Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યમાં હજારો વિદ્યાર્થીઓ હજુ પાઠ્યપુસ્તકોથી વંચિત:અંગ્રેજી સહિતના માધ્યમના પુસ્તકોનો અભાવ, 10 દિવસમાં પહોંચાડવાનો દાવો; ધોરણ 8થી 12ના અનેક પુસ્તકોની અછત

    2 days ago

    રાજ્યમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું હોવા છતાં હજુ પણ હજારો વિદ્યાર્થીઓને સમયસર પાઠ્યપુસ્તકો મળી શક્યા નથી. રાજ્ય પાઠ્યપુસ્તક મંડળના અધિકારીઓએ સ્વીકાર્યું છે કે ગુજરાતી માધ્યમના તમામ પાઠ્યપુસ્તકો વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી દેવામાં આવ્યા છે, પરંતુ અંગ્રેજી, હિન્દી, સંસ્કૃત અને ઉર્દુ સહિત અન્ય માધ્યમોના પુસ્તકોનું વિતરણ હજુ અધૂરું છે. ધોરણ 8થી 12ના અનેક પુસ્તકોની અછત મળતી માહિતી મુજબ ધોરણ 8થી 12ના અનેક વિષયોના પાઠ્યપુસ્તકો હજુ વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યા નથી. ઉપરાંત ધોરણ 1થી 8માં પણ કેટલાક વિષયોના પુસ્તકોની અછત જોવા મળી રહી છે. રાજ્યના એક ડઝનથી વધુ જિલ્લાઓમાં અન્ય માધ્યમના વિદ્યાર્થીઓ પુસ્તકોના અભાવે અભ્યાસમાં મુશ્કેલી અનુભવી રહ્યા છે. પુસ્તકોના છાપકામમાં ત્રણ મહિનાનો વિલંબ રાજ્ય પાઠ્યપુસ્તક મંડળના અધિકારીઓએ આ વિલંબ માટે બે મુખ્ય કારણો દર્શાવ્યા છે. પ્રથમ, વૈશ્વિક યુદ્ધ જેવી આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિને કારણે કાગળ સહિતના કાચા માલની ઉપલબ્ધતા અને સપ્લાય ચેઇન પર અસર થઈ. બીજું, પાઠ્યપુસ્તકોના છાપકામ માટેની ટેન્ડર પ્રક્રિયા અંગે કોર્ટમાં ચાલેલા કેસના ચુકાદામાં વિલંબ થતાં છાપકામનું કામ સમયસર શરૂ થઈ શક્યું નહીં. જેના કારણે પુસ્તકોના છાપકામમાં અંદાજે ત્રણ મહિનાનો વિલંબ થયો હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. 10 દિવસમાં પહોંચાડવાનો દાવો પાઠ્યપુસ્તક મંડળે દાવો કર્યો છે કે આગામી 10 દિવસમાં બાકી રહેલા તમામ પુસ્તકો વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવશે. જોકે શૈક્ષણિક સત્ર શરૂ થયા બાદ પણ પુસ્તકો ન મળતાં વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ચિંતા વ્યાપી છે. ખાસ કરીને અન્ય માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સમયસર અભ્યાસ શરૂ કરવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે. શાળા શરૂ થયાને અઠવાડિયા વીતી ગયા હોવા છતાં પુસ્તકો વિના અભ્યાસ કરવો પડી રહ્યો હોવાથી શિક્ષણ વ્યવસ્થાની તૈયારી અંગે પણ સવાલો ઊભા થયા છે. હવે આગામી 10 દિવસમાં પાઠ્યપુસ્તક મંડળ પોતાનો દાવો કેટલો પૂર્ણ કરે છે તેના પર વિદ્યાર્થીઓ અને વાલીઓની નજર રહેશે.
    Click here to Read More
    Previous Article
    મેઘમહેર બાદ પ્રકૃતિના ખોળે સોનગઢનો ‘ચીમેર ધોધ’ ખીલ્યો:તાપીના જંગલોમાં કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું, પહાડો પરથી ખળખળ વહેતા પાણીનો મંત્રમુગ્ધ કરતો નજારો
    Next Article
    પાટણમાં સીલ તોડી ગેરકાયદેસર સ્લોટરિંગ:ખાટકીવાડામાં નગરપાલિકા-પોલીસે જીવતા પ્રાણીઓ જપ્ત કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment