Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈશાન કિશન 10 બોલ પર 30 રન બનાવીને આઉટ:ભારતની ત્રીજી વિકેટ પડી, અભિષેક-સેમસન પણ આઉટ; વેસ્ટ ઇન્ડીઝ સામે ભારતનો સ્કોર- 66/3

    22 hours ago

    ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે પાંચમી T20 મેચ રમાઈ રહી છે. બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં વરસાદના કારણે 6:30 વાગ્યે થનાર ટૉસ અઢી કલાક મોડો એટલે કે 9 વાગ્યે થયો. વેસ્ટ ઇન્ડીઝે બોલિંગ પસંદ કરી છે. મેચ 9-9 ઓવરની રમાશે. ટીમ ઈન્ડિયાનો સ્કોર 4.1 ઓવરમાં 66/3 છે. ટીમ તરફથી કેપ્ટન શ્રેયસ અય્યર અને તિલક વર્મા ક્રિઝ પર છે. ઈશાન કિશન 10 બોલ પર 30 રન બનાવીને આઉટ થયો. અભિષેક શર્મા સિક્સ લગાવ્યા બાદ પવેલિયન પરત ફર્યો. ભારતે પ્લેઇંગ-11માં બે ફેરફાર કર્યા છે. ભુવનેશ્વર કુમારનું 1425 દિવસ પછી કમબેક થયું છે. તેણે છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 22 નવેમ્બર 2022ના રોજ ન્યૂઝીલેન્ડ સામે રમી હતી. શિવમ દુબે પણ રમી રહ્યો છે. જ્યારે વૈભવ સૂર્યવંશીને ફરી એકવાર તક મળી નથી. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન, શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, શિવમ દુબે, નમન ધીર, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ અને પ્રિન્સ યાદવ. વેસ્ટ ઇન્ડીઝ (WI): શાઈ હોપ (કેપ્ટન અને વિકેટકીપર), જ્વેલ એન્ડ્રુ, શિમરોન હેટમાયર, રોવમેન પાવેલ, શેરફેન રધરફોર્ડ, રોમારિયો શેફર્ડ, કીમો પોલ, રોસ્ટન ચેઝ, શમાર સ્પ્રિંગર, શમાર જોસેફ અને ગુડાકેશ મોતી.
    Click here to Read More
    Previous Article
    CJP Protest को लेकर Kapil Sibal ने सरकार को क्या चेतावनी दी? Jantar-Mantar पर भी पूछा ये सवाल। Dipke
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:વાસણાના સહજ સોલારિયમ 2 માં નવરાત્રીનો છઠ્ઠો દિવસ ઉજવાયો, ખેલૈયાઓએ મન મૂકીને ગરબાની રમઝટ માણી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment