Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવરાત્રિથી નવસારીનું અર્થતંત્ર ધબકતું થયું:100 કરોડથી વધુનું ટર્નઓવર, 10 હજારથી વધુ લોકોને રોજગારી; દિવાળી સુધી બજારમાં તેજી

    7 hours ago

    દક્ષિણ ગુજરાતમાં સુરત બાદ મોટા નવરાત્રી મહોત્સવો માટે જાણીતા નવસારી શહેરમાં નવરાત્રીના આગમન સાથે વેપાર-ધંધાની ગતિવિધિઓને વેગ મળ્યો છે. લાંબા સમયથી ‘રેસિડેન્શિયલ સિટી’ તરીકે ઓળખાતા નવસારીમાં નવરાત્રી અને દિવાળી જેવા તહેવારો મંદ પડેલા ધંધા-રોજગાર માટે સંજીવની સમાન સાબિત થઈ રહ્યા છે. શહેરમાં આ વર્ષે બે એસી ડોમ અને બે મોટા આઉટડોર ગરબા આયોજનોને કારણે બજારોમાં ખરીદી અને વેપારનો માહોલ જોવા મળી રહ્યો છે. 100 કરોડથી વધુનો કારોબાર, 10 હજારથી વધુ લોકોને રોજગારી નવસારીમાં યોજાતા વિશાળ ગરબા મહોત્સવ અને નવરાત્રી સાથે જોડાયેલા વ્યવસાયિક વ્યવહારોનું કુલ ટર્નઓવર 100 કરોડ રૂપિયાને પાર થતું હોવાનો અંદાજ છે. આ આયોજનોનો લાભ માત્ર ગરબા રમતા ખેલૈયાઓ પૂરતો મર્યાદિત ન રહેતા વેપારીઓ, કારીગરો અને શ્રમિક વર્ગને પણ મળી રહ્યો છે. નવરાત્રીના આયોજનથી શહેરમાં 10,000થી વધુ લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રોજગારીની તકો મળે છે. ઇમિટેશન જ્વેલરી, રેડીમેડ વસ્ત્રો, પરંપરાગત પોશાક, ડેકોરેશન મટિરિયલ, સાઉન્ડ-લાઇટિંગ તેમજ ફૂડ સ્ટોલ સહિતના વ્યવસાયોમાં તેજી જોવા મળી રહી છે. એસી ડોમથી અનેક ક્ષેત્રોને કામ ‘રાસ રમઝટ 3.0’ના આયોજક જિગીષ શાહના જણાવ્યા મુજબ, નવરાત્રી ગુજરાતનો સૌથી મોટા અને ઉત્સાહભર્યો તહેવાર છે. 16 તારીખથી શરૂ કરાયેલા એસી ડોમના એક જ આયોજન સાથે 750થી 800 જેટલા લોકો સીધી રીતે જોડાયા છે અને તેમને રોજગારી મળી છે. તેમના મતે, નવરાત્રીનો તહેવાર લોકોને આવક વધારવાની તેમજ દિવાળી પહેલાં રોજગારી અને વ્યવસાયની નવી તકો મેળવવાની તક આપે છે. નવરાત્રીથી દિવાળી સુધી બજારમાં તેજી નવસારી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હરેશ મંગનાણીના જણાવ્યા મુજબ, દક્ષિણ ગુજરાતમાં સુરત બાદ નવસારીમાં મોટા ગરબા આયોજનો થાય છે અને તેનો સીધો લાભ સ્થાનિક વેપારીઓને મળે છે. નવરાત્રીથી શરૂ થતી તહેવારોની હારમાળા દિવાળી અને નવા વર્ષ સુધી ચાલુ રહેતી હોવાથી વેપાર-ધંધાને સતત વેગ મળે છે. તહેવારોના કારણે બજારોમાં ચહલપહલ વધે છે અને રોજગારીની નવી તકો ઊભી થાય છે. કારીગરો અને યુવાનો માટે કમાણીની તક સામાન્ય દિવસોમાં ધીમી ગતિએ ચાલતા નવસારીના બજારોમાં નવરાત્રી શરૂ થતાં જ ખરીદીનો માહોલ જામ્યો છે. ગરબા આયોજકો ઉપરાંત કેટરિંગ, ડેકોરેશન, સુંદરીકરણ, સાઉન્ડ-લાઇટિંગ અને અન્ય વ્યવસાય સાથે સંકળાયેલા કારીગરો માટે પણ નવરાત્રીનો સમય કમાણીની મોટી તક બની રહ્યો છે. યુવાનોને પણ વિવિધ ક્ષેત્રોમાં કામ મળી રહ્યું છે. સાંસ્કૃતિક પર્વ સાથે સ્થાનિક અર્થતંત્રને વેગ નવરાત્રી માત્ર ધાર્મિક અને સાંસ્કૃતિક આસ્થા સાથે જોડાયેલો તહેવાર નથી રહ્યો, પરંતુ નવસારીના સ્થાનિક અર્થતંત્ર માટે પણ મહત્વપૂર્ણ બની રહ્યો છે. નવરાત્રીથી શરૂ થતી ખરીદી અને રોજગારીની ગતિવિધિઓ દિવાળી તથા નવા વર્ષ સુધી આગળ વધતી હોવાથી તહેવારોની આ મોસમ સ્થાનિક વેપાર-ધંધા માટે આર્થિક ગતિવિધિઓને સતત ગતિ આપતી સાબિત થઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    ઇન્સ્ટાગ્રામ પર 'સસ્તું સોનું'ની જાળ બિછાવનાર 5 પકડાયા:ભુજમાં દરોડા દરમિયાન 1.62 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો
    Next Article
    Congress Lunch करने जिस Moets में गई, वहां क्या पता चला? Rahul Gandhi | Priyanka Gandhi

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment