Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં સાયબર ક્રાઇમના ગુનાઓ વધ્યા, શહેરીજનોના લાખો ઉપડી ગયા:10 લોકો છેતરાયા, મોબાઇલમાં APKની લિંક મોકલે ખોલવી નહીં ફોન હેક થઈ જશે

    11 hours ago

    અમદાવાદમાં દિન પ્રતિદિન સાયબર ક્રાઇમના ગુનાઓ વધી રહ્યા છે. નાગરિકોને અલગ અલગ બહાના હેઠળ લોકો સાથે છેતરપિંડી કરી લાખો રૂપિયા પડાવી લીધા છે. સરકારી અને ખાનગી બિલ કે પેમેન્ટ ભરવા અલગ અલગ પ્રકારે જાણ કરી લિંક મોકલી તેમજ પેમેન્ટ કરવાના નામે ફોન કરી પૈસા બેન્ક એકાઉન્ટમાંથી પૈસા પડાવી છેતરપિંડી કરી છે. અલગ અલગ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ મુજબ ગુના નોંધવામાં આવ્યા છે. બનાવ 1- હાંસોલના શખસના 44 હજાર ઉપડી ગયા હાંસોલમાં રહેતા અવિનાશ ડોસેજાને ટ્રાફિક ચલણ માટેની લિંકનો મેસેજ આવ્યો હતો. જે તેમણે ક્લિક કરી ખોલતા તરત જ જેના આધારે પરિવહન એપ્લિકેશન ડાઉનલોડ થઇ હતી. જે બાદ બેન્ક એકાઉન્ટમાંથી અલગ અલગ 9- 10 હજાર મળી કુલ 44,200 પૈસા ઉપડી ગયા હતાં. પૈસા બેન્કમાંથી ઉપડી જતાં આ મામલે તેઓએ સાયબર હેલ્પ લાઇનમાં ફરિયાદ નોંધાવતા એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં તેઓએ ફરિયાદ નોંધાવી છે. બનાવ 2- ખોખરામાં રહેતા પાટીદારના ખાતામાથી 98 હજાર ગયા ખોખરામાં રહેતા હસમુખભાઈ પટેલે સોશિયલ મીડિયા ફેસબુકમાં એક્સિસ બેન્કની પેન્શન લગતી જાહેરાત જોઈ તેમાં માહિતી ભરી હતી. બાદમાં એક apk લિંક આવી હતી, જેને ઓપન કર્યા બાદ તેના બેંકમાંથી બોલું છું કહી ફોન પર સિટીઝન પેન્શન કાર્ડ બનાવવા માટે ગૂગલ પેનો પિન નંબર માગ્યો હતો. જે નંબર આપ્યો હતો જે બાદ તેમના ખાતામાંથી 98,000 ઉપડી ગયા હતા. જેથી તેઓએ સાયબર ફ્રોડ થતા ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. બનાવ 3- ગોમતીપુરના કબીર પાસેથી 53 હજાર પડાવ્યા ગોમતીપુરમાં રહેતા કબીર અન્સારી ઉત્તર પ્રદેશ તેમના વતનમાં ગયા હતા, ત્યારે ATMમાં પૈસા લેવા ગયા હતા ત્યારે પૈસા ઉપાડતા નહોતા જેથી તેમણે બેંકનો સંપર્ક કરીને ઉત્તર પ્રદેશ ખાતે જ બેંકમાં ફોર્મ ભરી દીધું હતું. એ બાદ તેના મોબાઈલ નંબર ઉપર બેન્ક ઓફ ઇન્ડિયાના કર્મચારી તરીકે પ્રત્યે ફોન કરીને પૈસા પાછા મેળવવા માટે લિંક મોકલી હતી. તે લિંક ઓપન કરતા એપ્લિકેશન ડાઉનલોડ ત્યારબાદ તેમાં બધી માહિતી ભરવામાં આવી હતી. તેઓએ મોબાઇલની તમામ માહિતી ભરી દીધી હતી. થોડા સમય પછીના ખાતામાંથી 53 હજાર રૂપિયા ઉપડી ગયા હતા. જેથી આ સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. બનાવ 4-વસ્ત્રાપુરની યુવતીના ખાતામાથી 75 હજાર ઉપડી ગયા મૂળ મહેસાણાના કડા ગામની રહેવાસી અને વસ્ત્રાપુરમાં રહેતી દર્શિકા મકવાણા નામની યુવતીએ ઓનલાઇન એપ્લિકેશન મારફતે વસ્તુ મંગાવી હતી જેનું રિફંડ મેળવવા માટે ગુગલ ઉપર બ્લીન્કીટ હેલ્પલાઇન સર્ચ કરી હતી. જમા આપેલા નંબર ઉપર તેણે ફોન ઉપર વાત કરી અને કસ્ટમર કેરમાંથી બોલતા હોવાનું કહેતા તેનો મોબાઇલ નંબર આપ્યો હતો અને સામેવાળી વ્યક્તિ તેને વોટ્સએપ ઉપર એક એપીકે ફાઈલ મોકલી હતી. જે ફાઈલ ખોલતાની સાથે જ તેનો ફોન હેક થઈ ગયો હતો અને બેન્ક એકાઉન્ટમાંથી 75 હજાર ઉપડી ગયા હતા. જેથી તેઓએ સાઇબર હેલ્પલાઇનમાં અરજી કરી હતી ત્યારબાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી છે. બનાવ 5- જશોદાનગરમાં 50 હાજરની છેતરપિડી જશોદાનગરમાં રહેતા રાજકુમાર કુશવાહ ફ્રેબીકેશનનું કામ કરે છે. ગત 11 ઓગસ્ટે તે ઘરે હતા ત્યારે અજાણ્યા નંબર પરથી તેમને કોલ આવ્યો હતો. ફોન કરનારે તમને આવાસ યોજના હેઠળ મકાન મળ્યું છે તે લેવા માગો છો તેમ પૂછતાં રાજકુમારે હા પાડતા ફોર્મ ભરવાનું કહ્યું હતું અને 50 હજાર ભરવા અને તેની રસીદ આપવા આવીને મળી જઈશ તેમ જણાવ્યું હતું. જેથી રાજકુમારે વિશ્વાસમાં આવીને 50 હાજર ટ્રાન્સફર કરી દીધા હતા. બાદમાં ગઠિયાએ ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. કંટાળીને રાજકુમારે ગઠિયા સામે વટવા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. બનાવ 6- સરસપુરમાં ગઠિયાએ ફોન હેક કરીને ઠગાઈ આચરી સરસપુરમાં રહેતા ચિરાગભાઈ પરમાર કંપની ધરાવી ધંધો કરે છે. ગત 25મેએ તેમની પત્ની મોબાઈલમાં ગીતો સાંભળતા હતા ત્યારે મોબાઈલમાં સોફ્ટવેર અપડેટ થવા લાગ્યું હતું. જે બાદ તેમાં જરૂરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી હતી. બીજા દિવસે ચિરાગભાઈને રૂપિયાની જરૂર પડતા પત્નીના એકાઉન્ટમાંથી તેમના એકાઉન્ટમાં રૂ. 40 હજાર ટ્રાન્સફર થયા ન હતા. જેથી બેલેન્સ ચેક કરતા રૂ. 40 હજાર ઓછા હતા અને લવપ્રિતસિંઘના એકાઉન્ટમાં જમા થયા હતા. જેથી ગઠિયાએ ફોન હેક કરીને ઠગાઈ આચરી હોવાનું સામે આવ્યું હતું. આ અંગે ચિરાગભાઈએ અજાણ્યા ગઠિયા સામે શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે. બનાવ 7- સેટેલાઈના વૃદ્ધ સાથે છેતરપિંડી સેટેલાઇટમાં 71 વર્ષીય સુરેશ ખટવાણી નિવૃત જીવન જીવે છે. ગત 14 ડિસેમ્બરે તે રાણીપ ખાતે સત્સંગમાં ગયા હતા. બાદમાં ઘરે આવીને ફોનમાં જોતા રૂપિયા એકાઉન્ટમાંથી કપાયાના મેસેજ આવેલ હતા. બાદમાં ચેક કરતા કુલ રૂ. 4.71 લાખ ઉપડી ગયા હતા. જેથી ઠગાઈની જાણ થઈ હતી. આ અંગે વૃદ્ધએ અજાણ્યા ગઠિયા સામે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે. બનાવ 8- થલતેજની મહિલા સાથે ઠગાઈ થલતેજમાં 36 વર્ષીય ચાંદનીબેન પટેલ પરિવાર સાથે રહે છે. તેમના પિતા હેબતપુર ગામ પાસે ક્રિકેટ ગ્રાઉન્ડ રમવા ભાડે આપે છે. ગત 11 જુલાઈએ ચાંદનીબેન પર અજાણ્યા ગઠિયાનો ફોન આવ્યો હતો અને પોતે રાજેશ શર્મા બોલતો હોવાનું જણાવી મારે તમારા પિતાને ક્રિકેટ ગ્રાઉન્ડનું રૂ. 10 હજાર ભાડું આપવાનું છે. એમના ફોનમાં ટ્રાન્સફર થતા નથી એટલે તમને કર્યા છે. જેથી ચાંદનીબેને આવી ગયા હશે કહીને ફોન મૂકી દીધો હતો. બાદમાં ગઠિયાએ ફરીથી કોલ કરીને મારો ભાઈ હોસ્પિટલમાં તેને પેમેન્ટ પહોચાડવાનું છે તેને સીધું થતું નથી જેથી હું તમને ટ્રાન્સફર કરું છું તમે હું નંબર આપું એની પર ટ્રાન્સફર કરી દો અને રૂપિયા ટ્રાન્સફર કર્યાનો મેસેજ પણ મોકલ્યો હતો. જેથી ચાંદનીબેનને દયા આવી જતા કુલ રૂ. 55 હજાર ટ્રાન્સફર કર્યા હતા. જે બાદ થયા ન હતા. જે બાદ ગઠિયાએ ફોન મૂકી દીધો હતો. આટલું જ નહીં ચાંદનીબેને પિતાને પૂછતાં આવા કોઈને નંબર આપ્યો ન હોવાનું સામે આવ્યું હતું. જેથી બેલેન્સ ચેક કરતા રૂપિયા જમાં થયા ન હતા જેથી ઠગાઈનું જાણ થઈ હતી. આ અંગે ચાંદનીબેને અજાણ્યા ગઠિયા સામે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. બનાવ 9- નરોડાના શખસ રોકાણની રીલ જોઈ ને ફસાયા નરોડામાં રહેતા 61 વર્ષીય હર્ષદકુમાર પટેલ બાપુનગરમાં મેડિકલ સ્ટોર્સ ચલાવે છે. ગત મેં મહિનામાં તેઓ ફેસબુકમાં રીલ જોતા હતા તે દરમ્યાન રોકાણ કરવાની રીલ જોઈ હતી. તે લાઈક કરતા અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને જણાવ્યું કે તમારે ઇન્વેસ્ટ કરવું છે જેથી હર્ષદકુમારે હા પાડી હતી. જે બાદ ગઠિયાએ ઝૂમ લિંક મોકલીને એડ કર્યા હતા. બાદમાં અલગ અલગ લિંક મોકલીને usd ડોલરમાં રોકાણ કરવાથી વધુ નફો થશે તેવી લાલચ આપી હતી. જે બાદ અલગ અલગ લાલચ આપીને રૂ. 19.64 લાખ પડાવ્યા હતા. જે બાદ રૂપિયા ઉપાડવા જતા વધુ રૂપિયા ભરવા પડશે તેમ કહેતા ઠગાઈની જાણ થઈ હતી. આ અંગે હર્ષદકુમારે ગઠિયા સામે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. બનાવ 10- વેપારીના ગઠિયાએ રૂ.1.63 લાખ ઉપાડી લીધા આંબાવાડીમાં રહેતા મયુરભાઈ શાહ પેઢી ધરાવી કેમિકલનો ધંધો કરે છે. ગત 22 ઓગસ્ટે તેમને અજાણ્યા નંબર પરથી અદાણી ગેસના નામે મેસેજ આવ્યો હતો. જેમાં ગયા મહિનાનું બિલ અપડેટ ન કર્યું હોવાથી ગેસ સર્વિસ બંધ કરવાનું કહ્યું હતું. જે બાદ ગઠિયાએ અપડેટ કરવા માટે લિંક મોકલી હતી. બાદમાં 10 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરાવ્યું હતું. બાદમાં ડેબિટકાર્ડની વિગતો માંગતા આપી હતી. જેથી ગઠિયાએ રૂ.1.63 લાખ ઉપાડી લીધા હતા. જેથી ઠગાઈની જાણ થઈ હતી. આ અંગે મયુરભાઈએ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    પાટણ ભાજપ પૂર્વ પ્રમુખની ઓફિસે 'મન કી બાત':વડાપ્રધાન મોદીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ યોજાયું
    Next Article
    Priyanka Chopra's Daughter Malti Celebrates Raksha Bandhan With Cousin Neer, See Pic

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment