Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    10 ગુંઠા જમીનનું પણ ખરીદ-વેચાણ થઈ શકશે:વિવાદ ન હોય તો જમીન-મકાનની એ જ દિવસે વેચાણની 'પાકી એન્ટ્રી' થશે, રાજ્ય સરકારે કરેલા મહેસૂલી સુધારાઓનું A TO Z

    12 hours ago

    રાજ્ય સરકારે ટુકડાધારા કાયદામાં પણ ઐતિહાસિક સુધારા માટે વટહુકમ બહાર પાડ્યો છે, જેમાં રાજ્યપાલની મંજૂરી મળી ગઈ છે અને રાષ્ટ્રપતિની મંજૂરી બાદ અમલમાં આવશે. 1948થી લાગુ પડેલા ટુકડાધારા કાયદામાં પ્રથમ વખત મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. જેમાં હવે ઓછામાં ઓછી 10 ગુંઠા જમીનનું ખરીદ-વેચાણ થઈ શકશે. જે પહેલાં 20 ગુઠાએ થતું હતું. રાજ્ય સરકારે ગ્રામ્ય વિસ્તારોમાં જમીનનું લઘુતમ ક્ષેત્રફળ નક્કી કર્યું છે. ગુંઠા જમીન એટલે 1,089 સ્કે. ફૂટ થાય, તેથી 10 ગુંઠા જમીન હોય તો 10,890 સ્કે. ફૂટ થાય. જ્યારે 135-ડીની નોટિસના સમયમાં ફેરફાર કરાયો છે, જે પહેલાં 30 દિવસનો પિરિયડ હતો, જેને હવે ઘટાડીને 7 દિવસ કરવામાં આવ્યો છે. વિવાદ ન હોય તો જમીન-મકાનની એ જ દિવસે વેચાણની 'પાકી એન્ટ્રી' થશે. ‘ટુકડા ધારા-1947’માં ધરખમ સુધારા રાજ્ય સરકારે આઝાદી પછી પ્રથમવાર 75 વર્ષ જૂના ‘ટુકડા ધારા-1947’માં ધરખમ સુધારા કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. રાજ્યપાલની મંજૂરી મળ્યા બાદ હવે રાષ્ટ્રપતિની મંજૂરી મળતા જ રાજ્યમાં નવા સુધારાઓ લાગુ પડશે. 75 વર્ષ જૂના 'ટુકડા ધારા-1947'માં ધરખમ ફેરફારો શું નિર્ણય લેવાયો છે? નવો સુધારો શું કરાયો? શા માટે નિર્ણય લેવાયો છે? કંઈ સમસ્યાનું સમાધાન થશે? આ નિર્ણયથી કોને રાહત મળશે? કોને આ નિર્ણય લાગુ પડશે? લોકોને કેવી રીતે ફાયદો થશે? ‘સુધારાથી હજારો ‘બોનાફાઇડ’ ખરીદદારોના જમીન ટાઇટલ ક્લિયર થશે’ વાઘાણીએ કહ્યું હતું કે, પરંતુ હવે આ તમામ વ્યવહારો આપોઆપ વિનિયમિત થઈ જશે અને કાયદેસર ગણાશે. અત્યાર સુધી જંત્રીના 10 ટકા પેનલ્ટી ભર્યા પછી પણ વ્યવહાર કાયદેસર થતા ન હતા અને ‘ફોક’ ગણાતા હતા, પરંતુ હવે આ ક્રાંતિકારી સુધારાથી હજારો ‘બોનાફાઇડ’ ખરીદદારોના જમીન ટાઇટલ ક્લિયર થશે અને રેવન્યુ કોર્ટમાં ચાલતા વર્ષો જૂના કેસોનો કાયમી નિકાલ આવશે. ‘હવેથી 10 ગુંઠાથી ઓછો ટુકડો પાડી શકાશે નહીં’ વાઘાણીએ કહ્યું હતું કે, અગાઉ રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં પિયત, બિનપિયત, બાગાયત અને જીરાયત જમીન માટે ટુકડાના માપદંડો અલગ-અલગ હોવાથી સામાન્ય ખેડૂત મૂંઝવણમાં રહેતો હતો. હવે આ જટિલતા દૂર કરી સમગ્ર ગુજરાતના ગ્રામીણ વિસ્તારો માટે લઘુત્તમ ક્ષેત્રફળ 10 ગુંઠા નક્કી કરવામાં આવ્યું છે. ખેતીની ગુણવત્તા જાળવી રાખવાના ઉદ્દેશ્ય સાથે નિર્ણય લેવાયો છે કે, હવેથી 10 ગુંઠાથી ઓછો ટુકડો પાડી શકાશે નહીં, જે ખેતીની વાયબિલિટી વધારશે. વાઘાણીએ ઉમેર્યું હતું કે, સેટલમેન્ટ કમિશનર બીજલ શાહના અધ્યક્ષપદે રચાયેલી કમિટીના ઊંડાણપૂર્વકના અભ્યાસ બાદ આ ભલામણો સ્વીકારવામાં આવી છે. આ નિર્ણયથી ખેડૂતોની આર્થિક ઉન્નતિ થશે અને જમીન સંબંધી વિવાદોમાં જે નાણાં અને સમયનો વ્યય થતો હતો, તેનો કાયમી અંત આવશે. 135-Dની 30 દિવસની નોટિસમાંથી મુક્તિ આપવાનો નિર્ણય વાઘાણીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી જમીન કે મિલકતના વેચાણ વ્યવહારોમાં 30 દિવસની ફરજિયાત નોટિસના કારણે સામાન્ય જનતાએ લાંબી રાહ જોવી પડતી હતી. આ સમયગાળાનો ખોટી રીતે ગેરલાભ લેનાર કેટલાક તત્વો ખોટા વાંધા-વચકા ઉઠાવીને વેચનાર કે ખરીદનાર પાસેથી નાણાં પડાવવાનું (બ્લેકમેલિંગ) કામ કરતા હતા. મુખ્યમંત્રીએ આ જટિલતાને સમજીને ખેડૂતો અને મધ્યમ વર્ગના હિતમાં 135-Dની 30 દિવસની નોટિસની અનિવાર્યતામાંથી મુક્તિ આપવાનો સાહસિક નિર્ણય લીધો છે. જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, આ ઉપરાંત સક્ષમ અદાલત કે ટ્રિબ્યુનલ દ્વારા આપવામાં આવેલા હુકમોની નોંધ વખતે પણ હવે 135-Dની નોટિસ બજવવાની રહેશે નહીં, તેની સીધી જ અમલવારી કરવામાં આવશે. જમીન મહેસૂલ અધિનિયમ-1879ની કલમ 135-Dમા મોટા સુધારા નવો સુધારો શું કરાયો? શું નિર્ણય લેવાયો છે? શા માટે નિર્ણય લેવાયો છે? કંઈ સમસ્યાનું સમાધાન થશે? આ નિર્ણયથી કોને રાહત મળશે? કોને આ નિર્ણય લાગુ પડશે? લોકોને કેવી રીતે ફાયદો થશે? જમીન, દુકાન, ફ્લેટ અને રહેણાંકના મકાનો લેતો લોકોને ફાયદો થશે વાઘાણીએ જણાવ્યું હતું કે, આ સુધારો માત્ર ખેતીની જમીન માટે જ નહીં, પરંતુ દુકાન, ફ્લેટ અને રહેણાંકના મકાનો લેતી સામાન્ય જનતા માટે પણ આશીર્વાદરૂપ છે. સીધી લીટીના વારસદારોના વ્યવહારોમાં પણ હવે સરળતા રહેશે. રેવન્યુ કોર્ટમાં મામલતદારથી લઈને SSRD સુધી ચાલતા કેસો, જે માત્ર 135-Dના વાંધાને લીધે વિલંબમાં હતા, તેનો ઝડપથી નિકાલ આવશે. રાજ્યના લાખો નાગરિકોને ફાયદો થશે ભવિષ્યમાં તકરારી કેસો ખૂબ ઘટશે અને સૌથી મહત્વપૂર્ણ મિલકતના ભાવ વધતા કેટલાક લોકો જૂના બાનાખત-કાચી ચિઠ્ઠીના આધારે ખોટા વાંધા ઉઠાવીને રકમ પડાવતા હતા, તે બ્લેકમેલિંગ પણ હવે બંધ થશે. પરિણામે ખરીદનાર અને વેચનાર હવે કોઈપણ ડર વગર નિર્ભય થઈને વ્યવહાર કરી શકશે. જેનો સીધો લાભ રાજ્યના લાખો નાગરિકોને મળશે. રાજ્યપાલની મંજૂરી બાદ વહીવટી પ્રક્રિયા બાદ અમલમાં આવશે સરકારે સ્પષ્ટ કર્યું છે કે, આ બંને વટહુકમ ટુકડાધારા અને 135-ડીને રાજ્યપાલની મંજૂરી બાદ વહીવટી પ્રક્રિયા પૂર્ણ થતાં જ અમલમાં આવશે. આ નિર્ણયો રાજ્યના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને નવી દિશા આપશે અને સાથે જ ખેડૂતો, જમીન માલિકો અને સામાન્ય નાગરિકોને મોટી રાહત મળશે. 135(ડી)ની નોટિસ શું છે? હકીકતમાં કોઇપણ મિલકતની ગામ નમૂના નં.6માં નોંધ પાડવી હોય તો જ 135(ડી)ની નોટિસ આપવાની હોય છે. પરંતુ 135(ડી)ની નોટિસ ખેતીની જમીનમાં આપવાની હોય છે જ્યારે બિનખેતી મિલકત હોય તો ગામ નમૂના નં.2માં નોંધ પાડવાની હોય છે. જેથી મિલકતનો મહેસૂલ વેરો કોની પાસેથી વસૂલવાનો છે તે તંત્રને ખબર પડી શકે. રસ્તાના સમારકામ અને રિસર્ફેસિંગ માટે માટે ₹3440 કરોડનો નિર્ણય જીતુ વાઘાણીએ મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે, રાજ્યના સર્વાંગી વિકાસ માટે માળખાકીય સુવિધાઓ અત્યંત મહત્વની છે અને ખાસ કરીને ગામડાથી શહેર સુધી જોડતા રસ્તાઓને વધુ મજબૂત અને ગુણવત્તાયુક્ત બનાવવા માટે સરકારે ઐતિહાસિક નિર્ણય લીધો છે. રાજ્યમાં અંદાજે ₹3440 કરોડના ખર્ચે લગભગ 5700 કિમી રસ્તાઓના સમારકામ અને રિસર્ફેસિંગ માટે એકસાથે 2342 કામોને મંજૂરી આપવામાં આવી છે, જે 33 જિલ્લાઓમાં અમલમાં આવશે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં પડતી અગવડતાઓ દૂર કરવા માટે આ નિર્ણય મહત્વપૂર્ણ સાબિત થશે. અત્યાર સુધી રિસર્ફેસિંગ માટે ચોક્કસ ધોરણ ન હોવાથી રજૂઆતોના આધારે કામ થતું હતું, પરંતુ હવે સુવ્યવસ્થિત પદ્ધતિ અપનાવવામાં આવી રહી છે. 10 વર્ષ સુધી રસ્તા સંબંધિત સમસ્યાઓમાં નોંધપાત્ર ઘટાડાની આશા જીતુ વાઘાણીએ વધુમાં કહ્યું હતું કે, આથી રસ્તાની ગુણવત્તા જળવાશે, મુસાફરો વધુ સુરક્ષિત બનશે અને લાંબા ગાળે ખર્ચમાં ઘટાડો થશે. ડામર સપાટી, સાઈડ સોલ્ડરિંગ, માર્કિંગ, સાઇનબોર્ડ, રોડ ફર્નિચર સહિત તમામ બાબતોને એક જ કોન્ટ્રાક્ટમાં સામેલ કરવામાં આવશે. અગાઉ 4 વર્ષની મર્યાદા હતી, હવે તેને વધારીને 7 વર્ષ કરવામાં આવી છે, જેનાથી આગામી 7થી 10 વર્ષ સુધી રસ્તા સંબંધિત સમસ્યાઓમાં નોંધપાત્ર ઘટાડો થવાની આશા છે.
    Click here to Read More
    Previous Article
    એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:કામનો હિસાબ માગતા BJPની પૂર્વ મહિલા કોર્પોરેટરે મારમારી કરી, પોલીસ-પડોશીના ત્રાસથી ભાઈ-બહેને ઝેર પીધું
    Next Article
    ईरान पर हमला रुकेगा? ट्रंप के राष्ट्र के नाम संबोधन को लेकर अटकलें, मार्केट में उछाल

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment