Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'ફટાકડા ફેકટરીના રૂમમાં બાળક ગયો'ને બ્લાસ્ટ થયો':આરોપીઓએ બનાવ સમયની હકીકત જણાવી, જીવ ગુમાવનારા 10 શ્રમિકોને દરરોજના 300 રૂપિયા મજૂરી આપતા

    1 day ago

    અમદાવાદના વસ્ત્રાલની ફટાકડા ફેક્ટરીમાં 18 જુલાઈએ થયેલા બ્લાસ્ટમાં મૃત્યુઆંક 10 પર પહોંચ્યો છે. ગેરકાયદે ફેક્ટરી ચલાવતા માતા-પુત્ર સહિત ત્રણ આરોપીઓને પોલીસે ઝડપી પૂછપરછ શરૂ કરી છે. જેઓની તપાસમાં કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવી છે. દુર્ઘટના સમયે ત્રણેય આરોપીઓ બનાવ સ્થળે જ હાજર હોવાનો ખુલાસો થયો છે. શ્રમિક પરિવારનો એક બાળક રમતા રમતા જે રૂમમાં વિસ્ફોટક (ગંધરક) રાખવામાં આવ્યો હતો ત્યાં ગયો'ને બ્લાસ્ટ થયો હોવાનું આરોપીઓએ જણાવ્યું છે. આગામી તહેવારોને ધ્યાનમાં રાખી આરોપીઓએ પુરજોશમાં ફટાકડા બનાવવાની શરૂઆત કરી હતી. જેના માટે 10 થી 12 શ્રમિકોને 300 રૂપિયા મજૂરીમાં કામ પર રાખ્યા હતા. આ બનાવ કઈ રીતે બન્યો હોય શકે તેની શક્યતા જાણવા ભાસ્કરે પૂર્વ ફાયર ઓફિસર સાથે વાત કરી હતી. બંને આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરાયું અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં ગેરકાયદે ધમધમતી ફટાકડા ફેક્ટરીમાં શનિવારે (18 જુલાઈ) બપોરના સમયે બ્લાસ્ટ થયા બાદ ગંભીર રીતે દાઝી ગયેલા 10 શ્રમિકોના મોત નિપજ્યા હતા. મંજૂરી ન હોવા છતા ગેરકાયદે ફટાકડાની ફેક્ટરી ચલાવતા મેહુલ ડોડીયા, તેની માતા રમીલા ડોડીયા અને ભાગીદાર સાદિક સામે ગુનો નોંધવામાં આવ્યો છે. મેહુલ અને સાદિકની ધરપકડ કરાયા બાદ પોલીસ સોમવારે બંનેને લઈ બનાવ સ્થળે પહોંચી પૂછપરછ કરી હતી. 'ગંધરક(વિસ્ફોટક પદાર્થ)ભરેલા રૂમમાં બાળક ગયોને બ્લાસ્ટ થયો' મેહુલ અને સાદિકની પૂછપરછ દરમિયાન પોલીસને જણાવ્યું હતું કે, 18 જુલાઈએ બપોરના 3 વાગ્યાના અરસામાં ફટાકડા ફેક્ટરીમાં જે રુમમાં ગંધરક (ફટાકડા બનાવવા માટે વપરાતો વિસ્ફોટક પદાર્થ) રાખ્યો હતો તે રૂમમાં એક બાળક પ્રવેશ્યાની ગણતરીની સેકન્ડોમાં જ જોરદાર બ્લાસ્ટ થયો હતો અને આસપાસનો વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો. ઘટનાસ્થળે જ બાળક સહિત પાંચ લોકોના મોત બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે બાળક સહિત પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય 10 લોકો ગંભીર રીતે દાઝી જતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જેમાં 4 લોકોના 19 તારીખે જ મોત નિપજ્યા હતા જ્યારે 1 વ્યકિતનું 20 જુલાઈએ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આરોપી મેહુલ દાઝી ગયેલા માતાને મૂકી ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો ગેરકાયદે ધમધમતી ફેક્ટરીમાં 18 જુલાઈએ બપોરે જ્યારે બ્લાસ્ટની ઘટના બની ત્યારે રમીલા ડોડીયા, મેહુલ ડોડીયા અને સાદિક ત્રણેય ફેક્ટરી પર જ હાજર હતા. બનાવ સમયે મેહુલના માતા રમીલા બહેન ઈજાગ્રસ્ત થઈ ગયા હોય મેહુલ ડોડીયા તેને મૂકીને જ નાસી છૂટ્યો હતો. જો કે, બાદમાં ક્રાઈમ બ્રાંચે તેને ગણતરીના કલાકોમાં જ દબોચી લીધો હતો. જ્યારે સાથી આરોપી સાદિકને રામોલ પોલીસે પકડી પાડ્યો હતો. જીવ ગુમાવનારા 10 શ્રમિકો 300 રૂપિયાના રોજમાં કામ કરતા હતા આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, આગામી તહેવાર આવતા હોવાથી બંને પુરજોશમાં ફેક્ટરી ચલાવી રહ્યા હતા.રોજ 10- 12 શ્રમિકો ફેક્ટરી પર કામ કરવા આવતા હતા.દરેકને રોજના 300 રૂપિયા મજૂરી આપવામાં આવતી હતી.બનાવના દિવસે પણ સવારથી 15 જેટલા શ્રમિકો કામ કરી રહ્યા હતા. 10 લોકોના જીવ ગયા તે બ્લાસ્ટ થવા પાછળનું કારણ શું? આ સવાલનો જવાબ મેળવવા માટે 'દિવ્ય ભાસ્કરે' ફાયર વિભાગના પૂર્વ અધિકારી રાજેશ ભટ્ટ સાથે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, જે જગ્યાએ એક્સપ્લોઝિવનો જથ્થો હોય તે જગ્યાએ ખૂબ જ કાળજી રાખવી જરૂરી છે.જે જગ્યા પર એક્સપ્લોઝિવ હોય ત્યાં જો બેદરકારીપૂર્વક જૂતા પહેરીને જવામાં આવે તો પણ બ્લાસ્ટ થઈ શકે. આ કેસમાં પણ બાળક ચપ્પલ પહેરીને ગયો હોય અથવા અંદર કોઈ કાળજી રાખવામાં આવી ન હોય તો આ બ્લાસ્ટ થયો હોય શકે. એક્સપ્લોઝિવ હોય તે જગ્યાએ ફ્લોર સ્પાર્ક પ્રૂફ અને શૂઝ પણ સ્પાર્ક પ્રૂફ હોવા જોઈએ.કોઈ પણ નાની લોખંડની વસ્તુ પણ આ જગ્યાએ ન હોવી જોઈએ.આ ફેક્ટરી જ ગેરકાયદેસર છે તો તેમાં કાળજી રાખવામાં જ નહીં આવી હોય એટલે બેદરકારીના કારણે જ બ્લાસ્ટ થયો હોય તેવી પૂરી શક્યતા છે. પોલીસ રથયાત્રાના બંદોબસ્તમાં રહી ને મેહુલ ડોડિયા ખેલ કરી ગયો અમદાવાદ પોલીસ કમિશનરે 19 જુલાઈએ કહ્યું હતું કે,વર્ષ 2013માં ફટાકડાની ફેક્ટરી બનાવવાની શરૂઆત કરી હતી, જોકે વર્ષ 2014માં બ્લાસ્ટની ઘટના બની હતી, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. ત્યારબાદ લાયસન્સ રદ કરી દેવામાં આવ્યું હતું. વર્ષ 2020માં ફરીથી મેહુલ ડોડિયાએ લાયસન્સ મેળવ્યું હતું અને ફેક્ટરી ચાલુ કરી હતી. ફાયર NOC અને લાયસન્સ લેવામાં આવ્યું હતું. 4 માર્ચ 2026ના રોજ તેનું લાયસન્સ પૂરું થયું હતું, ત્યારબાદ રામોલ પોલીસ દ્વારા બંધ કરાવવામાં આવી હતી.વર્ષ 2026માં માર્ચ મહિનામાં લાયસન્સ પૂરું થઈ ગયું હતું ત્યારબાદ તેણે ગેરકાયદેસર ફેક્ટરી શરૂ કરી હતી. 'માર્ચ 2026માં ફેક્ટરી બંધ કરાવી દેવામાં આવી હતી ત્યારબાદ તેના ફોટોગ્રાફ્સ પણ પોલીસ કમિશનર ઓફિસમાં જમા કરાવવામાં આવેલા હતા. રામોલ પોલીસ સ્ટેશનમાં કોઈપણ પ્રકારની ફેક્ટરી બંધ થયા પછી અરજી પણ કરવામાં આવી નથી. ગેરકાયદેસર રીતે તેઓ ફેક્ટરી ચલાવતા હતા અને રથયાત્રાના બંદોબસ્તમાં પોલીસ વ્યસ્ત હતી ત્યારે આ ફેક્ટરી ચાલુ કરી છે કે નહી તેની તપાસ કરી શકી નહોતી અને જે દરમિયાન આ બનાવ બનેલો છે. જમીન ભાડે આપનાર અંગે પણ તપાસ કરવામાં આવશે.' આ ફેક્ટરીને 29 જુલાઈ 2026 સુધીની ફાયર એનઓસી આપવામાં આવેલી છે. એક્સપ્લોઝિવ એક્ટ હેઠળ 15 કિલો જથ્થો હોવો જોઈએ જો કે સ્થળ ઉપરથી વધુ પ્રમાણમાં મળી આવ્યો છે જેથી તેને લઈને પણ તપાસ કરવામાં આવશે. કામદારોનું ઇન્સ્યોરન્સ હોવું જોઈએ ત્યારે તે બાબતે પણ અમે તપાસ કરીશું અને કામદારને અહીંયા લઈને આવ્યા છે ત્યારે ઇન્સ્યોરન્સ હોવાની શક્યતા નથી. તંત્ર દ્વારા ફટાકડાની ગેરકાયદે ફેક્ટરી પર બુલડોઝર ફેરવી દેવાયું વસ્ત્રાલ વિસ્તારમાં ગેરકાયદે ધમધમતી ફટાકડાની ફેક્ટરીમાં 10 લોકોના જીવ ગયા બાદ તંત્ર દ્વારા રવિવારે જ બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. વસ્ત્રાલ ઉપરાંત વાંચ ગામમાં ચાલતી ફેકટરીઓ પર પણ રવિવારે તપાસ કરવામાં આવી હતી. પરંતુ, તમામ ફેક્ટરીઓ બંધ હાલતમાં જોવા મળી હતી.
    Click here to Read More
    Previous Article
    મિત્રની હત્યા કરી કારમાં લાશ લઇને પોલીસ સ્ટેશન પહોંચ્યો:સવારે 5 વાગ્યે જોરદાર ડ્રામા સર્જાયો, યુવાનની કબૂલાતથી ખાખીધારીઓ સ્તબ્ધ થઇ ગયા
    Next Article
    AAP છોડી BJPમાં જોડાયા પણ સ્પીચમાં ફાંફા પડ્યાં:સુરતી પુરની માછલીનું નવું નામ ‘SMC’; રાજભાને રિસોર્ટમાં પણ નેસ દેખાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment