Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરાના એકતાનગરમાંથી 10 કિલોથી વધુ ગાંજો ઝડપાયો:SOG પોલીસે એક આરોપીની ધરપકડ કરી, હાઇબ્રિડ ગાંજાની ઝીપર 1000માં ગ્રાહકોને છૂટક વેચાણ કરતો

    10 hours ago

    વડોદરા શહેરના એકતાનગર વિસ્તારમાં આવેલી મરાઠીવાડમાંથી વડોદરા શહેર SOGએ વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો અને હાઇબ્રીડ ગાંજાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે અને એક ઇસમની ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી કુલ 7.87 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. રતલામથી ગાંજાનો જથ્થો ટ્રેન મારફતે વડોદરા લાવ્યો હતો વડોદરા શહેરમાં નશીલા પદાર્થોના ખરીદ-વેચાણ અને હેરાફેરીને અટકાવવા પોલીસ કમિશનર નરસિમ્હા કોમારના માર્ગદર્શન હેઠળ એસઓજી દ્વારા ખાસ વોચ રાખવામાં આવી રહી છે. આ દરમિયાન 13 મે 2026ના રોજ ગોરવા પોલીસ સ્ટેશનના એન.ડી.પી.એસ. એક્ટ હેઠળના ગુનાની તપાસ દરમિયાન પકડાયેલા આરોપી મોહન નંદુ નીનામાની પૂછપરછમાં ખુલાસો થયો હતો કે, તે રતલામથી ગાંજાનો જથ્થો ટ્રેન મારફતે વડોદરા લાવ્યો હતો અને છાયાપુરી રેલવે સ્ટેશન પરથી આજવા રોડ એકતાનગર ખાતે રહેતા રીઝવાન યુસુફ દીવાનને અંદાજે 6 કિલો ગાંજો સપ્લાય કર્યો હતો. આ માહિતીના આધારે SOG પીઆઈ બી.ડી. જીતીયાની ટીમે એન.ડી.પી.એસ. એક્ટની જોગવાઈ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે એકતાનગરના આંબેડકરનગર, મરાઠીવાડ વિસ્તારમાં હરીશભાઈના મકાન સામે આવેલ રીઝવાન યુસુફભાઈ દીવાનના રહેણાંક મકાન પર દરોડો પાડ્યો હતો. આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ દરોડા દરમિયાન મકાનમાંથી મીણિયાના થેલામાં ભરેલો 10 કિલો 90 ગ્રામ ગાંજો, કિંમત રૂ.5.04 લાખ તથા 22 ગ્રામ હાઇબ્રિડ ગાંજો, કિંમત રૂ.77 હજારનો જથ્થો મળી આવ્યો હતો. ઉપરાંત સી.એન.જી. ઓટોરીક્ષા, ડિજિટલ વજનકાંટા, મોબાઇલ ફોન સહિત કુલ રૂ.7.87 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે, આરોપી રીઝવાન દીવાન પોતાના રહેણાંક મકાનમાં ગાંજાનો જથ્થો સંતાડી રાખી દેશી ગાંજાની ઝીપર રૂ.100માં અને હાઇબ્રીડ ગાંજાની ઝીપર રૂ.1000માં ગ્રાહકોને છૂટક વેચાણ કરતો હતો. આ મામલે બાપોદ પોલીસ સ્ટેશનમાં રીઝવાન યુસુફભાઈ દીવાન અને ફરાર આરોપી મોહન નંદુ નીનામા વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પકડાયેલ આરોપી ફરાર આરોપી
    Click here to Read More
    Previous Article
    પાળીયાદમાં ગુણવંતીબાઈ મ.સતીજીની પુણ્યતિથિ નિમિત્તે દાન:અબોલ પશુઓ માટે ₹51,000ની લીલી જુવાર, ભોજન અને સ્ટાફને ડ્રેસ વિતરણ
    Next Article
    Lions, leopards, and now a ‘groom’ tiger: Inside Gujarat’s plan to become the only home to 4 big cats

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment