Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાપુતારામાં રાષ્ટ્રીય એથ્લેટિક્સ મીટ શરૂ:10 રિજનલ ટીમોના 728 યુવા ખેલાડીઓએ ભાગ લીધો, દોડ, રિલે, લોંગ જમ્પ, જેવેલિન થ્રો સહિતની સ્પર્ધાઓ યોજાશે

    1 day ago

    સાપુતારાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે નવોદય વિદ્યાલય સમિતિની નેશનલ એથ્લેટિક્સ મીટ–2026-27નો પ્રારંભ થયો છે. ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજય પટેલના અધ્યક્ષસ્થાને આ સ્પર્ધા શરૂ થઈ. આ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા 4 સપ્ટેમ્બર, 2026 સુધી ચાલશે. પ્રારંભ પ્રસંગે ખેલાડીઓ દ્વારા એસેમ્બલી, માર્ચપાસ્ટ, ટોર્ચનું આગમન અને ખેલાડીઓની પ્રતિજ્ઞા જેવા કાર્યક્રમો યોજાયા હતા. આ દરમિયાન રમતગમતની ભાવના અને શિસ્ત જોવા મળી હતી. આ રાષ્ટ્રીય એથ્લેટિક્સ મીટમાં દેશના વિવિધ વિસ્તારોમાંથી આવેલા જવાહર નવોદય વિદ્યાલયોના ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. અમદાવાદ, પુણે, જયપુર, ચંદીગઢ, ભોપાલ, શિલોંગ, લખનઉ, હૈદરાબાદ, ભુવનેશ્વર અને પટણા સહિત કુલ 10 રિજનલ ટીમોના 728 ખેલાડીઓ મેદાનમાં ઉતર્યા છે. આમાં અંડર-14ના 148, અંડર-17ના 295 અને અંડર-19ના 285 ખેલાડીઓનો સમાવેશ થાય છે. આ રમતોત્સવ દરમિયાન ટ્રેક એન્ડ ફિલ્ડની વિવિધ સ્પર્ધાઓ થશે. આમાં 100, 200, 400, 800, 1500 અને 3000 મીટર દોડ, હર્ડલ્સ, રિલે, લોંગ જમ્પ, હાઈ જમ્પ, ટ્રિપલ જમ્પ, પોલ વોલ્ટ, શોટપુટ, ડિસ્કસ થ્રો, જેવેલિન થ્રો અને હેમર થ્રો ઉપરાંત ક્રોસ કન્ટ્રી તથા વોક જેવી સ્પર્ધાઓનો સમાવેશ થાય છે. આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક વિજય પટેલે તમામ ખેલાડીઓને શુભેચ્છાઓ આપી હતી. તેમણે કહ્યું કે, રમતગમતમાં પ્રતિભા સાથે શિસ્ત, સતત મહેનત, આત્મવિશ્વાસ અને ખેલદિલી જરૂરી છે. સાપુતારા જેવા કુદરતી સ્થળે રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાનું આયોજન ડાંગ જિલ્લા માટે મહત્વનું છે. સ્પર્ધાના આયોજન માટે જ્યુરી ઓફ અપીલ, ટેકનિકલ નિષ્ણાતો, રેફરી, જજ અને ટાઈમકીપર્સ સહિતની ટીમો કામ કરી રહી છે. જવાહર નવોદય વિદ્યાલયના આચાર્ય રામ પ્રસાદ તિવારી સહિતની આયોજક ટીમ દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. આ પ્રસંગે સાપુતારા નોટિફાઈડ એરિયા ચીફ ઓફિસર કલ્પના ચૌધરી, જિલ્લા શિક્ષણ અધિકારી જીગ્નેશ ત્રિવેદી, શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને રમતપ્રેમીઓ હાજર રહ્યા હતા. આ રાષ્ટ્રીય સ્પર્ધાથી યુવા ખેલાડીઓને પોતાની પ્રતિભા બતાવવા અને એકબીજા સાથે જોડાવાની તક મળી છે.
    Click here to Read More
    Previous Article
    વાપી નોટિફાઇડ વિસ્તારમાં ગેરકાયદે દબાણો પર JCB ફેરવાયું:ગુંજન ચોકી પાસે શેડ હટાવાતાં વેપારીઓમાં ફફડાટ; વારંવારની સૂચના છતાં દબાણ ન હટાવતા તંત્ર આકરા પાણીએ
    Next Article
    US Plans To Ask Parents' Citizenship, Immigration Proof For Their Child's Passport

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment