Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્રમ્પે ઈરાની ઉર્જા-મથકો પર 10 દિવસ હુમલા ટાળ્યા:ઈરાનના કહેવા પર 6 એપ્રિલ સુધીની ડેડલાઈન વધારી; બોલ્યા- વાતચીતને આગળ વધારવાનો હેતુ

    15 hours ago

    અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના ઉર્જા મથકો પરના હુમલા 10 દિવસ માટે ટાળી દીધા છે. નવી ડેડલાઈન હવે 6 એપ્રિલ નક્કી કરવામાં આવી છે. તેમણે કહ્યું કે અમેરિકા ઈરાનના એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હાલમાં કોઈ કાર્યવાહી નહીં કરે અને 10 દિવસની મુદત આપવામાં આવી છે. તેમણે જણાવ્યું કે આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે જેથી બંને દેશો વચ્ચે ચાલી રહેલી વાતચીતને આગળ વધવાની તક મળી શકે. આ પહેલા પણ ટ્રમ્પ ઈરાનના પરમાણુ મથકો પર હુમલાની યોજના ટાળી ચૂક્યા છે, જેને હવે ફરીથી આગળ વધારવામાં આવી છે આ પહેલા ટ્રમ્પે દાવો કર્યો હતો કે ઈરાને 10 તેલ ટેન્કરોને પસાર થવા દઈને ભેટ આપી છે. આ ટેન્કરો પર પાકિસ્તાનનો ઝંડો હતો અને ઈરાન આના દ્વારા વિશ્વાસ જીતવા માંગતું હતું. તેમણે કહ્યું કે ઈરાને વિશ્વાસ બતાવવા માટે 8 મોટા તેલ ટેન્કરોને પસાર થવા દીધા અને બાદમાં 2 વધુ મોકલ્યા. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાને તેમને ભેટ આપી હતી. તેમણે કહ્યું કે ઈરાને વિશ્વાસ દર્શાવવા માટે આઠ મોટા ઓઈલ ટેન્કરો પસાર થવા દીધા અને બાદમાં બે વધુ મોકલ્યા. વ્હાઇટ હાઉસ ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં, ટ્રમ્પે જણાવ્યું હતું કે ઈરાને પોતે જ વાટાઘાટો પ્રત્યે ગંભીરતા દર્શાવવા માટે આઠ મોટા ઓઈલ ટેન્કરો પસાર થવાની મંજૂરી આપવાની ઓફર કરી હતી. ટ્રમ્પના મતે, આ ટેન્કરો પર પાકિસ્તાની ધ્વજ લહેરાયા હતા અને તેમને હોર્મુઝ સ્ટ્રેટમાંથી સુરક્ષિત રીતે પસાર થવા દેવામાં આવ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે ઈરાને પાછળથી માફી માંગી અને વધુ બે ટેન્કરો મોકલ્યા. આ સમય દરમિયાન, ટ્રમ્પે મજાકમાં તેમના ખાસ દૂત સ્ટીવ વિટકોફને કહ્યું કે તેમને આશા છે કે આ ખુલાસો વાટાઘાટોને અસર કરશે નહીં. તેમના મતે, આ પગલાથી અમેરિકાને ખાતરી મળી કે વાટાઘાટો યોગ્ય દિશામાં આગળ વધી રહી છે. ઈરાનની હોર્મુઝ બાદ બાબ અલ-મંદેબ સ્ટ્રેટ પર હુમલાની ધમકી ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બાદ હવે બાબ અલ-મંદેબ પર હુમલાની ધમકી આપી છે. ઈરાને કહ્યું કે તે ખાર્ગ આઇલેન્ડ પર હુમલો સહન કરશે નહીં. જો તેના ટાપુઓ પર હુમલો થાય છે, તો તે બાબ અલ-મંદેબ સ્ટ્રેટને બંધ કરી શકે છે. બાબ અલ-મંદેબ યમનની દક્ષિણ-પશ્ચિમમાં આવેલું છે, જ્યાં ઈરાન સમર્થિત હૂતી બળવાખોરો હાજર છે. અહીંથી પસાર થઈને જહાજો સુએઝ નહેર તરફ જાય છે. વિશ્વના દરિયાઈ ઓઈલનો લગભગ 10% હિસ્સો બાબ અલ-મંદેબમાંથી પસાર થાય છે, જે લાલ સમુદ્ર અને અદનના અખાતને જોડે છે. આ વિશ્વનો ચોથો સૌથી મોટો શિપિંગ રૂટ છે. ખાસ વાત એ છે કે આફ્રિકી દેશ જિબૂતીમાં આવેલું અમેરિકી મિલિટરી બેઝ આ સ્ટ્રેટથી માત્ર 30 કિમી દૂર છે. જો બાબ અલ-મંદેબમાં પણ અવરોધ આવે છે, તો મિડલ ઈસ્ટમાં ચાલી રહેલો સંઘર્ષ વધુ વધી શકે છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો કે તેમને ઈરાનના સુપ્રીમ લીડર બનવાનો પ્રસ્તાવ મળ્યો હતો. પરંતુ તેમણે આ પ્રસ્તાવને ફગાવી દીધો. રિપબ્લિકન ફંડરેઝરમાં બોલતા ટ્રમ્પે કહ્યું- ઇતિહાસમાં ક્યારેય કોઈ રાષ્ટ્રપ્રમુખ એવા રહ્યા નહી હોય જેમને ઈરાનના નેતા બનવામાં આટલી ઓછી રુચિ હોય. તેમણે કહ્યું, 'અમે તમને આગામી સુપ્રીમ લીડર બનાવવા માંગીએ છીએ.' પણ મેં કહ્યું, 'થેન્ક્યૂ, હું તેવું નથી ઇચ્છતો. ટ્રમ્પે ફરીથી અમેરિકાની જીતનો દાવો કર્યો. તેમણે કહ્યું કે પડદા પાછળ ઈરાન સાથે વાટાઘાટો ચાલી રહી છે અને ઈરાની સરકાર યુદ્ધવિરામ ઇચ્છે છે પરંતુ દબાણના ડરથી તે ખુલ્લેઆમ કહી શકતી નથી. જોકે, ઈરાને આ તમામ દાવાઓને સંપૂર્ણપણે ફગાવી દીધા છે અને કહ્યું છે કે કોઈ વાતચીત થઈ રહી નથી. અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચે બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    India, China should strengthen communication and coordination, lead Global South toward greater development: Chinese envoy
    Next Article
    As spotlight fades, Vadodara theatre searches for a second act

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment