Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    10 દિવસમાં બીજી વખત વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો:મુસાફરોમાં ગભરાટનો માહોલ, ટ્રેન ગાંધીનગરથી મુંબઈ જતી હતી; RPFની તપાસ, અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો

    3 days ago

    દેશની પ્રીમિયમ અને હાઈ-સ્પીડ ગણાતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. ગઈકાલે(17 નવેમ્બર) સાંજે ગાંધીનગરથી મુંબઈ તરફ જતી વંદે ભારત ટ્રેન સુરતની હદમાંથી પસાર થઈ રહી હતી, ત્યારે અસામાજિક તત્વો દ્વારા તેના પર પથ્થરમારો કરાયો હતો. જેના કારણે ટ્રેનમાં મુસાફરી કરી રહેલા યાત્રીઓમાં થોડીવાર માટે ગભરાટનો માહોલ સર્જાયો હતો. 10 દિવસ પહેલા(8 નવેમ્બર) પણ અમરેલીમાં વંદેભારત પર પથ્થરમારો થયો હતો. 4 મહિનામાં સુરત નજીક વંદે ભારત પર પથ્થરમારાની 3 ઘટના સામે આવી છે. ગાંધીનગરથી મુંબઈ સેન્ટ્રલ જતી વંદે ભારત એક્સપ્રેસ (ટ્રેન નંબર 20902) પર ગઈકાલે સાંજે 5:23 કલાકે સુરતના સચિન અને ભેસ્તાન સ્ટેશન વચ્ચે પથ્થરમારાની ઘટના બની હતી. ટ્રેનના C4 કોચમાં મુસાફરી કરતાં એક પેસેન્જરને બારીના કાચ પર કંઈક જોરથી વાગવાનો અવાજ સંભળાયો હતો, જેમાં સદનસીબે અંદરનો કાચ સલામત રહ્યો હતો પરંતુ બહારનો કાચ ક્રેક થઈ ગયો હતો. પેસેન્જરે આ અંગે તુરંત ફરિયાદ કરતા RPF (રેલવે પ્રોટેક્શન ફોર્સ)ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી, પરંતુ સ્થળ પરથી કોઈ શંકાસ્પદ વ્યક્તિ મળી આવ્યો ન હતો તેમજ આસપાસના સ્થાનિક લોકોની પૂછપરછમાં પણ કોઈ અસામાજિક તત્વ જોવા મળ્યું ન હોવાનું સામે આવતા અંતે રેલવે પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. યાત્રીની સતર્કતાથી રેલવે તંત્ર હરકતમાં આવ્યું ચાલુ ટ્રેન પર અચાનક જોરદાર અવાજ સાથે પથ્થર વાગતા ટ્રેનના એક કોચની બારીનો કાચ તૂટી ગયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ મુસાફરને ઈજા પહોંચી ન હતી, પરંતુ રેલવેની મિલકતને નુકસાન થયું હતું. ઘટનાની ગંભીરતાને સમજીને કોચમાં બેઠેલા એક જાગૃત મુસાફરે તુરંત જ રેલવે પોલીસ અને કંટ્રોલ રૂમને જાણ કરી હતી. મુસાફરનો મેસેજ મળતાની સાથે જ રેલવે તંત્ર અને સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ અને તપાસના આદેશ આપ્યા હતા. ઉધના રેલવે પોલીસે તપાસ શરૂ કરી ઘટનાની જાણ થતા જ તાત્કાલિક ધોરણે ઉધના રેલવે પોલીસની ટીમને ઘટનાસ્થળે દોડાવવામાં આવી હતી. પોલીસ કાફલાએ રેલવે ટ્રેકની આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, પરંતુ સ્થળ પરથી કોઈપણ સંદિગ્ધ વ્યક્તિ મળી આવ્યો ન હતો. હાલ ઉધના રેલવે પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી આસપાસના વિસ્તારોમાં તપાસ આરંભી છે. 4 મહિનામાં સુરત નજીક પથ્થરમારાની 3 ઘટના સુરત રેલવે હદમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો પર પથ્થરમારાની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે, જેમાં છેલ્લા 4 મહિનામાં આ 3જી ઘટના સામે આવી છે જે સુરત નજીક બની હોય, અગાઉ 25 ઓગસ્ટના રોજ મુંબઈથી અમદાવાદ જઈ રહેલી વંદે ભારત એક્સપ્રેસ (ટ્રેન નંબર 22961) પર સુરત સ્ટેશનથી રવાના થયા બાદ ઉત્રાણ સ્ટેશન પાસે અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો. આ હુમલામાં સામાન્ય ચેરકાર કોચ C-6 અને C-10ના કાચને નુકસાન પહોંચ્યું હતું,જોકે તે સમયે ટ્રેનના એક્ઝિક્યુટિવ કોચમાં મુસાફરી કરી રહેલા ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ સંપૂર્ણપણે સુરક્ષિત રહ્યા હતા. આ ઉપરાંત, ગત 23 ઓક્ટોબરના રોજ રાજસ્થાનના ઉદયપુરથી સુરત આવી રહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પણ પથ્થરમારો થતાં કોચની બારીઓના 3 કાચ તૂટી ગયા હતા. આ મામલે રેલવે સુરક્ષા દળ (RPF) એ સુરત યાર્ડ વિસ્તારમાં તપાસ હાથ ધરીને CCTV કેમેરાની મદદથી ફેક્ટરીમાં કામ કરતા બિહારના 3 મજૂર યુવકોને દબોચી લીધા હતા, જેમણે પ્રાથમિક પૂછપરછમાં માત્ર મનોરંજન અને મોજ-મસ્તી ખાતર ટ્રેન પર પથ્થરો ફેંક્યા હોવાની ચોંકાવનારી કબૂલાત કરી હતી. આ પણ વાંચો અમરેલીમાં વંદેભારત પર પથ્થરમારો 10 દિવસ પહેલાં 8 નવેમ્બરે અમરેલીમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટના બની હતી. સાબરમતીથી વેરાવળ જતી વંદે ભારત ટ્રેનને અજાણ્યા શખ્સોએ નિશાન બનાવી હતી. જેમાં લાઠી અને ખીજડીયા વચ્ચે અજાણ્યા શખસો દ્વારા ટ્રેન પર પથ્થરમારો કરાયો હતો. આ હુમલાના કારણે ટ્રેનના આગળના ભાગનો કાચ તૂટી ગયો હતો. સદનસીબે, આ ઘટનામાં ટ્રેનમાં સવાર કોઈપણ મુસાફરને ઈજા પહોંચી નથી. (વાંચો સંપૂર્ણ અહેવાલ) આ પણ વાંચો: ઉદયપુર-સુરત વંદે ભારત પર પથ્થરમારો, કોચના 3 કાચ તૂટ્યા આ પણ વાંચો: મુંબઇથી અમદાવાદ જતી વંદે ભારત ટ્રેન પર સુરત નજીક પથ્થરમારો, આનંદીબેન પટેલ સહિતના મુસાફરો સુરક્ષિત
    Click here to Read More
    Previous Article
    ટ્રમ્પની હત્યાનું કાવતરું, પાકિસ્તાનીને 27 વર્ષની જેલની સજા:ઈરાનની IRGC માટે કામ કરી રહ્યો હતો; 5 હજાર ડોલર આપીને હત્યારાને સોપારી આપી
    Next Article
    US Navy Chief Blasted Over "Minimising" Mental Health Strain Of Iran War

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment