Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હનુમાન ચાલીસા બોલતો રહ્યો, બધાને થોડા મરવા દેવાય?:10 મિનિટ વાતચીત પછી PM મોદીને સ્મિત મચ્છરે ગુજરાતીમાં કહ્યું , 'જયશ્રી કૃષ્ણ-જયહિન્દ': કેપ્ટને પોતાના અનુભવ સંભળાવ્યા

    8 hours ago

    PMએ ભારતના બહાદુર પાયલટ કેપ્ટન સ્મિત મચ્છર સાથે વાત કરી. કેપ્ટન સ્મિતે પીએમ મોદીને તે ઘટનાની માહિતી આપતાં જણાવ્યું કે તેમને હિંમત કેવી રીતે મળી. બીજી તરફ PMએ તેમની બહાદુરીની પ્રશંસા કરી અને તેમના વહેલા સ્વસ્થ થવાની કામના કરી. PMએ કેપ્ટન સ્મિતને કહ્યું, 'આખો દેશ તમારા માટે પ્રાર્થના કરી રહ્યો છે. તમારા અને તમારા સ્વાસ્થ્ય માટે મહામૃત્યુંજનનો જાપ કરવામાં આવી રહ્યો છે. તમારા સાહસ, સમજદારી અને સંયમને કારણે અનેક લોકોના જીવ બચ્યા. દેશ ગર્વથી કહી શકે છે કે ભારતીયો એવા નથી જેઓ બીજાના જીવ લે છે, પરંતુ તેઓ એવા છે જેઓ બીજાના જીવ બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકવા તૈયાર રહે છે.' ઘટનાના દિવસે પણ પીએમ મોદીએ કેપ્ટન મચ્છરની પ્રશંસા કરી હતી. તેમણે એક્સ પર લખ્યું હતું કે ગઈકાલે બનેલી ઘટનામાં કેપ્ટન સ્મિતે જે ધૈર્ય, સમજદારી અને સાહસનો પરિચય આપ્યો, તેણે દેશને ગૌરવથી ભરી દીધો. તેમણે અત્યંત મુશ્કેલ પરિસ્થિતિમાં અસાધારણ બહાદુરી અને દૃઢતા દર્શાવી. પીએમએ તેમની બહાદુરીને સેંકડો લોકોના જીવ બચાવનાર પગલું ગણાવ્યું. અહીં વાંચો પીએમ મોદી અને સ્મતિ વચ્ચેની વાતચીત PM મોદી- મેં ગીતાબેન સાથે વાત કરી, સોનલબેન સાથે વાત કરી. મેં ગીતાબેનને કહ્યું- તમારું નામ ગીતા છે પરંતુ તમે સ્મિતને કૃષ્ણની ગીતાના સંસ્કારોથી ભરી દીધો અને તેનું જીવન બનાવી દીધું. સ્મિતઃ બિલકુલ સર PM મોદી- સ્મિત હું તમારી પાસેથી જાણવા ઇચ્છું છું સ્મિત- સર, તમે મારા સૌથી મોટા આઇડલ છો. તમે મને કોલ કર્યો અને મારા માટે સમય કાઢ્યો તેના માટે હું ખૂબ જ ગર્વ અનુભવી રહ્યો છું. હું તે ક્ષણે સર હું મારા જીવન માટે લડી રહ્યો હતો. ત્યારે એવી એક ક્ષણ પણ આવી જ્યારે મને અનુભવાયું કે મેં જો અત્યારે મેં કશું ના કર્યું, કેમ કે હું નીચે પડી ગયો હતો. મને ઘણી ઈજાઓ પહોંચી હતી. હું 17 વર્ષથી ફ્લાઇટ ઉડાવી રહ્યો છું. હું છેલ્લાં 11 વર્ષથી કેપ્ટન છું. અને મને આંખ બંધ કરીને પણ ખબર પડી જાય છે કે ફ્લાઇટમાં શું થઈ રહ્યું છે. જ્યારે હું નીચે પડ્યો હતો ત્યારે મને અહેસાસ થઈ રહ્યો હતો કે એરક્રાફ્ટ નીચે જઈ રહ્યું છે. અને મને બિલકુલ જાણ હતી કે આ એક છેલ્લી ક્ષણ છે સ્મિત કરી લે, દરવાજો ત્યાં જ છે, પછી મેં તે ખોલ્યો સર. તે પછી સર બાકી બધાનો પણ એટલો જ મુખ્ય રોલ હતો. મને એ ખબર હતી કે હું બાકી બધાને મરવા ન દઈ શકું. બસ ત્યાર બાદ લોકોએ અને અહીં સાઉદીમાં પણ હોસ્પિટલમાં આટલી સારી કેર ન મળી શકે. સર જ્યારે પણ હું મુશ્કેલીમાં હોવ હું હનુમાન ચાલીસા બોલું છું. તે સમયે પણ હનુમાન ચાલીસા જ બોલતો હતો. અને મને ખબર છે એ ભગવાને જ મને બચાવ્યો છે. બસ તમારો એક કોલ આવી ગયો મને ખૂબ ખૂબ ગર્વ થાય છે. સોરી હું તમારી સામે રડી રહ્યો છું. PM મોદી- સ્મિત, તમે મારી સામે ભાવુક નહીં થાવ તો ક્યાં થશો સ્મિત- સર મેં ક્યારેય નહોતું વિચાર્યું કે મારી તમારી સાથે વાત થશે. PM મોદી- તમે એટલું મોટું કામ કર્યું છે કે દરેક દેશવાસી, દુનિયાના લોકો તમને જોવા અને તમારી સાથે વાત કરવા માટે આતુર છે. અને આ વાત તમે જે જણાવી છે હનુમાન ચાલીસાની એના માટે તો હું ગીતાબેનને પ્રણામ કરીશ કે તમને આવા સંસ્કાર આપ્યા. ભુપેન્દ્ર ભાઈને પણ પ્રણામ કરીશ. હું તમને જણાવું સ્મિત કાલે મારી જ્યારે સોનલ બહેન સાથે વાત થઈ તો હું સરપ્રાઇઝ થયો. એટલી સ્વસ્થતા સાથે તેઓ વાત કરી રહ્યા હતા, એટલી હિંમત સાથે વાત કરી રહ્યા હતા. સાચે જ મેં કલ્પના નહોતી કરી કે સોનલબેન આવી પરિસ્થિતિમાં આટલી સ્વસ્થતાથી વાત કરી શકે છે. સ્મિત- થેક્યૂ સો મચ સર PM મોદી- હું સમજું છું તમે તમે એક પરિવારની દૃષ્ટિએ તમે સાચે જ આખા દેશનું નામ રોશન કર્યું છે. સ્મિત- સર હું જ્યારે રોજ સવારે પૂજા કરું છું. મારો બે વર્ષનો છોકરો મારા ખોળામાં બેસી છે હું તેને હનુમાન ચાલીસાનો પાઠ સંભળાવું છું. એટલે કેમ કે અમે દેશથી દૂર છીએ સંસ્કૃતિથી નહીં PM મોદી- સાચી વાત છે. સ્મિત- અહીં તો મને લાગતું જ નથી કે અમે દેશથી દૂર છીએ. અહીં મને ઘણાં પ્રેમથી લોકો રાખી રહ્યા છે. PM મોદી- તમને જાણ નહીં હોય લોકો સાવરકુંડલામાં, વઢવાણમાં બધે જ એક એવું ભાવુક વાતાવરણ બનાવી દીધું છે અને આખા હિન્દુસ્તાનમાં તો છે જ. કાલે બધા જ મંદિરોમાં પૂજા-પ્રાર્થના આરતી થઈ, બધા જ તીર્થ ક્ષેત્રોમાં આરતી થઈ. અને બધા જ તમારા દીર્ઘાયુ માટે અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે બધા જ પ્રાર્થના કરી રહ્યા છે. એટલે તમે જલદીથી સ્વસ્થ થવાના જ છો. ભારત તમારું સ્વાગત કરવા માટે ખૂબ જ ઉત્સુક છે. શરીરમાં જે પણ તકલીફ હું સમજી શકું છું. શરીરમાં ઘાવને સહન કરવાનું શીખી લીધું હશે. સ્મિત- ના સર, હું ઘાવ અંગે એટલું નથી વિચારતો કેમ કે તેનાથી મારી રિકવરી મોડી થશે. હું તો આને એક જર્ની જેમ વિચારું છું. આ ઘાવ તો સમય સાથે ઠીક થઈ જશે એના માટે હું કોન્ફિડન્ટ છું. અને હું એકદમ જ સ્વસ્થ થઈ જઈશ. PM મોદી- હું સાઉદી સરકારનો પણ અને મારી સરકારનો પણ હૃદયથી આભાર વ્યક્ત કરું છું કે તેમણે તમારું ઘણું ધ્યાન રાખ્યું. સ્મિત તમને જ્યારે પણ જરૂર લાગે હું એક કોલથી દૂર છું. હું જોઈ રહ્યો હતો કે લોકોએ સોશિયલ મીડિયા પર જે ભાવનાઓ વ્યક્ત કરી અને લોકોએ કહ્યું કે જો આવું ન થયું હોત તો હિન્દુસ્તાન ઉપર શું-શું વિતતું, ભારતના બધા પાઇલટ્સ પર શું વિતતું. ભારતના પાઇલટ્સને કયા પ્રકારે જોવામાં આવતા. તમે બધાને બચાવી લીધા. તમે ખૂબ જ મોટું કામ કર્યું. સ્મિત- થેક્યૂ સર PM મોદી- જ્યારે હું તમને મળીશ. અંદરની વાતો તો હું ત્યારે જ જાણીશ કેમ કે હું નથી ઇચ્છતો કે મોબાઈલ પર હું આવી વાતો કરું. તમે પણ સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ જાવ. આખો દેશ તમારી સાથે છે. થેક્યૂ સર PM મોદી- હું વધારે તમને પરેશાન નહીં કરું. મારી તરફથી ખૂબ જ શુભકામનાઓ. આજે ગાંધી જયંતી છે. અહિંસા શું હોય છે. તે તમે જીવીને બતાવી દીધું. થેક્યૂ સર PM મોદી- ચાલો જયશ્રી કૃષ્ણ. ચલો થોડું ગુજરાતીમાં પણ વાત કરી લઈએ સ્મિત- જય શ્રીકૃષ્ણ સર. PM મોદી- બોબી અને જેવા ગુજરાતી બોલે છે કે નથી બોલતા સ્મિત- બંને ગુજરાતી બોલે છે. તેમને પહેલાં ગુજરાતી શીખવાડ્યું પછી જ અંગ્રેજી શીખવાડ્યું. PM મોદી- અચ્છા, બાળકોને મળવાનું થઈ ગયું. બાળકોને મળવા માટે ડોક્ટરે હા પાડી સ્મિત- મારી મોટી દીકરી આવી હતી પણ એ આ બધું જોઈને ડરી ગઈ PM મોદી- અચ્છા...અચ્છા... સ્મિત- એ મારાથી વધારે ક્લોઝ છે. અને મારો નાનો છોકરો બે વર્ષનો છે તેને મંજૂરી નથી મળી PM મોદી- ના ના હમણાં તો સાચવવું જ જોઈએ. પણ સોનલબેન ખૂબ જ હિંમતવાળા કહેવાય સ્મિત- હા સર PM મોદી- કાલે એટલી સ્વસ્થતાથી મારી સાથે વાત કરી. નહીંતર મેં અનુભવ કર્યો છે કે આવી પરિસ્થિતિમાં તો કોઈ વાત જ ના કરે. અને ફરિયાદનું નામોનિશાન નહીં. ભુપેન્દ્રભાઈ અને ગીતાબેન સાથે મુંબઈ એરપોર્ટ પર કાલે વાત કરી મેં તોય ફરિયાદનું નામોનિશાન નહીં. બસ તેમની એક જ વાત હતી ભગવાન સારું કરશે. સ્મિત- બસ બસ સર PM મોદી- ચાલો, ખૂબ જ જલ્દી સાજા થઈ જાવ. ગોડ બ્લેસ યૂ લોહીલુહાણ હતા, છતાં હિંમત ન હારી આ હુમલામાં કેપ્ટન સ્મિત ગંભીર રીતે ઘાયલ થયા, પરંતુ તેમણે હિંમત ન હારી. લોહીલુહાણ હોવા છતાં... તેમણે કોકપિટનો દરવાજો ખોલવાનો રસ્તો શોધી કાઢ્યો, ત્યારબાદ આગળ બેઠેલા મુસાફરો અને ક્રૂના સભ્યો કોકપિટમાં પહોંચ્યા અને હુમલાખોર પાઇલટને કાબૂમાં લીધો. ફ્લાઇટમાં હાજર ફ્લાયદુબઈના બે ઑફ-ડ્યુટી પાઇલટ પણ કોકપિટમાં પહોંચ્યા અને વિમાનને સંભાળ્યું. ત્યારબાદ વિમાનને સાઉદી અરેબિયાના તરફ વાળવામાં આવ્યું અને સુરક્ષિત લેન્ડિંગ કરાવવામાં આવ્યું. પીએમ મોદીએ સ્મિતની માતાની પ્રશંસા કરી વડાપ્રધાને વાતચીત દરમિયાન કેપ્ટન સ્મિતની માતા ગીતા બેનનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે સ્મિતની માતાએ તેમને ભગવદ્‌ગીતાના મૂલ્યો અને ઉપદેશો સાથે ઉછેર્યા છે. સ્મિતે જણાવ્યું કે વડાપ્રધાનનો ફોન આવવાથી તેઓ ખૂબ ગર્વ અનુભવી રહ્યા છે. તેમણે કહ્યું કે તેમના માટે આ એવી ક્ષણ છે, જેની તેમણે ક્યારેય કલ્પના પણ કરી ન હતી. મુશ્કેલ સમયમાં હનુમાન ચાલીસાનો પાઠ કરે છે કેપ્ટન સ્મિતે વડાપ્રધાનને જણાવ્યું કે જ્યારે પણ તેઓ કોઈ મુશ્કેલ પરિસ્થિતિમાં હોય છે, ત્યારે હનુમાન ચાલીસાનો પાઠ કરે છે. તેમણે કહ્યું કે ફ્લાયદુબઈની ઉડાન દરમિયાન જ્યારે તેઓ મુશ્કેલ પરિસ્થિતિમાં હતા, ત્યારે પણ તેઓ હનુમાન ચાલીસાનો પાઠ કરી રહ્યા હતા. કેપ્ટન સ્મિતની બહાદુરી અને સૂઝબૂઝની ઘટના બાદ સમગ્ર વિશ્વમાં તેની ચર્ચા થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અગાઉ તેમના પરિવાર સાથે વાતચીત કરી ચૂક્યા છે અને તેમના સ્વાસ્થ્ય વિશે માહિતી મેળવી હતી. કેપ્ટન સ્મિતે અસાધારણ ધૈર્ય અને હિંમત દર્શાવી પીએમ મોદીએ કહ્યું, “ગઈકાલે બનેલી ઘટનામાં ભારતના કેપ્ટન સ્મિતે અસાધારણ ધૈર્ય, સૂઝબૂઝ અને હિંમતનું પ્રદર્શન કર્યું. જેમ કે આજે ઇઝરાયલના વડાપ્રધાને કહ્યું, એક ભારતીયે 9/11 જેવી દુર્ઘટનાને ટાળી દીધી. આપણા દેશના દરેક નાગરિક માટે સ્મિતની શૌર્યગાથા અત્યંત ગર્વનો વિષય છે.” કેપ્ટન સ્મિત સ્પાઇસજેટમાં 11 વર્ષ સુધી પાઇલટ રહી ચૂક્યા છે ફ્લાયદુબઈ પહેલાં સ્મિતે 11 વર્ષથી વધુ સમય સુધી સ્પાઇસજેટમાં કામ કર્યું હતું. અહીં તેમણે 9500 કલાકથી વધુ ઉડાન ભરી હતી. આમાંથી 6400 કલાકથી વધુ સમય તેમણે વિમાનના મુખ્ય પાઇલટ એટલે કે પાઇલટ-ઇન-કમાન્ડ તરીકે ફરજ બજાવી હતી. જૂન 2022માં તેમણે ફ્લાયદુબઈમાં જોડાયા હતા. તેમની લિંક્ડઇન પ્રોફાઇલ મુજબ, તેમને કમર્શિયલ વિમાન ઉડાવવાનો 13 વર્ષથી વધુનો અનુભવ છે. તેમણે બોઇંગ 737 વિમાનો પર આશરે 9750 કલાક ઉડાન ભરી છે. આ ઉપરાંત તેઓ પાઇલટ્સની તાલીમ, તેમની તપાસ અને કામ દરમિયાન તેમને માર્ગદર્શન આપવાનું કામ પણ કરતા હતા. પોડકાસ્ટમાં કેપ્ટને જણાવ્યું હતું- મેનેજમેન્ટનો અભ્યાસ કરતી વખતે પાઇલટ બનવાનો વિચાર આવ્યો ગત વર્ષે ઑક્ટોબરમાં કેપ્ટન સ્મિતે CS જલક મહેતા નામની યુટ્યુબ ચૅનલ સાથે પોડકાસ્ટ કર્યો હતો. આ દરમિયાન તેમણે કહ્યું, સ્કૂલિંગ પછી પરિવારનો વ્યવસાય સંભાળવા માટે મેં મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો. પરંતુ એ દરમિયાન હું એવિએશન સંબંધિત એક સેમિનારમાં ગયો, ત્યાં જ મેં પહેલી વાર પાઇલટ બનવાનો વિચાર કર્યો. 10 મુદ્દામાં જાણો વિમાનમાં શું-શું થયું નેતન્યાહૂએ કેપ્ટન, પાઇલટ અને ક્રૂ મેમ્બર્સની પ્રશંસા કરી ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ આ ઘટનાને અત્યંત ગંભીર સુરક્ષા ઘટના ગણાવી. તેમણે દાવો કર્યો કે કો-પાઇલટનો ઇરાદો વિમાનને નુકસાન પહોંચાડવાનો હતો. તેમણે જણાવ્યું કે સાઉદી અરેબિયાના અધિકારીઓ શંકાસ્પદ પાઇલટની પૂછપરછ કરી રહ્યા છે. નેતન્યાહૂએ વિમાનમાં સવાર લોકોના જીવ બચાવનાર કેપ્ટન, મુસાફરો અને ક્રૂ સભ્યોની પ્રશંસા કરતાં કહ્યું કે તેઓ આ હીરોને સલામ કરે છે. ઘટના બાદ નેતન્યાહૂએ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને મિલિટરી સેક્રેટરી સાથે ઇમરજન્સી બેઠક પણ યોજી.
    Click here to Read More
    Previous Article
    આ અઠવાડિયે સોનું ₹4000 સસ્તું, ₹1.48 લાખ પર આવ્યું:ચાંદીનો ભાવ ₹11500 ઘટીને ₹2.21 લાખ થયો; આ વર્ષે સોનું ₹14,939 મોંઘું થયું
    Next Article
    ભાગવતે કહ્યું-ધર્મ સંકટમાં આવ્યો તો દેશે નુકસાન ભોગવવું પડશે:ધર્મ અને રાષ્ટ્ર અલગ-અલગ નથી, બંને એકબીજા પર નિર્ભર

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment