Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એનાલિસીસ:દાહોદ જિલ્લાનું ધોરણ 10નું 77.35% પરિણામ, ગત વર્ષ કરતા 3.94%નો ઘટાડો

    7 hours ago

    ધોરણ 10ની પરીક્ષામાં દાહોદ જિલ્લાનું પરિણામ 77.35 ટકા નોંધાયું છે. ગત વર્ષ 2025માં જિલ્લાનું પરિણામ 81.29 ટકા રહ્યું હતું, જેની સરખામણીએ આ વર્ષે પરિણામમાં 3.94 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. દાહોદ જિલ્લામાં કુલ 29,993 વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે નોંધણી કરાવી હતી. જેમાંથી 28,630 પરીક્ષાર્થીઓએ પ્રત્યક્ષ પરીક્ષા આપી હતી. બોર્ડ દ્વારા જાહેર કરાયેલા પરિણામમાં જિલ્લાના કુલ 22,145 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ જાહેર થયા છે. પરિણામમાં થયેલા આંશિક ઘટાડા છતાં તેજસ્વી વિદ્યાર્થીઓએ ગ્રેડમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. જિલ્લાના પરિણામના વિશ્લેષણ મુજબ, 235 વિદ્યાર્થીઓએ સર્વોચ્ચ A-1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. જ્યારે 1038 વિદ્યાર્થીઓએ A-2 ગ્રેડ મેળવી જિલ્લાનું નામ રોશન કર્યું છે. અન્ય ગ્રેડમાં B-1માં 2687, B-2માં 5309, આવ્યા છે. દાહોદના શહેરી વિસ્તારો નબળા પડ્યા, ઝાલોદ 18.36 %, રાછરડા 17.54% , લીમડીમાં 15.48%નો ઘટાડો થયો ધોરણ 10ના પરિણામોમાં દાહોદ જિલ્લાના તાલુકા મથકો શિક્ષણના હબ ગણાય છે ત્યાં પરિણામનો ગ્રાફ ગગડ્યો છે જ્યારે અંતરિયાળ અને સુદૂર ગ્રામ્ય વિસ્તારોના નાના કેન્દ્રોએ પરિણામમાં સૌને આશ્ચર્યમાં મૂકી દીધા છે. દાહોદ જિલ્લાના ધોરણ 10ના કુલ 35 પરીક્ષા કેન્દ્રો પૈકી 21 કેન્દ્રો એવા છે જ્યાં પરિણામમાં ગત વર્ષ કરતાં ઓછુ થયુ છે. સૌથી નબળું પ્રદર્શન ઝાલોદ કેન્દ્રનું રહ્યું છે. જ્યાં પરિણામમાં 18.36% નો ધરખમ ઘટાડો નોંધાયો છે. તેવી જ રીતે રાછરડામાં 17.54% અને લીમડીમાં 15.48% નો ઘટાડો થયો છે. અન્ય તાલુકા મથકોમાં ફતેપુરા -13.28%, ઢઢેલા -10.70% અને દેવગઢ બારીયા -7.98% માં પણ પરિણામ ઘટ્યું છે. જિલ્લાના મુખ્ય મથક દાહોદ શહેરમાં પણ 2.52% નો ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે સંજેલી તાલુકા મથક હોવા છતાં 63.66% પરિણામ સાથે નબળા કેન્દ્રોમાં સ્થાન પામ્યું છે. દાહોદ તાલુકાનું દેલસર કેન્દ્ર 97.50% સાથે જિલ્લામાં પ્રથમ ક્રમે રહ્યું છે. 11.69ટકા ના ઉછાળો ચુંદડી કેન્દ્રમાં જોવા મળ્યો છે. આ ઉપરાંત સીંગવડ +7.24% અને સુખસર +5.99% સાથે પ્રશંસનીય સુધારો કર્યો છે. સાગટાળા અને ઉકરડી જેવા ગ્રામ્ય કેન્દ્રોએ પણ 90% થી વધુ પરિણામ જાળવી રાખ્યું છે. ભાસ્કર એક્સપર્ટ નલીનભાઇ શાશ્ત્રી (નિવૃત પ્રિન્સિપાલ)
    Click here to Read More
    Previous Article
    ધોરણ-10નું પરિણામ:પંચમહાલમાં ધો.10નું પરિણામ 2.82% વધ્યું છતાં રાજ્યમાં છેલ્લું
    Next Article
    "Vijay Will Win With Super Majority": Sridhar Vembu Calls For "Fresh Elections"

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment