Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં ધો.10નું 78.38% પરિણામ:A1 ગ્રેડમાં 1582 વિદ્યાર્થીએ બાજી મારી; વિદ્યાર્થિનીએ કહ્યું-સોશિયલ મીડિયાથી દૂર રહો તો સારું પરિણામ મેળવી શકો

    8 hours ago

    ગુજરાતમાં ધોરણ-10 એસ.એસ.સી. પરીક્ષાનું કુલ પરિણામ 83.86% જાહેર થયું છે, જેમાં વિદ્યાર્થિનીઓ 88.28% પરિણામ સાથે વિદ્યાર્થીઓ કરતાં આગળ છે. વડોદરા જિલ્લાની વાત કરવામાં આવે તો ગત વર્ષનું ધોરણ 10નું 76.65 ટકા પરિણામ હતું તે આ વર્ષે વધીને 78.38 ટકા આવ્યું છે. આ પરિણામ ગત વર્ષ કરતા નજીવો વધારો છે. વડોદરામાં 38369 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 37993 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ પરિણામમાં A1 ગ્રેડમાં 1582 વિદ્યાર્થીઓએ બાજી મારી છે. આ અંગે વિદ્યાર્થી સમર્થ જીગ્નેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, મને આ સ્કૂલમાં ખુબજ સારો સપોર્ટ મળ્યો છે. મારું આજનું પરિણામ 99.95 પીઆર આવ્યું છે. હાલમાં Aiમાં તકો ખુબજ વધી ગઈ છે અને તેની માંગ પણ છે, જેથી હું તેમાં જવા માંગુ છું. હું કોઈ મેરેજ કે ફંક્શનમાં ગઈ ન હતીઃ શ્રુતિ આ અંગે પ્રાચી પ્રજાપતિએ જણાવ્યું હતું કે, આજે મારું પરિણામ ખુબજ સારું આવ્યું છે. માટે 99 PR આવ્યા છે. આગળ કોમર્સ લાઈન લઈ બી કોમ કરવા માંગુ છું. અન્ય એક વિદ્યાર્થીની શ્રુતિએ જણાવ્યું કે, મારો અભ્યાસ ધોરણ 10માં શરૂ થયો, ત્યારે મેં નક્કી કર્યું હતું કે હું મોબાઈલ નહીં જોવું. હું અભ્યાસ દરમ્યાન સોશિયલ મીડિયાથી દૂર રહી છું, જેના કારણે સારું પરિણામ આવ્યું છે. હું કોઈ મેરેજ કે ફંક્શનમાં ગઈ ન હતી. હું એન્જિનિયરિંગ લાઈનમાં જવા માંગુ છું. ઓછા પરિણામ કે નિષ્ફળતાથી ડરવાની જરૂર નથીઃ આચાર્ય આ પરિણામને લઈ શાળાના આચાર્ય અને શિક્ષણવિદ પરેશ શાહે જણાવ્યું હતું કે, ગયા વર્ષની સરખામણીએ પરિણામમાં કોઈ મોટો ફેરફાર નથી. પરંતુ પરિણામ જે વધવું જોઈએ તે વધ્યું નથી. જે વિદ્યાર્થીઓને ઓછું પરિણામ કે નિષ્ફળતા મળી છે તેઓએ જરા પણ ડરવાની જરૂર નથી. આગળ આ અંગેને પરીક્ષા આવી રહી છે, જે આનાથી પણ તમે બેસ્ટ પરિણામ મેળવી શકો છો.
    Click here to Read More
    Previous Article
    વલસાડ જિલ્લામાં ધોરણ-10નું 79.80 % પરિણામ:401 વિદ્યાર્થીઓએ મેળવ્યો A1 ગ્રેડ, સૌથી શ્રેષ્ઠ વલસાડ હાલર રોડ કેન્દ્રનું, 48 શાળાઓમાં 100% પરિણામ
    Next Article
    ‘Backstabbers’: DMK slams INDIA bloc allies over support to Vijay’s TVK to form Tamil Nadu government

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment