Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાબરકાંઠા જિલ્લાનું ધોરણ 10નું 82.91 ટકા પરિણામ:878 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ, 15981 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ, ગત વર્ષની તુલનાએ પરિણામમાં 4.32 ટકાનો સુધારો

    10 hours ago

    ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે સવારે 8 કલાકે ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સાબરકાંઠા જિલ્લાએ આ વર્ષે શાનદાર પ્રદર્શન કરતા 82.91 ટકા પરિણામ મેળવ્યું છે, જે ગત વર્ષના 78.59 ટકાની સરખામણીએ 4.32 ટકા વધુ છે. જિલ્લામાં કુલ 15,981 વિદ્યાર્થીઓ સફળતાપૂર્વક ઉત્તીર્ણ થયા છે. પરીક્ષાના આંકડા અને ગ્રેડ સાબરકાંઠા જિલ્લાના 8 તાલુકાઓમાં નિર્ધારિત 42 કેન્દ્રો પર પરીક્ષા યોજાઈ હતી. આ પરીક્ષા માટે કુલ 19,875 વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી, જેમાંથી 19,276 વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા હતા. ઉત્તીર્ણ થયેલા 15,981 વિદ્યાર્થીઓ પૈકી 3,295 વિદ્યાર્થીઓ નાપાસ જાહેર થયા છે. ગ્રેડ વાઈઝ પરિણામ પર નજર કરીએ તો, 878 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવી ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. આ ઉપરાંત A2 ગ્રેડમાં 1,918, B1 માં 2,836, B2 માં 3,813, C1 માં 4,121, C2 માં 2,418 અને D ગ્રેડમાં 197 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. જિલ્લાના છેલ્લા ત્રણ વર્ષના પરિણામની વાત કરીએ તો, વર્ષ 2024માં 80.67 ટકા અને વર્ષ 2025માં 78.59 ટકા બાદ વર્ષ 2026માં પરિણામ વધીને 82.91 ટકાએ પહોંચ્યું છે. શાળાઓના દેખાવમાં સુધારો જિલ્લાની શાળાઓના શૈક્ષણિક સ્તરમાં પણ નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. વર્ષ 2026માં 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા વધીને 37 થઈ છે, જે ગત વર્ષે 29 હતી. જ્યારે શૂન્ય ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 2 થી ઘટીને માત્ર 1 રહી છે. તેવી જ રીતે 30 ટકાથી ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા પણ 5 થી ઘટીને 4 થઈ છે. હિંમત હાઈસ્કૂલનું પરિણામ હિંમતનગર કેળવણી મંડળ સંચાલિત હિંમત હાઈસ્કૂલનું ધોરણ 10નું પરિણામ 67 ટકા નોંધાયું છે. શાળામાં મમતા મકવાણાએ પ્રથમ, મનસ્વી પંડ્યાએ દ્વિતીય અને જૈનીલ પટેલે તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ શાળાના 3 વિદ્યાર્થીઓએ A1 અને 5 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ જ સંસ્થાનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 73 ટકા અને સામાન્ય પ્રવાહનું પરિણામ 93 ટકા રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    જલંધરમાં BSF હેડક્વાર્ટર બહાર IED બ્લાસ્ટ, VIDEO:ખાલિસ્તાનીઓએ જવાબદારી લીધી; મોડી રાત્રે અમૃતસરમાં આર્મી કેમ્પ પર ગ્રેનેડ હુમલો થયો
    Next Article
    ‘Guilty of cruelty’: Court sentences GST assistant commissioner to 10-year jail over wife’s death

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment