Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટના બાળ સંરક્ષણ ગૃહમાંથી 10 બાળકો ભાગી જતા દોડધામ:કલેકટર- DCP સહિતના અધિકારી ઘટનાસ્થળે પહોંચ્યા, ઓબ્ઝર્વેશન હોમની સુરક્ષાને લઈ સવાલો ઉઠ્યા

    1 week ago

    રાજકોટમાં આવેલા બાળ સંરક્ષણ ગૃહમાંથી એક જ રાતમાં 10 બાળકો ભાગી જતા દોડધામ મચી છે. ગતરાત્રિના સમયે બાળસંરક્ષણ ગૃહમાં રાખવામાં આવેલા બાળકો પૈકીના 11 બાળકો રાત્રિના સમયે નાસી છૂટ્યા હતા. જો કે, એક બાળક પરત આવી ગયું હતું. જ્યારે કલાકો વિતી ગયા બાદ પણ 10નો કોઈ પત્તો ન લાગતા રાજકોટના ઉચ્ચ અધિકારીઓમાં દોડધામ મચી છે. કલેકટર, ડીસીપી સહિતના અધિકારીઓ ઓબ્ઝર્વેશન હોમ પર પહોંચ્યા છે અને તપાસ હાથ ધરી છે. એક જ રાતમાં એક સાથે 11 બાળકો ઓબ્ઝર્વેશન હોમમાંથી નીકળી ગયા અને કોઈને જાણ પણ ન થતા સુરક્ષાને લઈ ગંભીર સવાલો ઉઠ્યા છે. રાત્રિના સમયે 11 બાળકો ભાગ્યા, 1 પરત આવી ગયો શહેરના ભક્તિનગર સ્ટેશન પ્લોટ પાસે આવેલી બાળ અદાલતમાં કાયદાના સંઘર્ષમાં આવેલા 11 બાળકો ગઈકાલે રાત્રે ભાગી જતા દોડધામ મચી ગઈ છે. જેમાંથી એક ગ્રુપના 6 બાળકો સાથે ભાગ્યા હતા. જેમાંથી એક બાળક પરત આવી ગયું હતું. જ્યારે બીજા ગ્રુપમાં ગયેલા અન્ય 5 બાળકો હજુ પરત આવ્યા નથી.પરત આવેલા બાળકે જણાવ્યું હતું કે, અમે 6 બાળકો બહાર ગયા હતા. જેમાંથી હું એક પરત આવ્યો છું. ઓબ્ઝર્વેશન હોમની સુરક્ષાને લઈ ગંભીર સવાલ ઉઠ્યા રાજકોટનું આ ઝોનલ ઓબ્ઝર્વેશન હોમ છે જ્યાં કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકોને રાખવામાં આવે છે. જોકે અહીં સુરક્ષામાં છીંડા જોવા મળ્યા છે. એક સાથે 11 બાળકો રાત્રે ભાગી ગયા છતાં કોઈને ખ્યાલ ન આવ્યો. જે બતાવે છે કે અહીં સુરક્ષામાં મોટી ચૂક સામે આવી છે.
    Click here to Read More
    Previous Article
    કોકરોચ પાર્ટીનું આજે બે શહેરોમાં પ્રદર્શન:હૈદરાબાદમાં વાંગચુક જોડાયા, દીપકે બેંગલુરુ પહોંચશે; શિક્ષણ મંત્રી પ્રધાનના રાજીનામાની માગ
    Next Article
    પ્રકાશ આંબેડકર જામનગર પહોંચ્યા:ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment