસમાંથી 20 રાજીનામા 5. પ્રેમની પળોમાં છુપાયેલું 'કિસિંગ ડિઝીઝ'નું જોખમ!:5 કારણો પણ જવાબદાર, ડોક્ટર પાસેથી જાણો માત્ર એક કિસ કેવી રીતે બીમારી કરી શકે 6. MATCH મસાલા : ક્રિકેટરનો પ્લેનમાં ફુંકતો વીડિયો વાઇરલ:દિલ્હીની ટીમે વિદેશી ખેલાડીને ધંધે લગાડ્યો; મુંબઈના જ પ્લેયરે મલિંગાનો દાવ કરી નાખ્યો 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊​​​​​​​ માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ શુક્રવારનું રાશિફળ:ધન રાશિના લોકોના ધંધાનો વિસ્તાર થશે, કુંભ રાશિના જાતકોના ફસાયેલા પૈસા પરત મળશે (સંપૂર્ણ રાશિફળ વાંચો)
    Click here to Read More
    Previous Article
    West Bengal Assembly Election 2026: Check date and time for voting, poll results, and other details
    Next Article
    After Ram, Shiva and Krishna, UP plans a Guru Gorakhnath spiritual corridor

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment