Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પૂરક પરીક્ષાનો ચોથો દિવસ:ધો.10ના ગુજરાતીના પેપરમાં 381 વિદ્યાર્થી ગેરહાજર, સવાર અને બપોરના સત્રમાં વિવિધ વિષયોની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે સંપન્ન

    3 दिन पहले

    ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી પૂરક પરીક્ષાના ચોથા દિવસે સવાર અને બપોરના સત્રમાં વિવિધ વિષયોની પરીક્ષાઓ ચુસ્ત સુરક્ષા વચ્ચે શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ હતી. સવારના સત્રમાં ધોરણ 10 (SSC) ગુજરાતી પ્રથમ ભાષામાં 1,032માંથી 651 વિદ્યાર્થીઓ હાજર અને 381 ગેરહાજર રહ્યા હતા, જ્યારે અંગ્રેજી પ્રથમ ભાષામાં 29માંથી 20 હાજર અને 9 ગેરહાજર નોંધાયા હતા. આ જ સત્રમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહના 'નામાનાં મૂળ તત્ત્વો' વિષયમાં 242માંથી 203 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 39 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. ગેરરીતિનો કોઈ કિસ્સો નોંધાયો નથી બપોરના સત્રમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ રસાયણ વિજ્ઞાનની પરીક્ષામાં કુલ 870 વિદ્યાર્થીઓમાંથી 708 હાજર અને 162 ગેરહાજર રહ્યા હતા. તેમજ ધોરણ 12 સામાન્ય પ્રવાહ હિન્દી (SL) વિષયમાં 71માંથી 33 વિદ્યાર્થીઓ હાજર અને 38 ગેરહાજર નોંધાયા હતા. બોર્ડના અધિકારીઓના જણાવ્યા અનુસાર, રાજ્યના તમામ કેન્દ્રો પર પરીક્ષા સંપૂર્ણ પારદર્શિતા સાથે પૂરી થઈ છે અને ક્યાંયથી પણ ગેરરીતિનો કોઈ કિસ્સો પ્રકાશમાં આવ્યો નથી.
    Click here to Read More
    Previous Article
    ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા રાજકોટમાં:કડવા પાટીદાર ઉદ્યોગપતિ મૌલેશ ઉકાણી સાથે બંધ બારણે બેઠક યોજી, કમલમમાં ચૂંટણીનું માર્ગદર્શન આપ્યું, મીડિયાએ સવાલો કરતા ચાલતી પકડી
    Next Article
    Karnataka High Court declares Gameskraft founders’ ED arrest illegal, orders release

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment