Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં ઘરફોડ ચોરીના બે આરોપી પકડાયા:100થી વધુ CCTV ફૂટેજ અને 700થી વધુ વાહનોના ડેટા તપાસી 'સીકલીગર ગેંગ'ના સભ્યોને પોલીસે ઝડપ્યા

    7 hours ago

    ભરૂચ શહેરમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં 'એ' ડિવિઝન પોલીસને સફળતા મળી છે. પોલીસે 100થી વધુ CCTV ફૂટેજ અને 700થી વધુ વાહનોના ડેટા તપાસી 'સીકલીગર ગેંગ'ના બે આરોપીઓને પકડ્યા છે. જલારામધામ સોસાયટી અને સોનતલાવડીમાં રોકડ અને દાગીનાની ચોરી થઈ હતી. પોલીસે CCTV ફૂટેજ તપાસતા એક હોન્ડા સાઇન મોટરસાઇકલ શંકાસ્પદ લાગી. RTOમાંથી વાહનોનો ડેટા ચકાસી, GJ-16-EG-9962 નંબરની મોટરસાઇકલ ઓળખાઈ હતી. બાતમીના આધારે પોલીસે નંદેલાવ બ્રિજ નીચે વોચ ગોઠવી મોટરસાઇકલ સાથે બે શખ્સોને પકડી પાડ્યા હતા. પૂછપરછમાં તેમણે ચોરીની કબૂલાત કરી હતી. તેમની પાસેથી મોટરસાઇકલ, હથોડી, પેચીયું, લોખંડનો સળિયો અને આરી સહિત કુલ રૂ.57,390નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. પકડાયેલા આરોપીઓ સતવનસિંગ ઉર્ફે ઇલુ પ્રિતમસિંગ સીકલીગર અને જસપાલસિંગ ચેનસિંગ સીકલીગર આમોદના રહેવાસી છે. સતવનસિંગ વિરુદ્ધ અગાઉ પણ ભરૂચમાં ઘરફોડ ચોરીના ગુના નોંધાયેલા છે. પોલીસે બંનેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ભાડા વિધેયક મામલે વકીલોમાં ફાંટા:ટેન્કર દુકાનમાં ઘૂસતા પિતા-પુત્રીના મોત, સુરતમાં શ્રમિકોનું 'ગાંવ ચલો આંદોલન', રાજકોટમાં આરોપીઓને દોરડે બાંધ્યા
    Next Article
    Congress ने Lunch के लिए Moets में 300 सांसदों को बुलाया लेकिन सीटें सिर्फ 80 हैं | Rahul Gandhi

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment