Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગયા વર્ષ કરતા 10 ટકાનો વધારો થશે:MSU ટેકનોલોજી ફેકલ્ટીમાં કેમ્પસમાં પ્લેસમેન્ટમાં અધધ પેકેજ, કમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગમાં 13.4 લાખનું વાર્ષિક પેકેજ,112 કંપનીઓની પ્લેસમેન્ટ ઓફર

    8 hours ago

    એમ.એસ. યુનિવર્સિટીના ટેકનોલોજી ફેકલ્ટીના બી.ઈ. અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ માટે કેમ્પસ પ્લેસમેન્ટની પ્રક્રિયા ખુબજ સારી રીતે આગળ વધી રહી છે. શૈક્ષણિક વર્ષ 2025-26માં કુલ 558 વિદ્યાર્થીઓએ પ્લેસમેન્ટ માટે નોંધણી કરાવી હતી. તેમાંથી એપ્રિલ 2026 સુધીમાં 362 વિદ્યાર્થીઓએ પ્લેસમેન્ટ મેળવી લીધું છે. આ માટે કુલ 112 કંપનીઓએ આ વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ ઓફર આપી છે. સૌથી વધુ પેકેજ કમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગ શાખાના વિદ્યાર્થીને મળ્યું છે, જે 13.4 લાખ રૂપિયા વાર્ષિક છે. આ વર્ષે સરેરાશ પેકેજ 4.5લાખ રૂપિયા રહ્યું છે. શાખા વાર પ્લેસમેન્ટની વાત કરીએ તો મિકેનિકલ એન્જિનિયરિંગમાં સૌથી વધુ 106 વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ મળ્યું છે. ત્યારબાદ ઇલેક્ટ્રિકલ અને કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ શાખાઓના વિદ્યાર્થીઓને સારી સંખ્યામાં તકો મળી છે. યુનિવર્સિટીના અધિકારીઓએ જણાવ્યું છે કે પ્લેસમેન્ટ પ્રક્રિયા હજુ ચાલુ છે અને તે 80 ટકા સુધી પહોંચવાની અપેક્ષા છે. પડકારજનક નોકરી બજાર હોવા છતાં આ વર્ષે ગયા વર્ષ કરતાં લગભગ 10 ટકા વધુ પ્લેસમેન્ટ થવાની આશા છે.
    Click here to Read More
    Previous Article
    DDA adds 1,647 employees in largest-ever recruitment drive, expands staff by 55%
    Next Article
    1 Year After Operation Sindoor, Children In Uri Still Carry Scars Of Shelling

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment