Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રામદેવ ડાંગર ગેંગ સામે ગુજસીટોક:10 વર્ષમાં હત્યા, રાયોટિંગ જેવા 52 ગુના દાખલ, 1 વર્ષમાં GCTOC અંતર્ગત 90 શખસો જેલમાં ધકેલાયા

    6 days ago

    રાજકોટમાં ખૂન, ખૂનની કોશિશ, રાયોટિંગ, ખંડણી માંગવી અને જમીન પચાવી પાડવાના 24 ગંભીર સહિત 52 ગુના આચરતી રામદેવ ડાંગર ગેંગ વિરુધ્ધ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગુજસીટોક દાખલ કરવામાં આવી છે. જેમાં રામદેવ સહિત 3 શખ્સોને પોલીસે ઝડપી લીધા છે અને અન્ય 2 આરોપીઓને પકડવાના બાકી છે. છેલ્લા 10 વર્ષમાં શહેરમાં આતંક મચાવતી આ ટોળકી હવે જેલના સળિયા પાછળ ધકેલાઈ જતા શાંતિનું વાતાવરણ રહેશે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા છેલ્લા એક વર્ષમાં 8 ગુજસીટોકની ફરિયાદ દાખલ કરી 90 શખ્સોને જેલહવાલે કરવામાં આવ્યા છે. રામદેવ ડાંગર ગેંગના 5 સભ્યો વિરૂધ્ધ GCTOC દાખલ કરવામાં આવી રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં સંગઠિત ગુનાઓ આચરતી અને ભયનું વાતાવરણ પેદા કરતી ટોળકીઓ વિરુધ્ધ GCTOC (ધ ગુજરાત ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ) એક્ટ અંતર્ગત રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રામદેવ ડાંગર ગેંગના 5 સભ્યો વિરૂધ્ધ GCTOC દાખલ કરવામાં આવેલી છે. જે ગેંગ ખૂન, ખૂનની કોશિશ, સરકારી નોકર પર હુમલો, રાયોટિંગ અને ગેરકાયદેસર આર્મ્સ એક્ટ જેવા ગુનાઓ આચરતી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ 2016થી 2025 દરમિયાન આ ટોળકી દ્વારા 24 જેટલા ગંભીર ગુનાઓ આચરવામાં આવ્યા છે. જે ગંભીર ગુનાઓને ધ્યાનમાં લઈને ગાંધીગ્રામ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે. જેમાં રામદેવ ડાંગર, કુલદીપસિંહ ઉર્ફે લાલો અને સતીષ બાલાસરાની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે બાકીના બે આરોપીઓને પકડવાના બાકી છે. 90 જેટલા આરોપીઓને જેલહવાલે કર્યા તેમણે જણાવ્યું કે, છેલ્લા 10 વર્ષ દરમિયાન આ ટોળકી દ્વારા કુલ 52 જેટલા ગુનાઓ આચરવામાં આવ્યા છે. જે પૈકી 5 હત્યા અને હત્યાનો પ્રયાસ, 6 ઇજા અને ગંભીર ઇજાના ગુના, 2 ફરજ રૂકાવટના, દારૂના 5, ગેરકાયદેસર આર્મ્સ એક્ટના 6 ગુના છે. આ સિવાય જમીન પચાવી પાડવા તેમજ ખંડણી સહિતના ગુના નોંધાઈ ચૂક્યા છે. આ તમામ સભ્યોની પ્રોપર્ટીને આઇડેન્ટીફાય કરવામાં આવશે અને તમામને જેલ હવાલે કરવામાં આવશે. છેલ્લા એક વર્ષમાં આ આઠમી ગુજસીટોકની કાર્યવાહી છે અને અત્યાર સુધીમાં 90 જેટલા આરોપીઓને જેલહવાલે કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    ફરજિયાત TETના વિરોધમાં આજથી શિક્ષકોનું રાજ્યવ્યાપી આંદોલન:ભાવનગરમાં 500 શિક્ષકોના ધરણા, 20 જૂન સુધી અલગ અલગ જિલ્લાઓમાં ધરણા અને આવેદનપત્ર આપશે
    Next Article
    એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:સુરત મનપા કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા દોડધામ મચી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું- ગરીબોના વોટ માન્ય તો તેનું ઝૂંપડું અમાન્ય કેમ?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment