Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉજ્જૈનમાં મસ્જિદનો એક ભાગ તોડવા મુદ્દે હોબાળો, પથ્થરમારો-લાઠીચાર્જ:મહિલા અધિકારી ઘાયલ, બજારો બંધ, શાળાઓમાં રજા; 10 સામે FIR, 5 લોકોની ધરપકડ

    6 days ago

    ઉજ્જૈનમાં શાહી મસ્જિદનો એક ભાગ તોડવામાં આવતા સોમવારે ભારે હોબાળો થયો હતો. સવારે પોલીસ પર પથ્થરમારો થયો હતો. જવાબમાં લાઠીચાર્જ કરવામાં આવ્યો અને ટિયર ગેસ છોડવામાં આવ્યો. ભીડને હટાવતી વખતે મહિલા પોલીસ સ્ટેશન પ્રભારી ઘાયલ થયાં. વિવાદ બાદ પોલીસ કાફલો તહેનાત કરી દેવામાં આવ્યો હતો, પરંતુ બપોર થતાં ફરી પથ્થરમારો થયો હતો. પોલીસે લાઠીચાર્જ કરીને ટિયર ગેસ છોડ્યા હતા. હોબાળા વચ્ચે કાર્યવાહી ચાલુ રહી હતી, પરંતુ બપોરે નમાજના સમયે તેને રોકી દેવામાં આવી હતી. ત્યારબાદ મામલો શાંત થઈ ગયો હતો. પોલીસે આ મામલે 10 લોકો વિરુદ્ધ FIR નોંધી છે. તેમાં 5 સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે. તેમના પર વાતાવરણ બગાડવાનો આરોપ છે. જોકે હજુ સુધી તેમની ધરપકડ અંગેની માહિતી મળી નથી. બહારથી આવેલા 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે. મસ્જિદનો આશરે 9 ફૂટ લાંબો અને 4 ફૂટ પહોળો ભાગ તોડવાનો છે. આ મામલે સોમવારે હાઈકોર્ટમાં સુનાવણી થવાની છે. ઉજ્જૈનની પળેપળની અપડેટ્સ માટે નીચે બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    UPI ચાર્જ પર રોક લગાવવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર:₹2000થી વધુની ચુકવણી પર 0.4% ચાર્જ લાગશે; સરકારને પૂછ્યું- નિયમનો આધાર જણાવો
    Next Article
    મહિપતસિંહના પુત્રએ માથામાં પાઇપ મારી, પત્ની પણ હુમલો કરવા પહોંચી:યુવતીને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલતા કૃષ્ણપાલસિંહ ભાન ભૂલ્યો; ખેડાના લવાલ ગામે મારામારી કેસમાં નવો વળાંક

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment