Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    10 વાગ્યા સુધીમાં 5 જિલ્લામાં રેડએલર્ટ:રાજુલાની રાયડી નદીમાં 35 બકરા તણાયા, જૂનાગઢમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર; ચાલુ વરસાદે વીજ ટ્રાન્સફોર્મરમાં ભડકા થયા

    22 hours ago

    ગુજરાતમાં જૂન મહિના દરમિયાન વરસાદની ચિંતાજનક સ્થિતિ રહ્યા બાદ જુલાઈના પ્રારંભે જ રાહતના સમાચાર આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા 5 જુલાઈ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેમાં ખાસ કરીને આજે 1 જુલાઈના સુરત, નવસારી અને વલસાડમાં રેડ એલર્ટને પગલે વહેલી સવારથી જ મેઘરાજાએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેમાં સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમાં 85 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ વાપીમાં સાડા પાંચ અને જૂનાગઢના ભેસાણમાં સવા ચાર ઈંચ વરસાદ ખાબક્યો છે. રાજુલાની રાયડી નદીમાં ઘોડાપૂર આવતા 35 બકરા તણાયા હતા. કોઝવે પરથી તણાઈ રહેલા કેટલાક બકરાઓને યુવાનોએ જીવના જોખમે બચાવ્યા હતા. મોડી સાંજે ગોંડલમાં ગાજવીજ સાથે વરસાદ વરસતા ચાલુ વરસાદે જ વીજ ટ્રાન્સફોર્મરમાં ભડકા થતા નાસભાગ મચી હતી. હવામાન વિભાગ દ્વારા રાત્રિના 10 વાગ્યા સુધીમાં રાજકોટ, સુરેન્દ્રનગર, તાપી, નર્મદા અને દાહોદ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. 13 જિલ્લામાં 2 જુલાઈ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આવતીકાલે 2 જુલાઈએ માટે પણ દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે 5 જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ અને રાજકોટ સહિત ચાર જિલ્લામાં યલો એલર્ટ સાથે છુટા છવાયા સ્થળોએ ભારે વરસાદ થઈ શકે છે. વાપીમાં રેલવે અંડર પાસ પાણીમાં ગરકાવ આજે વાપીમાં ચલા રોડ, કચીગામ રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી હતી. એ સાથે જ રેલવે અંડર પાસ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો. જેને લઈને સ્થાનિક લોકો અને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. અને મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખૂલી હતી. રાજુલાના ચૌત્રામાં રાયડી નદીના પૂરમાં બકરા તણાયા તો આ તરફ અમરેલીમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. રાજુલાના ચૌત્રામાં રાયડી નદીમાં પૂરથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. 35 બકરા તણાયા તો કેટલીક મહિલાઓને પણ સ્થાનિકોએ બચાવી લીધી હતી. અમરેલી તાલુકાના વડેરા ગામમાં અનરાધાર વરસાદ પડતા નદીઓમાં બાદ ચેકડેમ ઓવરફ્લો થયા હતા. વડેરા, રંગપુર સહિત આસપાસના ગામમાં 3 ઇંચ કરતા વધુ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. જૂનાગઢ શહેરમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર જૂનાગઢ શહેર અને જિલ્લામાં પણ મેઘમહેર થઈ હતી. શહેરના મુખ્ય માર્ગો સાંસદ રોડ તેમજ કસ્તુરબા સોસાયટી સહિતના અનેક નીચાણવાળા વિસ્તારોમાં ગોઠણસમા પાણી ભરાઈ ગયા હતા. મજેવડી ગેટથી રેલવે સ્ટેશન તરફ જવાના માર્ગ પર પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જ્યારે જોષીપરા અંડરબ્રિજમાં દર વર્ષની જેમ પાણી ભરાઈ જતાં લોકોની અવરજવર સંપૂર્ણ બંધ થઈ ગઈ હતી. કેશોદમાં મકાન પર નળિયા ગોઠવતી વખતે વ્યક્તિ નીચે પટકાતા ઈજાગ્રસ્ત થયા હતા. રાજ્યના વરસાદની તસવીરો… જમ્મુ-કાશ્મીરના ડોડામાં બુધવારે સવારે 2 વખત વાદળ ફાટ્યું. ભલેસાના કલાલગીસર વિસ્તારમાં વાદળ ફાટવાને કારણે પૂર આવ્યું. પુષ્કળ કાટમાળ પહાડી પરથી વહીને રસ્તા પર આવી ગયો. જેના કારણે રસ્તાઓ બ્લોક થઈ ગયા. બીજી તરફ, અરુણાચલ પ્રદેશમાં પૂર અને ભૂસ્ખલનનો કહેર ચાલુ છે. અત્યાર સુધીમાં 4 લોકોનાં મોત થયા છે. અંજો જિલ્લાના સારતી ગામમાં ભૂસ્ખલનમાં એક વ્યક્તિનું મોત થયું.વાંચો સંપૂર્ણ સમાચાર
    Click here to Read More
    Previous Article
    સામંથા રૂથપ્રભુએ બેબી બમ્પનો ફોટો શેર કર્યો:સાઉથ સ્ટારે રમુજમાં લખ્યું, 'મારા સિક્સ પેક'; ફિલ્મમેકર રાજ નિદિમોરુ સાથે ગયા વર્ષે લગ્ન કર્યા હતા
    Next Article
    પંચમહાલ દૂધ સંઘે 'સહકાર સ્વચ્છતા દિવસ' ઉજવ્યો:સહકાર સપ્તાહ અંતર્ગત પરિસર અને આસપાસના વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment