Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જાહેરનામું:પરીક્ષા કેન્દ્રોની 100 મીટરની ત્રિજ્યામાં કલમ 144 જેવો પ્રતિબંધ

    1 week ago

    બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ-10 અને ધોરણ-12ની પૂરક પરીક્ષાઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાયતે માટેપોરબંદરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ રેખાબા સરવૈયા દ્વારા એક કડક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ હુકમ અનુસાર તમામ નિયત કરાયેલા પરીક્ષા કેન્દ્રોની આસપાસના 100 મીટરના વિસ્તારમાં લોકટોળા એકત્રિત થવા પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવી દેવાયો છે. આ સત્તાવાર જાહેરનામા મુજબ, પરીક્ષાની નિર્ધારિત તારીખો અને સમયગાળા દરમિયાન પરીક્ષા કેન્દ્રોની આસપાસના 100 મીટરની ત્રિજ્યામાં આવેલા કોઈ પણ જાહેર માર્ગો, ચાર રસ્તા, ચોક કે ગલીઓમાં બે કે બે કરતા વધારે સંખ્યામાં લોકોએ એકઠા થવું નહીં. પરીક્ષાના માહોલને અસર પહોંચે તે રીતે કેન્દ્રોની આસપાસ કોઈ પણ પ્રકારના સરઘસો કાઢવા નહીં, કોઈ રાજકીય કે સામાજિક સૂત્રો પોકારવા નહીં તેમજ લાઉડ સ્પીકર કે ડીજે વગાડીને ઘોંઘાટ થાય તેવી કોઈ પણ પ્રવૃત્તિ કરવી નહીં. આ આદેશનો હેતુ પરીક્ષામાં થતી સંભવિત ચોરીઓ અને ગેરરીતિઓ અટકાવવાનો તેમજ વિદ્યાર્થીઓની એકાગ્રતા જાળવવાનો છે.અધિક જિલ્લા મેજિસ્ટ્રેટના આ પ્રતિબંધાત્મક હુકમમાંથી પરીક્ષા સંચાલન સાથે જોડાયેલા ફરજ પરના સરકારી અધિકારીઓ, સુપરવાઈઝરો, શિક્ષકો, વહીવટી સ્ટાફ તેમજ સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત પોલીસ જવાનોને મુક્તિ આપવામાં આવી છે. આ ઉપરાંત, જે દિવસે પરીક્ષા નહીં હોય તે દિવસોમાં આ નિયમ લાગુ પડશે નહીં.
    Click here to Read More
    Previous Article
    ખેડૂતોના 30 વર્ષ જૂના કબ્જા પર વન વિભાગનું બુલડોઝર:નિરોણા જંગલમાંથી 300 હેક્ટરનું દબાણ દૂર થશે, 180 હેકટર હટ્યું !
    Next Article
    4 Killed, 10 Injured In Russian Strikes On Ukraine's Kharkiv Region

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment