Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેમસંગ ઇન્ડિયામાં ટીવી-હોમ એપ્લાયન્સિસ ડિવિઝનમાંથી છટણી શરૂ:ખર્ચ ઘટાડવાના ભાગરૂપે 100 કર્મચારીઓને છૂટા કર્યા; 25% સુધીની સેલ્સ-માર્કેટિંગ ટીમને પણ અસર થશે

    1 day ago

    ખર્ચમાં વધારો અને ધીમી વેચાણની બેવડી અસરનો સામનો કરી રહેલી ઇલેક્ટ્રોનિક્સ જાયન્ટ સેમસંગ ઇન્ડિયાએ ભારતમાં નોકરીઓમાં કાપ મૂકવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. કંપની તેના ટેલિવિઝન અને હોમ એપ્લાયન્સિસ બિઝનેસમાંથી અધિકારીઓ અને કર્મચારીઓની છટણી કરી રહી છે. સૂત્રો અને મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અત્યાર સુધીમાં અલગ-અલગ સ્તરના લગભગ 80 થી 100 અધિકારીઓને કંપની છોડવા માટે કહેવામાં આવ્યું છે. પ્રભાવિત કર્મચારીઓમાં સેમસંગ ઇન્ડિયા હેડક્વાર્ટરમાં તૈનાત ડિરેક્ટર લેવલના અધિકારીઓ અને ટીમ લીડર્સ ઉપરાંત બ્રાન્ચ અને એરિયા મેનેજર્સ પણ સામેલ છે. સેમસંગ ઇન્ડિયા પર 3 કારણોસર દબાણ વધ્યું સેમસંગ ઇલેક્ટ્રોનિક્સને આ સમયે વૈશ્વિક અને સ્થાનિક સ્તરે અનેક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે… 25% સુધી સેલ્સ અને માર્કેટિંગ સ્ટાફ પર અસર સંભવ છટણીનો આ રાઉન્ડ હાલમાં ટેલિવિઝન અને હોમ એપ્લાયન્સિસ વર્ટિકલ પૂરતો જ મર્યાદિત છે, પરંતુ અસરગ્રસ્ત કર્મચારીઓની સંખ્યા આગળ વધી શકે છે. ઇકોનોમિક ટાઇમ્સના રિપોર્ટમાં એક એક્ઝિક્યુટિવને ટાંકીને જણાવાયું છે કે ઇલેક્ટ્રોનિક્સ બિઝનેસના સેલ્સ અને માર્કેટિંગ વર્કફોર્સના 25% હિસ્સા પર તેની અસર પડી શકે છે. આ સંભવિત કાપમાં મેનપાવર એજન્સીઓ દ્વારા રાખવામાં આવેલા ઓફ-રોલ કર્મચારીઓ પણ સામેલ છે. સેમસંગના ઘરેલું ઇલેક્ટ્રોનિક્સ સેલ્સ ડિવિઝનમાં લગભગ 550 થી 600 એક્ઝિક્યુટિવ્સ છે, જેમાં તેનું મોટું સ્માર્ટફોન સેલ્સ ઓર્ગેનાઇઝેશન સામેલ નથી. અસરગ્રસ્ત કર્મચારીઓ અનુસાર, કંપની છેલ્લા કેટલાક દિવસોથી નાના-નાના બેચમાં ટર્મિનેશન લેટર જારી કરી રહી છે. કેટલાક કર્મચારીઓને નોટિસ પિરિયડ પૂરો કર્યા વિના તરત જ જવાનું કહેવામાં આવ્યું છે. સેમસંગ તેમને સેવરન્સ પેકેજ તરીકે 3 મહિનાનો પગાર તેમજ સર્વિસના દરેક વર્ષના બદલે 1 મહિનાનો વધારાનો પગાર આપી રહી છે. સ્માર્ટફોન ડિવિઝન સુરક્ષિત, પણ પડકારો ત્યાં પણ ઓછા નથી સેમસંગે તેના સૌથી મોટા બિઝનેસ એટલે કે સ્માર્ટફોન ડિવિઝનને હાલ પૂરતું આ છટણીઓથી દૂર રાખ્યું છે. ભારતમાં કંપનીની કુલ આવકનો લગભગ ત્રણ-ચતુર્થાંશ ભાગ એટલે કે 75% એકલા સ્માર્ટફોન સેગમેન્ટમાંથી જ આવે છે. તેથી ફોન વેચાણમાં રિકવરીથી કંપનીના નાણાકીય પ્રદર્શનમાં સુધારો થવાની ઘણી અપેક્ષાઓ છે. જોકે, ભારતીય સ્માર્ટફોન બજારમાં એકંદરે નરમાઈનો માહોલ યથાવત છે. ઉદ્યોગના અનુમાનો અનુસાર, સ્માર્ટફોન વેચાણમાં વાર્ષિક ધોરણે 11 થી 12% નો ઘટાડો નોંધાયો છે. બીજી તરફ, સેમસંગ આ વર્ષે પ્રયાસો છતાં ભારતના હાઈ-વેલ્યુ એર કંડિશનર (AC) માર્કેટમાં પોતાની પહોંચ વધારવા માટે સંઘર્ષ કરી રહી છે. ખર્ચ ઘટાડવા માટે કંપની તેના બ્રાન્ચ નેટવર્કને નાનું કરી રહી છે અને ઘણી પ્રાદેશિક ઓફિસોને મર્જ કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    No Water In Hostel, Student Went To Friend's House For Bath. It Saved Him
    Next Article
    ઇમ્પેક્ટ ફીચર:અશ્વમેઘ વેન્ચર પ્રાઇવેટ લિમિટેડના રશેષ ઉપાધ્યાય દિવ્ય ભાસ્કરમાં ICICI પ્રુડેન્શિયલ લાઇફ સાયકલ ફંડ્સ પર વાત કરે છે

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment