Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીમાં સિંહણ વિફરી, 10 કલાકમાં 5 પર એટેક:રેસ્ક્યૂ કરવા ગયેલા ગાર્ડ પર પણ હુમલો કર્યો, સિંહણ હજી વનવિભાગની પહોંચની બહાર

    11 hours ago

    અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના અરજણસુખ ગામ નજીક સિંહણે આતંક મચાવ્યો છે. ગતરાત્રે પાંચમ પતાવીને બાઇક પર પરત ફરી રહેલા બે યુવકો પર સિંહણે અચાનક હુમલો કરી દીધો હતો. ત્યારબાદ વહેલી સવારે સીમ વિસ્તારમાં વધુ બે વ્યક્તિ પર હુમલો કર્યો. સિંહણને પકડવા ઓપરેશન શરૂ કરતા વનવિભાગના ગાર્ડ અનિરુદ્ધ વાળા પર પણ સિંહણે હુમલો કરતા દોડધામ મચી હતી. આમ અત્યાર સુધીમાં વિફરેલી સિંહણે 5 લોકો પર હુમલો કર્યો છે. સિંહણની અને ત્રણેય ઘટનાની તસવીરો બાઇક પર જતાં બે યુવકો પર રાત્રે હુમલો થયો 1 ઓક્ટોબરની રાત્રે આશરે 12 વાગ્યાના સુમારે તોરી ગામના મેહુલભાઈ મનુભાઈ વાજા અને ભગીરથભાઈ ગભરુભાઈ બસિયા અર્જુનસુખ ગામ પાંચેમમાં પ્રસંગ પતાવીને બાઇક પર પરત ફરી રહ્યા હતા. અર્જુનસુખ ગામથી અર્જુનસુખ પાટિયા વચ્ચે રસ્તામાં અચાનક સિંહણે તેમની પર હુમલો કરતા ગાડી નીચે પડી ગઈ હતી. આ હુમલામાં એક યુવકને હાથના ભાગે અને બીજાને પગના ભાગે ઈજાઓ પહોંચી હતી. 108 મારફતે બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સવારે સીમ વિસ્તારમાં વધુ બે લોકો પર હુમલો મોડીરાતની ઘટના બાદ અરજણસુખની સીમમાં સિંહણે વધુ બે લોકો પર હુમલો કરતા સ્થાનિકોમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો છે. સિંહણ લોકોને જોઈને હુમલો કરવા દોડી રહી હોવાથી વન વિભાગના ACF રાજન જાદવ સહિતનો કાફલો રાતથી જ સ્કેનિંગ અને તપાસની કામગીરી કરી રહ્યો છે. સિંહણના સગડ મળી આવ્યા હોવાથી તેને પકડવા માટે ડોક્ટરોની ટીમ સાથે તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. મારી આગળની સીમના જ એક વ્યક્તિ પર હુમલો કર્યોઃ અતુલભાઈ બીજા હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા અતુલભાઈએ જણાવ્યું કે, હું મારી વાડીએ કામ કરતો હતો ને, ત્યાં સિંહણ અચાનક સીધી કપાસમાંથી દોડીને આવીને મારા ઉપર હુમલો કર્યો. જ્યારે હું 108માં આવ્યો ત્યારે જાણવા મળ્યું કે, હું આ ચોથો વ્યક્તિ છું. મારી પહેલાં પણ ત્રણ લોકો પર આ સિંહણે જ હુમલો કર્યો છે. એક વ્યક્તિ મારાથી બીજી આગળની સીમનો છે. અમારા ચારેય પર હુમલો કરનારી એક જ સિંહણ છે અને મેં તેને જોઈ પણ છે. ખેડૂતો માટે ખેતરમાં જઈને કામ કરવું અત્યંત જોખમી બની ગયું છેઃ સરપંચ અરજનસુખ ગામના સરપંચ કાળુભાઈએ ભારે રોષ વ્યક્ત કરતા જણાવ્યું કે, છેલ્લા 3-4 વર્ષથી આ વિસ્તારમાં વન્યપ્રાણીઓનો આતંક ખૂબ વધી ગયો છે. રાત્રિના સમયથી લઈને સવારના 10 વાગ્યા સુધીમાં તોરી ગામના બે દરબાર તથા અરજનસુખ વિસ્તારમાં હરિભાઈ શંભુભાઈ વસોયાની વાડીએ અને અતુલભાઈ પોકલની વાડીએ મળીને કુલ ચાર ખેડૂતો પર હુમલો થયો છે. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. તાત્કાલિક રેસ્ક્યૂની માગ હાલ ખેતીની મોસમનો મુખ્ય સમય ચાલી રહ્યો છે, પરંતુ સિંહ-દીપડાના સતત ત્રાસ અને હુમલાના ડરથી ખેતરોમાં કામ કરતા મજૂરો કામ છોડીને ગામ તરફ ભાગી રહ્યા છે. સરપંચ અને ગ્રામજનોએ વન વિભાગ સમક્ષ ઉગ્ર માગણી કરી છે કે, આ હિંસક અને માનવભક્ષી બની રહેલી સિંહણને તાત્કાલિક ધોરણે પાંજરે પૂરી રેસ્ક્યૂ કરવામાં આવે. હાલ સિંહણને પકડવાની કામગીરી ચાલી રહીઃ રાજન જાદવ ભાસ્કર સાથેની ટેલીફોનિક વાચતીતમાં વન વિભાગના ACF રાજન જાદવે કહ્યું કે, આ સમાચાર રાતે મળ્યા એટલે તાત્કાલિક અમારી ટીમે સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. સિંહણના સગડ પણ છે. આખી રાત ટીમ દ્વારા તપાસ કરવામાં આવી. આ પણ વાંચો, ઉનામાં ઓસરીમાં સૂતેલા વૃદ્ધ પર સિંહનો હુમલો, કહ્યું- સાવજે પછાડ્યો, હાકલો કર્યો એટલે જતો રહ્યો પછી બીજો આવ્યો
    Click here to Read More
    Previous Article
    કૉલેજની મિત્રતા, પ્રેમ અને રિયલ લાઇફ સ્ટ્રગલ:વીર પહાડિયાની 'પ્રેમ કીટાણુ'માં હાસ્ય, મૂંઝવણ અને મજેદાર ટ્વિસ્ટ; જાણો કેવી છે ફિલ્મ
    Next Article
    ભરૂચ કલેક્ટર કચેરીમાં ‘સ્વચ્છ કચેરી, સ્વચ્છ શહેર’ અભિયાન:જિલ્લાની મહેસૂલી કચેરીઓમાં સ્વચ્છતા ઝુંબેશ, ઈ-વેસ્ટ નિકાલ માટે પણ ખાસ અભિયાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment