Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરા: 100% મુસ્લિમ વોર્ડમાંથી હિન્દુ મહિલા ઉમેદવાર જીત્યા:અપક્ષ અપેક્ષાબેન સોનીએ વોર્ડ 7 માં ઐતિહાસિક વિજય મેળવ્યો

    9 hours ago

    ગોધરા નગરપાલિકાના વોર્ડ નંબર 7 માં અપક્ષ ઉમેદવાર અપેક્ષાબેન નૈનેશભાઈ સોનીએ ઐતિહાસિક વિજય મેળવ્યો છે. આ વોર્ડમાં 100 ટકા મુસ્લિમ મતદારો હોવા છતાં, એક હિન્દુ મહિલા ઉમેદવારની જીતને રાજકીય ઇતિહાસમાં પ્રથમ ઘટના માનવામાં આવે છે. આ જીત કોમી એકતા અને સામાજિક સૌહાર્દનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. રાજકીય વિશ્લેષકો માને છે કે અપેક્ષાબેનને મળેલી પ્રચંડ બહુમતીમાં મુસ્લિમ મતદારોનો નિર્ણાયક ફાળો રહ્યો છે, જે દર્શાવે છે કે લોકો હવે જ્ઞાતિ કે ધર્મથી ઉપર ઉઠીને યોગ્ય ઉમેદવારની પસંદગી કરી રહ્યા છે. નોંધનીય છે કે અપેક્ષાબેન સોની પોતે આ વોર્ડના મતદાર નથી, તેમ છતાં સ્થાનિક રહીશોએ તેમના પર વિશ્વાસ મૂકી તેમને જંગી મતોથી વિજયી બનાવ્યા છે. આ ઐતિહાસિક જીતને ભાજપના ઉમેદવારે પણ વધાવી શુભકામનાઓ પાઠવી હતી. ગોધરાના મતદારોએ એક હિન્દુ મહિલા ઉમેદવારને મુસ્લિમ બહુલ વિસ્તારમાંથી જીત અપાવીને પરંપરાગત રાજકીય ગણિતોને ખોટા સાબિત કર્યા છે. આ પરિણામ બાદ સ્થાનિક લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સૌ કોઈ અપેક્ષાબેનને અભિનંદન પાઠવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    દ્વારકા સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં ભાજપનો એકતરફી વિજય:ઓખામંડળમાં પબુભા માણેકનો પ્રભાવ યથાવત, તમામ બેઠકો જીતી
    Next Article
    Exclusive: Aakhri Sawal Actor Sameera Reddy Calls Dhurandhar 'Well-Made' Film, Holds Back Her 'Personal Opinion'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment