Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટની મારવાડી યુનિવર્સિટીની વિદ્યાર્થિનીનો આપઘાત:ગર્લ્સ હોસ્ટેલના 10માં માળેથી ઝંપલાવ્યું, આંધ્રપ્રદેશની યુવતી કોમ્પ્યુટર એન્જિ.માં AI બેઝ અભ્યાસ કરતી'તી

    9 hours ago

    રાજકોટના મોરબી રોડ પર મારવાડી યુનિવર્સિર્ટીની ગર્લ્સ હોસ્ટેલના એ વિંગના 10માં માળેથી ઝંપલાવી વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. મૂળ આંધ્રપ્રદેશની 19 વર્ષીય અલ્લા વ્યંકટેશ સૌબર્નિકાએ સવારે 10 વાગ્યે આ પગલું ભર્યું હતું. મૃતક યુવતી કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં AI બેઝ અભ્યાસ કરતી હતી. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ હોસ્ટેલમાં સુસાઇડ કર્યું હતું. 3 તસવીરમાં ઘટના સમજો ‘બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી’ મારવાડી યુનિવર્સિટીના ડેપ્યુટી રજિસ્ટ્રાર વર્ગીશ નીધીશે જણાવ્યું હતું કે, બનાવની જાણ થતા 108 બોલાવી તેને હોસ્પિટલ ખસેડાઈ હતી, જ્યાં તબીબે તપાસી મૃત જાહેર કરી હતી. સૌબર્નિકા અમારી યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર એન્જિનીયરમાં AI બેઝ અભ્યાસ કરતી હતી. તે બીજા વર્ષમાં અભ્યાસ કરી રહી હતી. આપઘાત ક્યાં કારણોસર કર્યો તે અંગે કોઈ માહિતી નથી. ગયા વર્ષે પણ મારવાડી યુનિ.ની હોસ્ટેલમાં કોમ્પ્યુટર એન્જિ.ના વિદ્યાર્થીએ આપઘાત કર્યો હતો 15 જાન્યુઆરી, 2025એ રાજકોટની મારવાડી યુનિવર્સિટીના હોસ્ટેલના રૂમ નં. ડી-104માં બપોરના 4 વાગ્યાની આસપાસ વિદ્યાર્થીએ પંખાના હૂકમાં ચાદર વડે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બપોરે અન્ય છાત્રોએ રૂમમાં જવા માટે દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો પણ રૂમ અંદરથી બંધ હોય જેથી દરવાજો ન ખુલતા જોર જોરથી ખખડાવ્યો છતાં કોઈ દરવાજો ન ખોલતાં છાત્રોએ બારીમાંથી જોયું તો યુવક લટકેલી હાલતમાં જોવા મળ્યો હતો. આપઘાત કરનાર વિદ્યાર્થીનું નામ 19 વર્ષીય શા રેડ્ડી સાઇરામ રેડ્ડી હોવાનું અને તે તેલંગણાનો વતની હોવાનું જાણવા મળ્યું હતું. તે મારવાડી કોલેજમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદના હાર્દ દાવડાએ KVS નેશનલ યોગાસન ચેમ્પિયનશિપમાં જીત્યા 2 મેડલ:તેલંગાણામાં યોજાયેલી સ્પર્ધામાં ગોલ્ડ અને સિલ્વર જીતી ઇતિહાસ રચ્યો; લોહાણા સમાજે વધાવ્યો
    Next Article
    Asian Games 2026 Opening Ceremony LIVE: India's Flagbearer Changed; USD 50 Million Opening Ceremony Begins

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment