Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતી સંગીતના શિખર પુરુષ ગૌરાંગ વ્યાસનું નિધન:100થી વધુ ફિલ્મો અને 500 રચનાઓને સ્વર આપ્યો; 'દીકરી તો પારકી થાપણ' રચનાથી અમર થઈ ગયા; અમદાવાદમાં આજે અંતિમયાત્રા

    10 hours ago

    ગુજરાતી ફિલ્મ સંગીત, લોકસંગીત અને સુગમ સંગીતના શિખર સમાન દિગ્ગજ સંગીતકાર, સ્વરનિયોજક અને ગાયક ગૌરાંગ વ્યાસનું અમદાવાદ ખાતે 87 વર્ષની વયે મોડી રાત્રે નિધન થયું છે. 24 નવેમ્બર, 1938ના રોજ મુંબઈમાં જન્મેલા પદ્મશ્રી અવિનાશ વ્યાસના પુત્ર ગૌરાંગ વ્યાસે પોતાની અનોખી અને પ્રયોગશીલ સંગીત શૈલીથી ગુજરાતી સંગીતજગતને સમૃદ્ધ બનાવ્યું હતું. તેમના અવસાનથી સમગ્ર કલા, સાહિત્ય અને સાંસ્કૃતિક ક્ષેત્રે ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે અને સંગીતનો એક વિરાટ સુવર્ણ યુગ અસ્ત થયો છે. અમદાવાદ ખાતેથી નીકળશે અંતિમયાત્રા વર્ષ 1967માં અમદાવાદ ખાતે નયનાબેન સાથે લગ્નગ્રંથિથી જોડાયેલા ગૌરાંગ વ્યાસની અંતિમયાત્રા તેમના નિવાસસ્થાન આંબાવાડીના મોરેના એપાર્ટમેન્ટ, હીરાબાગ ક્રોસિંગ પાસેથી સવારે 11:30 વાગ્યે નીકળશે. તેમના અવસાનથી સ્થાનિક કલાકારો, ગાયકો, નિર્માતાઓ અને સંગીતપ્રેમીઓએ અશ્રુભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. પિતાની છાયામાંથી બહાર આવી પોતાની સ્વતંત્ર સંગીત પરંપરા ઊભી કરનાર ગૌરાંગ વ્યાસ પોતાની અમર રચનાઓ દ્વારા ગુજરાતની સામૂહિક સ્મૃતિમાં સદા જીવંત રહેશે. ગૌરાંગભાઈનું નામ ક્યારેય ભૂસાશે નહીં: શ્યામલ મુનશી દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જાણીતા ગાયક અને સંગીતકાર શ્યામલ મુનશીએ જણાવ્યું હતું કે, ગૌરાંગભાઈ સાથેના તેમના દાયકાઓ જૂના સંબંધોને યાદ કરતા ભારે હૈયે શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગૌરાંગ વ્યાસ સાથે તેમના સંબંધો માત્ર સંગીત પૂરતા સીમિત નહોતા પરંતુ બાળપણથી જ એક પરિવાર જેવા ગાઢ સંબંધો હતા. શ્યામલજીએ ગૌરાંગ વ્યાસની સંગીત યાત્રા અને તેમની અદભુત પ્રતિભાને બિરદાવતા કહ્યું કે, તેઓ ગુજરાતી સુગમ સંગીત અને ફિલ્મ સંગીતના એક અત્યંત શક્તિશાળી, વર્સેટાઇલ અને જીનિયસ કંપોઝર હતા. તેમણે ભૂતકાળની યાદો વાગોળતા ઉમેર્યું કે, તેઓ જ્યારે પણ કોઈ નવું કમ્પોઝિશન બનાવતા ત્યારે સૌથી પહેલા હાર્મોનિયમ પર સંભળાવતા હતા. તેમની સાથે સંગીતની અનેક યાદગાર ક્ષણો વિતાવી છે. ગૌરાંગ વ્યાસના સંગીત ક્ષેત્રે અમૂલ્ય પ્રદાન વિશે વાત કરતા શ્યામલજીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, જ્યાં સુધી લોકો ગુજરાતી સંગીત સાંભળતા રહેશે ત્યાં સુધી ગૌરાંગભાઈનું નામ ક્યારેય ભૂસાશે નહીં. સંગીતકાર ગૌરાંગ વ્યાસનું પ્રારંભિક જીવન નાનપણથી જ ઘરમાં સંગીતનો સમૃદ્ધ માહોલ મળવાને કારણે ગૌરાંગ વ્યાસે માત્ર 5 વર્ષની ઉંમરે હાર્મોનિયમ પર ‘વૈષ્ણવજન’ વગાડવાનું શરૂ કર્યું હતું. તેમણે ડિપ્લોમા ઇન મિકેનિકલ એન્જિનિયરિંગ પૂર્ણ કરી મુંબઈની જાણીતી એન્જિનિયરિંગ કંપનીમાં નોકરી શરૂ કરી હતી. સંગીત પ્રત્યેના તીવ્ર આકર્ષણ અને ખેંચાણને કારણે તેમણે નોકરી છોડીને પોતાનું સમગ્ર જીવન સંગીત સાધનાને સમર્પિત કર્યું હતું. સહાયકથી સ્વતંત્ર સંગીતકાર સુધીની સફર પિતા અવિનાશ વ્યાસ સાથે 'જેસલ તોરલ' ફિલ્મમાં સહાયક તરીકે જોડાઈને તેમણે પોતાની ફિલ્મી સંગીતયાત્રાનો પ્રારંભ કર્યો હતો. 'લાખો ફૂલાણી' ફિલ્મથી તેમણે સ્વતંત્ર સંગીતકાર તરીકેની ઓળખ સ્થાપિત કરી હતી. આગળ જતાં તેમણે કેતન મહેતાની આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ફિલ્મ 'ભવની ભવાઈ', 'મણિયારો', 'નસીબની બલિહારી', 'પારકી થાપણ', 'લીલુડી ધરતી' અને 'મૈયરમાં મનડું નથી લાગતું' સહિત 100થી વધુ ફિલ્મોમાં અમર સંગીત આપ્યું હતું. દિગ્ગજ ગાયકો સાથે યાદગાર રચનાઓ ગુજરાતી સિનેમામાં દેશના સર્વશ્રેષ્ઠ ગાયકોનો ઉપયોગ કરવામાં તેમનું મોટું પ્રદાન રહ્યું હતું. લતા મંગેશકરના કાળજું કોરી ખાતા સ્વરમાં તેમણે ‘દીકરી તો પારકી થાપણ કહેવાય’ ગીત સ્વરબદ્ધ કર્યું હતું, જે આજે પણ વિદાય વેળાએ આંખો ભીની કરે છે. તેમણે આશા ભોંસલે, કિશોર કુમાર, મન્ના ડે, મહેન્દ્ર કપૂર, સુમન કલ્યાણપુર, ભુપિન્દર સિંહ અને પ્રફુલ્લ દવે જેવા ગાયકો પાસે 'મણિયારો તે હળુ હળુ થઈ રે વિયો' અને 'હુ તુ તુ તુ, જામી રમતની ઋતુ' જેવાં યાદગાર ગીતો ગવડાવ્યાં હતાં. સુગમ સંગીત અને ગરબામાં યોગદાન ગુજરાતી વિશ્વકોશ મુજબ ગૌરાંગ વ્યાસે ફિલ્મો ઉપરાંત સુગમ સંગીતમાં 500થી વધુ રચનાઓનું સ્વરાંકન કર્યું હતું. તેમણે 'લાખ લાખ દિવડા', 'ઘોર અંધારી રે રાતલડીમાં' જેવા પ્રખ્યાત ગરબા તેમજ 'તુ રંગાઈ જાને રંગમાં' જેવાં ભજનો તૈયાર કર્યાં હતાં. તેમણે 'જલારામની ઝુંપડી', 'ભજન અનમોલ', 'ગંગા સતીનાં ભજનો', 'કહત કબીર', 'જલારામ બાપાનું હાલરડું', 'પ્રાચીન પ્રભાતિયાં' અને 'નોન સ્ટોપ ડાંડીયા-રાસ' જેવા યાદગાર આલ્બમો આપ્યા હતા. પુરસ્કારો અને વિશેષ સન્માન પ્રાપ્ત ગુજરાતી ફિલ્મોમાં શ્રેષ્ઠ સંગીત નિર્દેશન માટે તેમને 11 જેટલા રાજ્યકક્ષાના પુરસ્કારો અને GIFA તરફથી ગોલ્ડન એવોર્ડ એનાયત કરાયો હતો. વર્ષ 2022માં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે તેમને પ્રતિષ્ઠિત ‘લાઇફટાઇમ અચિવમેન્ટ એવોર્ડ’થી નવાજવામાં આવ્યા હતા. ત્યારબાદ વર્ષ 2024માં ગુજરાત રાજ્ય સંગીત અકાદમી અને ગુજરાત ટુરિઝમ દ્વારા પણ તેમના મહાન પ્રદાન બદલ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    ‘કલેક્ટર છું’ કહીને હોટલમાં જમ્યો પણ બિલ ન ચૂકવ્યું:ઈન્દોરમાં ઝડપાયો અમદાવાદનો નકલી IAS, કાર અને ઘર પર લગાવી હતી નેમપ્લેટ
    Next Article
    હોસ્પિટલ ઝોનમાં જ ગંદકીથી રોગચાળાનો ભય:હિંમતનગરમાં મોતીપુરાથી સરકારી જીન રોડ પર ગંદા પાણીના ખાબોચિયાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment