Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધો-10નું 83.86% પરિણામ:દીકરીઓએ બાજી મારી; વોટ્સએપ નંબર-વેબસાઇટ પર 4 સ્ટેપ્સ ફોલો કરી માર્કશીટ મેળવો

    1 week ago

    ગત 4મેના રોજ ધો.12 સાયન્સ અને સા.પ્રવાહનું પરિણામ જાહેર થયા બાદ આજે SSCનું 83.86% પરિણામ જાહેર થયું છે. ધોરણ 10નું 83.86 ટકા પરિણામ જાહેર થયું છે. ગત વર્ષેના 82.56 ટકા કરતા આ વખતે 1.30 ટકા પરિણામ ઊંચું આવ્યું છે. સૌથી વધુ પરિણામ ગાંધીનગરના અજોલ કેન્દ્રનું 100 ટકા આવ્યું છે. સૌથી ઓછું પરિણામ દાહોદના મૂનખોસલા કેન્દ્રનું 33.74 ટકા આવ્યું છે. સૌથી વધુ પરિણામ નર્મદા જિલ્લાનું 90.85 ટકા અને સૌથી ઓછું પંચમહાલ જિલ્લાનું 76.42 ટકા પરિણામ આવ્યું છે. 1697 શાળાનું 100 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે 39 શાળાઓનું 0 ટકા પરિણામ આવ્યું છે. 35,508 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. ગત વર્ષ કરતા 7453 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ વધુ મળ્યો છે. દીકરીઓનું પરિણામ 88.28 ટકા જ્યારે દીકરાઓનું 80.12 ટકા પરિણામ જાહેર થયું છે. દીકરીઓનું પરિણામ દીકરાઓ કરતાં 8.16 ટકા વધુ આવ્યું છે. વર્ષ 2026માં 9 લાખ 7 હજાર વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. વોટ્સએપથી પોતાની માર્કશીટ મેળવી શકાશે વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ બોર્ડની સત્તાવાર વેબસાઇટ www.gseb.org પર જોઈ શકશે. ઉપરાંત, આધુનિક સુવિધા હેઠળ વિદ્યાર્થીઓ વોટ્સએપ દ્વારા પણ પોતાની માર્કશીટ મેળવી શકશે. તે માટે 6357300971 નંબર પર પોતાના બેઠક ક્રમાંક મોકલવાથી પરિણામની નકલ પ્રાપ્ત થશે. ડિપ્લોમા પ્રથમ વર્ષ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાશે, 8મીથી રજિસ્ટ્રેશન શરૂ એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સીસના ડિપ્લોમા એન્જિનિયરિંગમાં પ્રવેશ ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે વર્ષ 2026-27 માટે પ્રવેશ પ્રક્રિયાની જાહેરાત કરવામાં આવી છે. એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સિસ દ્વારા ધોરણ 10 પછી ડિપ્લોમાના પ્રથમ વર્ષમાં પ્રવેશ માટેની જાહેરાત કરવામાં આવી છે. પ્રથમ વર્ષમાં પ્રવેશ માટે આગામી 8 તારીખથી 19 જૂન સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. જો કે પૂરક પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે 21થી 26 જુલાઈ સુધી ફરીથી ઑનલાઇન રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. વિદ્યાર્થીઓ https;//acpdc.gujarat.gov.in/ના માધ્યમથી વિદ્યાર્થીઓ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકશે. ઑનલાઇન રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 29 જૂનના પ્રિવિઝનલ મેરિટ લિસ્ટની જાહેરાત કરવામાં આવશે. જે બાદ 29 જૂનથી 2 જુલાઈ સુધી મોકરાઉન્ડ માટે ચોઇસ ફિલિંગ કરવામાં આવશે. ધોરણ 10-12માં કૂલ 15.27 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી-માર્ચમાં ધો.10 અને 12ની પરીક્ષા લેવામાં આવી હતી. ધોરણ 10 અને 12માં કુલ 15.27 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. જેમાં ધો.10ના 9.07 લાખ અને ધો.12 સાયન્સના 1.19 લાખ, ધો.12 સામાન્ય પ્રવાહના 5.01 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
    Click here to Read More
    Previous Article
    અઠવાડિયમાં વીવો-વનપ્લસ સહિત 4 મોબાઇલ લોન્ચ થશે:200 મેગાપિક્સલ કેમેરા સાથે AI ફીચર્સ, 6.3 ઇંચની સ્ક્રીન; જાણો કિંમત
    Next Article
    Raja Shivaji Box Office Collection Day 5 Live Updates: Riteish Deshmukh’s film becomes 4th highest-grossing Marathi film of all time, crosses Rs 50 Cr mark in India

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment