Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાબરમતીની '10-કોટડી'માં લૉરેન્સની દુનિયા:સેલમાં હનુમાનજી અને ભગત સિંહના ફોટા; 4-5 સેવાદારો, 3-4 ગાર્ડ તૈનાત

    10 hours ago

    મે 2022… પંજાબી સિંગર સિદ્ધૂ મૂસેવાલાની ગાડી પર અંધાધૂંધ ફાયરિંગ કરીને તેની હત્યા કરવામાં આવી. એપ્રિલ 2024… એક્ટર સલમાન ખાનના ઘર બહાર ફાયરિંગની ઘટના બની. આ બંને કેસમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને તેની ગેંગ પર આરોપો લાગ્યા. લોરેન્સ સામે હાઈ-પ્રોફાઈલ મર્ડરથી લઈને અપહરણ, ખંડણી અને લૂંટના આવા આશરે 86 કેસ નોંધાયેલા છે. છેલ્લા 11 વર્ષથી તે જેલમાં બંધ છે. હાલ લોરેન્સ હાઈ-સિક્યોરિટી ધરાવતી સાબરમતી જેલમાં કેદ છે. જોકે, એવો દાવો સતત કરવામાં આવતો રહ્યો છે કે તે અહીંથી પણ પોતાની ‘L-કંપની’ એટલે કે લોરેન્સ ગેંગ ચલાવી રહ્યો છે. આ વાતમાં કેટલો દમ છે? તેના સૌથી નજીકના અને વિશ્વસનીય કમાન્ડર કોણ છે? જેલમાં લોરેન્સની જિંદગી કેવી છે અને તેનું દિનચર્યા (રૂટિન) શું છે? ભાસ્કરે લોરેન્સના ખાસ સાથીદારોથી લઈને જેલ પ્રશાસન અને ગ્રાઉન્ડ પર રહેલા પોતાના સૂત્રો મારફતે આ અંગે ઊંડાણપૂર્વક તપાસ કરી. શરૂઆત સાબરમતી જેલથી… 18-20 ફૂટ ઊંચી દીવાલોવાળી જેલમાં કેદ સૌથી હાઈપ્રોફાઈલ કેદી 68 એકરમાં ફેલાયેલી ગુજરાતની સાબરમતી જેલ. મુખ્ય દરવાજાની બહાર ઓટલા પર એક નાનું હનુમાન મંદિર આવેલું છે, જેમાં મહાદેવથી લઈને દક્ષિણ ભારતમાં પૂજાતા અય્યપ્પા ભગવાનની મૂર્તિઓ પણ છે. પૂછપરછ કરતાં પૂજારી જણાવે છે કે દક્ષિણ ભારતના એક અધિકારીએ પોતાના પોસ્ટિંગ દરમિયાન આ મૂર્તિઓની સ્થાપના કરાવી હતી. મંદિરની બરાબર સામે તૈનાત પોલીસ જવાનને જ્યારે અમે લોરેન્સ વિશે પૂછ્યું, તો તેણે કહ્યું— ‘સૌથી હાઈપ્રોફાઈલ કેદી છે.’ અમે પૂછ્યું— ‘તમે ક્યારેય જોયો છે?’ જવાબ મળ્યો— ‘હજી સુધી નથી જોયો. તે ક્યાંય આવતો-જતો નથી. મારું પણ થોડા મહિના પહેલાં જ અહીં પોસ્ટિંગ થયું છે.’ અમે પૂછ્યું કે તેની ચર્ચા તો થતી હશે ને? તેના પર તે બોલ્યા— ‘લોકો કહે છે કે બહુ મોટો હનુમાન ભક્ત છે.’ અમે પૂછ્યું કે જૂની જેલનો ગેટ કઈ તરફ છે? જવાબ મળ્યો— ‘ડાબી બાજુ જાઓ. 500-700 મીટર દૂર જમણી બાજુ દેખાશે.’ આગળ વધ્યા તો સામે 18-20 ફૂટ ઊંચી દીવાલ પર એક મોટો દરવાજો જોવા મળ્યો. ત્યાંથી સામાન્ય લોકો અને પોલીસકર્મીઓની અવરજવર ચાલુ હતી. દરવાજા પર બેઠેલા એક પોલીસકર્મીને અમે પૂછ્યું કે લોરેન્સ બિશ્નોઈ અહીં જ બંધ છે ને, શું તમે તેને જોયો છે? જવાબ મળ્યો— ‘અમારી ડ્યુટી જેલની બહાર રહે છે. અંદર માત્ર જરૂર પડે ત્યારે જ ગયા છીએ. લોરેન્સને એક વાર જોયો છે. ખૂબ શાંત છે, વધારે વાતચીત નથી કરતો. સાંભળ્યું છે કે હનુમાન ભક્ત છે.’ બેરકમાં લોરેન્સ એકલો નથી, 4-5 સેવાદાર અને 3-4 ગાર્ડ તૈનાત મીડિયામાં એવા અહેવાલો આવ્યા હતા કે લોરેન્સ જેલની બેરકમાં આવેલા 10 રૂમમાં એકલો જ રહે છે. આ અંગે અમે જેલમાં તૈનાત અમારા સૂત્રોને પૂછ્યું. તેમણે જણાવ્યું— ‘લોરેન્સને જેલના એક અલગ (આઇસોલેટેડ) હિસ્સામાં રાખવામાં આવ્યો છે, પરંતુ તે એકલો નથી રહેતો. તેની બેરકનું નામ “10 ખોલી” છે, જેની આસપાસ 500 મીટર સુધી બીજી કોઈ બેરક નથી.’ ‘બેરકનું નામ 10 ખોલી એટલા માટે પડ્યું હતું કારણ કે પહેલાં તેમાં 10 ઓરડીઓ હતી. જેલ જૂની થતાં કેટલીક ઓરડીઓ જર્જરિત થઈને ધરાશાયી થઈ ગઈ. હવે નવા બાંધકામમાં માત્ર 4-5 ઓરડીઓ જ છે. લોરેન્સ આ પૈકીની જ 10-12 ફૂટની એક ઓરડીમાં રહે છે, જેના ખૂણામાં શૌચાલય છે. છત પાસે એક વેન્ટિલેટર (રોશનદાન) અને ઓરડીની બરાબર સામે એક બગીચો છે. તેઓ વધુમાં જણાવે છે, ‘અહીં તેને કોઈ VVIP જેવી સુવિધા મળી રહી છે. VVIP કેદીઓના કામકાજ માટે જેમ અન્ય કેદીઓને રાખવામાં આવે છે, તેવી જ રીતે લોરેન્સના રોજીંદા કામકાજ માટે 4-5 સજા ભોગવી રહેલા પાકા કામના કેદીઓ રાખવામાં આવ્યા છે. તેઓ રસોઈ બનાવવાથી લઈને કપડાં ધોવા અને સાફ-સફાઈ સુધીનું તમામ કામ સંભાળે છે. બગીચાની દેખરેખ માટે એક માળી પણ છે. લોરેન્સને સતત ધમકીઓ મળતી રહેતી હોવાથી તેની સુરક્ષામાં હંમેશા 3-4 ગાર્ડ પણ તૈનાત રહે છે.’ લોરેન્સની ઓરડીની અંદર શું છે, તે અંગે પૂછતાં તેઓ જણાવે છે, ‘અંદર હનુમાનજી અને ભગત સિંહનો એક ફોટો છે. લોરેન્સ કોલેજના સમયથી જ રૂમમાં આ બંનેના ફોટા રાખે છે. બાકી સૂવા માટે એક પલંગ અને પથારી છે. રૂમમાં ફળ હંમેશા હાજર હોય છે.’ અમે પૂછ્યું કે શું તે કેદીઓના કપડાં પહેરે છે? જવાબ મળ્યો— ‘ના, અત્યાર સુધી તેને કોઈ કેસમાં સજા થઈ નથી. તે માત્ર આરોપી છે, તેથી સાદા કપડાં જ પહેરે છે.’ કોઈ મોટી કંપનીની જેમ ચાલી રહ્યું છે લોરેન્સનું નેટવર્ક ત્યારબાદ અમે લોરેન્સના એક ખાસ સાથી સાથે પણ વાત કરી. અમે પૂછ્યું કે જેલમાંથી ગેંગ ચલાવવા અંગેના દાવા કેટલા સાચા છે? ઓળખ છતી ન કરવાની શરતે તેમણે જણાવ્યું, ‘કમ્યુનિકેશન ટૂલ્સના માધ્યમથી જે રીતે મોટી-મોટી કંપનીઓ સંચાલિત થાય છે, તે જ રીતે લોરેન્સનું નેટવર્ક પણ ચાલે છે. એવા ઘણા ડિવાઇસ અને ફોન છે, જેના કોલ રેકોર્ડ થઈ શકતા નથી કે જેની કોલ હિસ્ટ્રી પણ ટ્રેસ થઈ શકતી નથી. શું આવા સાધનો લોરેન્સની પહોંચથી બહાર હોઈ શકે?’ ‘અમેરિકન કંપની એક આવું જ ડિવાઇસ બનાવે છે. આ હેન્ડમેડ ફોનની કિંમત સાડા આઠથી નવ લાખ રૂપિયા સુધીની હોય છે. તે ખાસ ઓર્ડર આપીને બનાવડાવવામાં આવે છે. લોરેન્સ પણ આવા જ કોઈ ડિવાઇસનો ઉપયોગ કરતો હશે.’ અમે પૂછ્યું કે તે ઉપયોગ કરે છે કે કરતો હશે? જવાબ મળ્યો— ‘તમને શું લાગે છે, લોરેન્સ પાસે આવા ડિવાઇસની કોઈ અછત હશે?’ લોરેન્સની ગેંગમાં કેટલા લોકો છે? તેઓ જણાવે છે, ‘ઓછામાં ઓછા 10 તો ગેંગના મુખ્ય ઓપરેટિવ્સ જ છે, જેમ કે— અમેરિકામાં આરઝૂ બિશ્નોઈ, તિહાર જેલમાં બંધ તેનો ભાઈ અનમોલ બિશ્નોઈ, સંપત નેહરા, સંદીપ ઉર્ફે કાલા જઠેડી, હાશિમ બાબા અને કેબલ બાબા. આ સિવાય નીચેના સ્તરે તેના સૌથી વિશ્વાસુ માણસો છે. આવા ઓછામાં ઓછા 500 લોકો છે. આ બધા જ શાર્પ શૂટર છે, જેમની સાથે લોરેન્સ સતત સંપર્કમાં રહે છે.’ ગેંગના સભ્ય જેલમાં જાય તો પરિવારને પૂરો સપોર્ટ લોરેન્સની ગેંગ કઈ રીતે ચાલે છે? આ સવાલ પર તેઓ જણાવે છે, ‘કોઈ કોર્પોરેટ કંપનીની જેમ. તેની કંપનીનું કલ્ચર સમજો. જો ગેંગના કોઈ સભ્યનું મોત થઈ જાય કે તે જેલમાં જતો રહે, તો તેના આખા પરિવારની જવાબદારી લોરેન્સ કંપની ઉપાડે છે. તે બાળકોના શિક્ષણ, દીકરીના લગ્ન અને વૃદ્ધોની સારસંભાળની સંપૂર્ણ વ્યવસ્થા કરે છે.’ આ બધા માટે નાણાં ક્યાંથી આવે છે? તેના પર તેઓ કહે છે, ‘ગેંગસ્ટરને પૈસાની શી ચિંતા હોય.’ અમે પૂછ્યું— શું ખંડણી અને લૂંટમાંથી નાણાં આવે છે? જવાબ મળ્યો— ‘હા, જો આ બધું નહીં કરે તો ગેંગ કેવી રીતે ચાલશે? જોકે તેઓ ગરીબોને હેરાન-પરેશાન નથી કરતા. તેમની પાસેથી જ વસૂલે છે જેમની પાસે અઢળક પૈસા છે.’ ગેંગના લોકો ‘લોરેન્સ’ નહીં ‘ગુરુજી’ કહીને બોલાવે છે લોરેન્સના નિકટવર્તી સૂત્રો જણાવે છે, ‘ગેંગમાં કોઈ તેનું નામ લોરેન્સ કે તેનું અસલી નામ સતેન્દર સિંહ નથી લેતું. બધા તેને ગુરુજી કહે છે. તિહાર જેલમાં ગયા પછી જ તેનું આ નામકરણ થયું હતું. ‘તેનો પરિવાર ખૂબ જ ધાર્મિક છે. લોરેન્સ ઘરમાં હોય કે જેલમાં, તે ધાર્મિક જ રહેશે. તે રોજ સુંદરકાંડનો પાઠ કરતો હતો. મંગળવારે ઉપવાસ પણ રાખતો હતો. તે આજે પણ આ તમામ નિયમો પાળે છે. તેનું ખાનપાન પણ એકદમ સાદું છે. તે નોન-વેજને અડતો પણ નથી.’ ત્યારબાદ આ તમામ દાવાઓ અંગે અમે ગુજરાતના જેલ વિભાગના ઇન્ચાર્જ DGP ડૉ. કે. એલ. એન. રાવ સાથે વાત કરી. તેમનું કહેવું હતું કે તેઓ લોરેન્સ અંગે કોઈ વાત કરી શકે નહીં. તેના વિશે બોલવાની સત્તા જેલ સુપરિન્ટેન્ડેન્ટ ગૌરવ અગ્રવાલ પાસે છે. એ પછી અમે અનેક વાર જેલ સુપરિન્ટેન્ડેન્ટ ગૌરવ અગ્રવાલનો સંપર્ક કર્યો, ત્યારે તેમની સાથે વાતચીત થઈ શકી. તેમણે જણાવ્યું કે લોરેન્સ એક હાઈપ્રોફાઈલ કેદી છે અને અમે તેના વિશે મીડિયાને કોઈપણ પ્રકારની માહિતી આપી શકીએ નહીં.
    Click here to Read More
    Previous Article
    માળિયામાં મોડી‎રાતે કડાકા-ભડાકા સાથે સવા પાંચ ઇંચ વરસાદ‎:વાંકાનેરમાં દિવસે સવા ઇંચ બાદ રાતે વધુ પોણા બે ઇંચ પાણી પડ્યું, ટંકારામાં પણ બે ઇંચ વરસાદથી ગ્રામ્ય પંથક તરબતર
    Next Article
    IIT બોમ્બેમાં વિદ્યાર્થીએ આત્મહત્યા કરી:પરીક્ષામાં ChatGPTનો ઉપયોગ કરતા ઝડપાયો હતો; 7 મહિનામાં ત્રીજો મામલો; કેમ્પસમાં વિદ્યાર્થીઓનું પ્રદર્શન

    Related Video Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment