Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ-દ્વારકા વચ્ચે 10 જૂનથી અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેન:સપ્તાહમાં 5 દિવસ દોડશે, 5 સ્ટેશનો પર ઠેરાવ

    1 week ago

    રાજકોટ અને દ્વારકા વચ્ચે મુસાફરી કરતા યાત્રીઓ માટે સારા સમાચાર છે. 10 જૂનથી રાજકોટ-દ્વારકા વચ્ચે અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેન શરૂ થશે. આ વધારાની રેલ સુવિધા રાજકોટ, જામનગર, ખંભાળિયા, ભાટિયા અને દ્વારકા રૂટના મુસાફરોને રાહત આપશે. આ ટ્રેન દ્વારકા યાત્રાધામ જતા ભાવિકો, વિદ્યાર્થીઓ, નોકરીયાત વર્ગ, વેપારીઓ અને સામાન્ય મુસાફરો માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. અત્યાર સુધી, દ્વારકા આવનજાવન કરતા મુસાફરોને ઘણીવાર બસ અથવા અન્ય વાહન વ્યવસ્થા પર આધાર રાખવો પડતો હતો. સપ્તાહમાં પાંચ દિવસ ઉપલબ્ધ થનારી આ અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેનથી મુસાફરી વધુ સરળ અને સુલભ બનશે. આ ટ્રેન 10 જૂનથી 10 જુલાઈ સુધી એક મહિના માટે દોડાવવામાં આવશે. ટ્રેન નંબર 09533 રાજકોટથી દ્વારકા તરફ મંગળવાર, બુધવાર, શુક્રવાર, શનિવાર અને રવિવારે રાત્રે 8:00 વાગ્યે ઉપડશે. તે બીજા દિવસે વહેલી સવારે 9:20 વાગ્યે દ્વારકા પહોંચશે. માર્ગમાં હાપા, જામનગર, કનાલુસ, ખંભાળિયા અને ભાટિયા સ્ટેશનો પર તેનો ઠેરાવ રહેશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09534 દ્વારકાથી રાજકોટ તરફ સોમવાર, બુધવાર, ગુરુવાર, શનિવાર અને રવિવારે વહેલી સવારે 1:50 વાગ્યે ઉપડશે. તે સવારે 6:25 વાગ્યે રાજકોટ પહોંચશે. આ ટ્રેનમાં 6 જનરલ કોચ સહિત કુલ 11 કોચ ઉપલબ્ધ રહેશે. દ્વારકા ધાર્મિક અને પ્રવાસન દૃષ્ટિએ એક મહત્વપૂર્ણ કેન્દ્ર હોવાથી, આ રૂટ પર મુસાફરોની અવરજવર સતત રહે છે. આ સ્પેશિયલ ટ્રેન મુસાફરો માટે સુવિધા, સમય અને ખર્ચની દૃષ્ટિએ મોટી રાહત પૂરી પાડશે. અનરિઝર્વ્ડ ટ્રેન હોવાથી સામાન્ય મુસાફરોને ટિકિટ અને મુસાફરીમાં વધુ સરળતા મળશે.
    Click here to Read More
    Previous Article
    CM ઓફિસ, AMC અને RSS કાર્યાલયને ધમકી:CMOને 1.11, AMC ઓફિસને 3.11 અને RSS કાર્યાલયને 5.11 વાગ્યા ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાન નેશનલ આર્મીના નામથી ઇ-મેલ
    Next Article
    CM Bhupendra Patel Congratulates PM|PM મોદીને સુશાસનના 12 વર્ષ પૂર્ણ થતા મુખ્યમંત્રીએ શુભેચ્છા પાઠવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment