Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જમ્મુમાં મુસાફરોથી ભરેલી બસ 100 ફૂટ નીચે ખાબકી:15નાં કમકમાટીભર્યા મોત, 20 ઘાયલ, રસ્તા પર ચીસાચીસ અને લાશોના ઢગલા થયાં; મૃત્યુઆંક વધવાની શક્યતા

    2 days ago

    જમ્મુના ઉધમપુરમાં સોમવારે સવારે એક બસ કગોટ વિસ્તારમાં અકસ્માતનો ભોગ બની. રામનગરથી આવી રહેલી બસ જાલો નજીક રસ્તા પરથી 100 ફૂટ નીચે ખાબકીને પલટી ગઈ. આ અકસ્માતમાં 15 લોકોના મોત થયા છે. જ્યારે 20 જેટલા મુસાફરો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે ઉધમપુર મોકલવામાં આવી રહ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર મૃત્યુઆંક વધી શકે છે. અકસ્માતની 3 તસવીરો… કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે અકસ્માત થયેલ બસ પબ્લિક ટ્રાન્સપોર્ટની હતી. બચાવ કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવી છે. જાનમાલનું મોટું નુકસાન થવાની સંભાવના છે. ઘાયલોને શક્ય તેટલી બધી સહાય પૂરી પાડવામાં આવી રહી છે. ગંભીર રીતે ઘાયલોને એરલિફ્ટ કરવામાં આવશે. ડીઆઈજી શિવ કુમાર શર્મા (રિયાસી-ઉધમપુર રેન્જ)એ ન્યૂઝ એજન્સી IANSને જણાવ્યું હતું કે 15 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. આ સમાચાર પણ વાંચો... જમ્મુમાં સેનાની ગાડી 400 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, જેમાં 10 જવાનોના મોત, 11 ઘાયલ; બરફના કારણે ગાડી સરકી ગઈ જાન્યુઆરીની શરૂઆતમાં ગુરુવારે જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લામાં એક આર્મીની ગાડી 400 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. 10 જવાનોના મોત થયા હતા, જ્યારે 11ને ઉધમપુર મિલિટરી હોસ્પિટલમાં એરલિફ્ટ કરવામાં આવ્યા હતા. આ અકસ્માત ભદરવાહ-ચંબા આંતરરાજ્ય માર્ગ પર ખન્ની ટોપ નજીક થયો હતો. ડોડાના ડેપ્યુટી કમિશનર હરવિંદર સિંહે જણાવ્યું હતું કે રસ્તા પર બરફ પડવાને કારણે ડ્રાઇવરે ગાડી પરનો કાબુ ગુમાવ્યો હતો અને સરકીને ખીણમાં ખાબકી હતી.
    Click here to Read More
    Previous Article
    BMW owner kills man over car parking dispute in East Delhi, flees
    Next Article
    UP-બિહારીઓને પૈસા દેતા દંડા પડ્યાં, ‘મત’ માટે ફ્રીમાં AC સીટ?:ઉધનાથી 1300 શ્રમિક સાથેની 'વોટર્સ સ્પેશિયલ' ટ્રેન બંગાળ રવાના; મમતાને હરાવવા ખર્ચ ભાજપ ભોગવશે

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment