Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોનિયા ગાંધી વડાપ્રધાન કેમ ન બન્યા?:ઇટાલીના એક નાના શહેરથી ભારતના રાજકારણ સુધીની સફર, 10 નવેમ્બરે પ્રકાશિત થશે ‘Belonging: A Journey of Love’

    2 days ago

    કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીના સંસ્મરણો પર લખાયેલું પુસ્તક ‘Belonging: A Journey of Love’ 10 નવેમ્બરના રોજ પ્રકાશિત થશે. પ્રકાશક આલ્ફ્રેડ એ નોફે મંગળવારે જાહેરાત કરી. પુસ્તકમાં સોનિયા રાજકારણમાં પોતાની સફર અને 2004માં વડાપ્રધાન પદ સ્વીકાર ન કરવાના નિર્ણય સાથે જોડાયેલા અનુભવો જણાવશે. પુસ્તકમાં સોનિયાએ ઇટાલીમાં વિતાવેલા બાળપણથી લઈને કેમ્બ્રિજમાં રાજીવ ગાંધી સાથેની મુલાકાત સુધીનો ઉલ્લેખ કર્યો છે. તેમાં નેહરુ-ગાંધી પરિવારમાં લગ્ન અને પરિવારમાં થયેલી હત્યાઓ પછી બદલાયેલા જીવન વિશે લખ્યું છે. સોનિયાએ લખ્યું- આ પુસ્તક પરિવારની માનવતાને સમર્પિત સોનિયાએ કહ્યું કે તેમના પરિવાર વિશે ઘણું લખવામાં આવ્યું છે, પરંતુ તેમના ઇરાદાઓ, કામ અને માનવીય પાસાઓને તે રીતે સમજવામાં આવ્યા નથી. ઘણી રીતે આ પુસ્તક તેમની માનવતાને સમર્પિત છે. તેમના મતે, આ પુસ્તક તેમના જીવનની સાથે સાથે ભારતમાં લગભગ છ દાયકા દરમિયાન થયેલા સામાજિક અને રાજકીય પરિવર્તનોને જોવાનો એક અલગ દૃષ્ટિકોણ પણ આપે છે. જ્યારે મેં રાજકારણથી થોડું અંતર રાખીને પાછળ ફરીને મારા જીવનને જોયું, ત્યારે મને મારી કહાનીમાં પ્રેમ અને વફાદારીનો એક દોરો સ્પષ્ટ દેખાયો. આ દોરો ઇટાલીના એક નાના શહેરમાં વિતાવેલા સાધારણ બાળપણથી શરૂ થઈને ભારતમાં રાજીવ ગાંધીની પત્ની અને ઇન્દિરા ગાંધીની પુત્રવધૂ તરીકે વિતાવેલા જીવન સુધી જાય છે. કેમ્બ્રિજમાં અભ્યાસ દરમિયાન રાજીવ ગાંધી સાથે મુલાકાત થઈ હતી પતિની હત્યા પછી પણ રાજકારણથી દૂર જ રહ્યા 1991માં રાજીવ ગાંધીની હત્યા પછી પણ સોનિયા રાજકારણથી દૂર રહ્યાં. પી.વી. નરસિમ્હા રાવ વડાપ્રધાન બન્યા. 1996 સુધીમાં કોંગ્રેસ નબળી પડવા લાગી અને પાર્ટીમાં ઘણા જૂથો બની ગયા. 1997માં કોંગ્રેસને એકજૂટ કરવા માટે સોનિયાએ પાર્ટીનું પ્રાથમિક સભ્યપદ લીધું. 62 દિવસ પછી 1998માં તેઓ કોંગ્રેસ અધ્યક્ષ બન્યા. સોનિયા 2017 સુધી અધ્યક્ષ રહ્યાં, જે પાર્ટીના ઇતિહાસમાં સૌથી લાંબો કાર્યકાળ છે. 2004માં PM પદ ઠુકરાવ્યું હતું 2004માં કોંગ્રેસે 14 સહયોગી પક્ષો સાથે UPA બનાવ્યું. ચૂંટણી પછી લેફ્ટ સહિત અનેક પક્ષોના સમર્થનથી UPAને 335 સાંસદોનું સમર્થન મળ્યું. સહયોગીઓએ સોનિયા ગાંધીને વડાપ્રધાન બનાવવાનું સમર્થન કર્યું, પરંતુ તેમણે 18 મે 2004ના રોજ પદ ઠુકરાવી દીધું. આ પછી મનમોહન સિંહ વડાપ્રધાન બન્યા. જોકે, NDAએ સોનિયાના વિદેશી નાગરિક હોવાનો મુદ્દો ઉઠાવીને તેમના PM બનવાનો વિરોધ કર્યો. આ કારણે સોનિયાએ PM પદ ઠુકરાવી દીધું અને મનમોહન સિંહને PM બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો. મનમોહન સિંહ વડાપ્રધાન બન્યા. જોકે, એવું કહેવાય છે કે પડદા પાછળ રહીને સરકારની કમાન સોનિયાના હાથમાં જ હતી. સોનિયાની જગ્યાએ મનમોહન PM બનવા પર સંજય બારુ લખી ચૂક્યા છે પુસ્તક ડૉ. મનમોહન સિંહના મીડિયા એડવાઈઝર રહેલા સંજય બારુએ 'ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર' નામનું પુસ્તક લખ્યું હતું, બાદમાં તેના પર ફિલ્મ પણ બની હતી. તેમાં સોનિયા ગાંધીના વડાપ્રધાન બનવાથી પાછળ હટવા અને ડૉ. મનમોહન સિંહના વડાપ્રધાન બન્યા પછીનો ઘટનાક્રમ જણાવવામાં આવ્યો છે. -------------------------------- આ સમાચાર પણ વાંચો: રાહુલ-સોનિયા પર વંદે માતરમના અપમાનનો આરોપ, તપાસ શરૂ:FIRની માગ; રાહુલે વંદે માતરમ્ ગાવાની ના પાડ્યાનો દાવો દિલ્હી પોલીસે રાહુલ અને સોનિયા ગાંધી વિરુદ્ધ વંદે માતરમના અપમાન સંબંધિત કેસની તપાસ શરૂ કરી દીધી છે. ફરિયાદ 16 ઓગસ્ટે IP એસ્ટેટ પોલીસ સ્ટેશનમાં એક વકીલે કરી હતી. જેમાં બંને નેતાઓ વિરુદ્ધ FIR નોંધવાની માંગ કરવામાં આવી છે. ફરિયાદકર્તાનો આરોપ છે કે વંદે માતરમના શરૂઆતના ભાગ પછી સોનિયા ગાંધીએ કેટલાક ઇશારા કર્યા હતા, જેને ગીત ચાલુ રાખવા સામે વાંધા તરીકે જોવામાં આવ્યા હતા. ફરિયાદમાં એક વીડિયોનો પણ ઉલ્લેખ છે. જેમાં રાહુલ ગાંધીએ કથિત રીતે 'અમે વંદે માતરમ નહીં ગાઈએ' એમ કહ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. વાંચો સંપૂર્ણ સમાચાર…
    Click here to Read More
    Previous Article
    12 વર્ષમાં પહેલીવાર કોઈ ખેલાડીને ખેલ-રત્ન નહીં:17 ખેલાડીઓને અર્જુન એવોર્ડ; ફૂટબોલર અરુમાયનાયગમને લાઇફટાઇમ એચિવમેન્ટ પુરસ્કાર
    Next Article
    ખંભાત તાલુકો બન્યો ઘાતક, હવે 7 પશુઓના મોત, 15 ગંભીર:વૈણજ ભાઠા વિસ્તારમાં ચરતા પશુઓના ટપોટપ મોત, બે દિવસ પહેલા વટાદરા વત્રા સીમમાં 200 પક્ષીઓના મોત થયા હતા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment