Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત ફેમિલી કોર્ટમાં 10 હજારના ભરણપોષણમાં એસિડ-એટેક:70 વર્ષીય આયુર્વેદિક ડોક્ટરે પત્ની પર એસિડ ફેંક્યું, પોતે પણ ઝેર ગટગટાવ્યું; બે વર્ષ પહેલાં પણ ચપ્પુના ઘા ઝીંક્યા હતાં

    21 hours ago

    સુરત જિલ્લા સેવા સદનના એ-બ્લોકમાં આવેલા પાંચમા માળે આજે કાળજું કંપાવનારી ઘટના બની હતી. ફેમિલી કોર્ટમાં જ્યારે ભરણપોષણના કેસની કાર્યવાહી ચાલી રહી હતી, ત્યારે 75 વર્ષીય આયુર્વેદિક ડોક્ટરે પોતાની 61 વર્ષીય પત્ની પર અચાનક એસિડ ફેંકી દીધું હતું. જજની હાજરીમાં જ બનેલી ઘટનાને પગલે કોર્ટ રૂમમાં નાસભાગ મચી ગઈ હતી અને વકીલો સહિતના પક્ષકારો સ્તબ્ધ થઈ ગયા હતા. એસિડ સીધું મહિલાના માથા અને ચહેરાના ભાગે પડતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. મહિલાના વકીલના જણાવ્યા પ્રમાણે, એસિડના કારણે મહિલાની આંખ ડેમેજ થઈ છે અને તેમની હાલત નાજુક છે. ઘટના બાદ તુરંત જ 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી અને ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે પાર્લે પોઇન્ટ ખાતે આવેલી સચદેવ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડોક્ટરો હાલ તેમની દ્રષ્ટિ બચાવવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. આરોપી પતિ કાપડની કોથળીમાં એસિડની બોટલ છુપાવીને લાવ્યો હતો. તેની કોથળીની તપાસ કરતા તેમાંથી એક નાની ડાયરી પણ મળી આવી છે. એસિડ-એટેક કર્યા બાદ આરોપીએ પોતાની કોથળીમાંથી કોઈ ઝેરી પાવડર જેવો પદાર્થ ખાઈ લેતા તેને પણ સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. અગાઉ પણ પતિએ ચપ્પુથી હુમલો કર્યો હતો, જામીન પર બહારઃ પીડિતાના વકીલ એસિડ-એટેકનો ભોગ બનેલી મહિલાના વકીલ મુકેશ બાંજણીએ જણાવ્યું કે, ભરણપોષણની રકમ મેળવવા માટે કોર્ટમાં આવેલી પત્ની પર તેના જ પતિએ એસિડ ફેંકી જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટનાને પગલે કોર્ટ સંકુલમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. અગાઉ પણ પતિએ ચપ્પુથી હુમલો કર્યો હતો. પતિ પોતે એક આયુર્વેદિક ડોક્ટર છે અને તેમની ઉંમર લગભગ 70 વર્ષની આસપાસ છે. ‘પહેલા પણ નાના-મોટા ઝઘડા થયેલા છે’ આ ઝઘડાની શરૂઆત 8-10 વર્ષ પહેલા પતિ-પત્ની વચ્ચે થઈ હતી, જે હવે કોર્ટ સુધી પહોંચી છે. પહેલા પણ નાના-મોટા ઝઘડા કોર્ટ અને ઘરોમાં ચાલતા રહેતા હતા, પરંતુ માણસ કોર્ટમાં ત્યારે જ આવે છે, જ્યારે હદ પાર થઈ જાય અને તે ન્યાય મેળવવા માંગતો હોય. ‘પૈસા ન ચૂકવવા પડે, એટલા માટે આ પ્રકારનો હુમલો કરાયો’ આ ઘટનામાં બંને પક્ષો 7-8 વર્ષથી અલગ-અલગ રહી રહ્યા છે. અરજદાર પોતાની દીકરી અને જમાઈ સાથે રહે છે અને પતિ અલગ રહે છે. આમાં પતિ એક આયુર્વેદિક ડોક્ટર છે. કોર્ટ દ્વારા 10,000 રૂપિયાના અંતરિમ ભરણપોષણનો આદેશ આપવામાં આવ્યો હતો. કોર્ટે અંતરિમ ભરણપોષણ મંજૂર કરી દીધું છે. વસૂલાતની અરજીઓ પેન્ડિંગ છે. પૈસા ન ચૂકવવા પડે, એટલા માટે આ પ્રકારનો હુમલો કરવામાં આવ્યો છે. પાછળ જોયું તો પતિ પત્ની પર એસિડ નાંખતો હતો, અમને પણ છાંટા ઉડ્યાંઃ વર્ષા પટેલ આ ઘટનાને નજરે જાનારા મહિલા વકીલ વર્ષા પટેલે જણાવ્યું કે, કૃષ્ણાબેન જોડે અમે આગળની હરોળમાં બેઠા હતા અને અમારી પાછળ આ જે બેન ઉપર એસિડ-એટેક થયો તે બેઠા હતાં. એમની પાછળ જ તેમના પતિ પણ બેઠા હતા. મહિલાના મોઢા પર એસિડ પડ્યું હતું અને એ બેનની એક તરફની આંખ બંધ થઈ ગઈ હતી. અમને છાંટા ઉડ્યા એટલે જે-તે ટાઈમે થોડી બળતરા થઈ હતી, અત્યારે કંઈ નથી. બંનેની ઉંમર 65થી 70ની હશે, કદાચ બહેનનો ખોરાકીનો કેસ ચાલતો હતોઃ ક્રિષ્ના ગાંધી અન્ય વકીલ ક્રિષ્ના ગાંધીએ જણાવ્યું કે, અમારી ઉપર છાંટા ઉડ્યા પણ ત્યારે અમને ખબર નથી પડી કે પહેલા શું થયું. પછી પાછળથી ચીસાચીસ થઈ કે એસિડ નાખ્યું, આ થયું અને પછી થોડો ટાઈમ રહીને બર્નિંગ થયું અને સ્મેલ આવી ત્યારે ખબર પડી કે એમના હસબન્ડે એમની ઉપર એસિડ નાખ્યું છે. બંનેની ઉંમર 65થી 70 વર્ષની આજુબાજુ હશે. અમે જોયું તો મહિલાને બહુ બર્નિંગ થતું હતું. એવું પણ સાંભળ્યું છે કે, એ ભાઈએ પણ પોતે કંઈક દવા પીધી છે. પત્નીએ 3 અલગ-અલગ રિકવરી અરજી કરી હતી જ્યારે પતિએ પત્ની પર એસિડ અટેક કર્યો, ત્યારે તે મહિલા તરત જ ઓટોમાં બેસી પોતે નજીકની હોસ્પિટલ પહોંચી હતી. હાલ તપાસમાં બહાર આવ્યું છે કે, પતિએ પત્નીને ભરણપોષણ પેટે 4.50 લાખ રૂપિયા ચૂકવવાના બાકી છે. પત્ની દ્વારા વકીલ મારફતે કોર્ટમાં 2.90 લાખ, 1.15 લાખ અને 90,000 રૂપિયાની 3 અલગ-અલગ રિકવરી અરજી કરવામાં આવી હતી. 2023માં પણ પતિએ જીવલેણ હુમલો કર્યો હતો 2023માં પણ આ વૃદ્ધ ડોક્ટર દ્વારા પત્ની પર જીવલેણ હુમલો કરાયો હતો. ફેમિલી કોર્ટમાં ડોમેસ્ટિક વાયોલન્સ અને ભરણપોષણના કેસની મુદ્દત પતાવીને પરત ફરી રહેલી પત્ની પર ડોક્ટરે જાહેરમાં ચપ્પુ વડે હુમલો કર્યો હતો. જે અંગેની ફરિયાદ તેમની દીકરીએ પોલીસ મથકમાં નોંધાવી હતી. 2021માં ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ દાખલ કર્યો હતો દીકરીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેની માતા અને પિતા વચ્ચે છેલ્લા ઘણા વર્ષોથી મનદુઃખ ચાલી રહ્યું હતું. 2017થી માતા અલગ રહેતા હતા અને પિતા વિરુદ્ધ 2021માં ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ દાખલ કર્યો હતો. 3 જૂન, 2023ના રોજ સવારે 10 વાગ્યે આ કેસની મુદત હોવાથી દીકરી અને તેની માતા કોર્ટમાં ગયા હતા. કોર્ટમાં પિતાએ ભરણપોષણના પૈસા ભરવા માટે વધુ સમય માંગતા કોર્ટે 13 જૂન, 2023ની નવી તારીખ આપી હતી. ફૂટપાથ પર પિતાએ રોકીને ચપ્પુના ઘા ઝીંક્યા હતા બપોરે આશરે 2:30 વાગ્યે જ્યારે માતા-પુત્રી કોર્ટમાંથી બહાર નીકળી ડેપ્યુટી એક્ઝિક્યુટિવ બંગલા નં. 05/43ના ગેટ પાસે ફૂટપાથ પર પોતાની એક્ટિવા પાસે પહોંચ્યા, ત્યારે પિતા ત્યાં ધસી આવ્યા હતા. તેમણે ઉશ્કેરાઈ જઈને પોતાની પાસે રહેલા ધારદાર ચપ્પુ વડે માતાની છાતીના ભાગે 2 જીવલેણ ઘા ઝીંક્યા હતા. માતાને બચાવવા માટે પુત્રી વચ્ચે પડતા પિતાએ તેને પણ નિશાન બનાવી હતી. આ ઝપાઝપીમાં દીકરીને જમણા હાથના અંગૂઠા અને ડાબા હાથની કોણીના ભાગે ઈજાઓ પહોંચી હતી. 5 મહિના પહેલાં અમદાવાદમાં પત્નીએ પતિ પર એસિડ-એટેક કર્યો હતો આજથી પાંચ મહિના પહેલાં અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં એસિડ-એટેકની ઘટના સામે આવી હતી. સામાન્ય રીતે પુરુષ દ્વારા મહિલા પર એસિડ-એટેકની ઘટનાઓ સામે આવતી હોય છે, પરંતુ આ કિસ્સામાં તો પત્નીએ જ પોતાના પતિ પર એસિડ ફેંક્યું હતું. આરોપી મહિલાએ પતિના અન્ય સ્ત્રીઓ સાથે સંબંધની શંકા રાખી એસિડ-એટેક કર્યો હતો. આ એસિડ-એટેકમાં ભોગ બનનાર પતિ શરીરથી નીચેના ભાગે ગંભીર રીતે દાઝ્યો હતો. સેટેલાઈટ પોલીસે આરોપી પત્નીની ધરપકડ કરી હતી. (વાંચો સંપૂર્ણ સમાચાર)
    Click here to Read More
    Previous Article
    મુસ્તફિઝુરની જગ્યાએ ઝિમ્બાબ્વેનો બ્લેસિંગ મુઝરબાની KKRની ટીમમાં સામેલ:ફ્રેન્ચાઇઝીએ IPL 2026 પહેલાં સાઇન કર્યો, T20 વર્લ્ડકપમાં 13 વિકેટ લીધી
    Next Article
    હોટેલ-રેસ્ટોરાં સહિતને PNG કનેક્શન અપાશે:તાત્કાલિક કનેક્શન આપવા CMની સૂચના, ગેસ પુરવઠા મુદ્દેની બેઠકમાં નિર્ણય; લાકડાના મોટા ચૂલા સળગ્યા, વેપારીઓ પરેશાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment