Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં ઘોડીપાસા ક્લબ ઝડપાઈ:10 આરોપીઓ 2.46 લાખની માલમત્તા સાથે ઝડપાયા

    1 week ago

    જામનગરના કડિયાવાડ વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં ચાલતી ઘોડીપાસાની મીની ક્લબ પર LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) ની ટીમે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેમની પાસેથી કુલ ₹2,46,500 ની માલમત્તા જપ્ત કરવામાં આવી છે. પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે કડિયાવાડ વિસ્તારમાં ઘોડીપાસાનો જુગાર રમાઈ રહ્યો છે. આ માહિતીના આધારે LCB ની ટીમે ગઈકાલે મોડી રાત્રે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન, મકાન માલિક સહિત કુલ 10 શખ્સો જુગાર રમતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. આ જુગારધામ જામનગરના કડિયાવાડ વિસ્તારમાં આવેલી લાડવા શેરીમાં રાજેન્દ્ર ચમનલાલ લાલાણી નામના શખ્સના મકાનમાં ચાલતું હતું. રાજેન્દ્ર ચમનલાલ બહારથી લોકોને એકત્ર કરીને પોતાના ઘરમાં ઘોડીપાસાનો જુગાર રમાડતો હતો. પોલીસે મકાન માલિક રાજેન્દ્ર ચમનલાલ લાલાણી ઉપરાંત પ્રશાંતસિંહ પ્રદ્યુમનસિંહ ગોહિલ, કૌશિક જયંતીલાલ ચાવડા, અજય હરજીભાઈ વાઢેર, ભરત રમેશભાઈ વસાણી, ઘનશ્યામભાઈ હીરાભાઈ લાખાણી, ધર્મેન્દ્ર જગદીશભાઈ સોલંકી, સરફરાજ ઓસમાણભાઈ વાઘેર, નરેન્દ્ર જમનાલાલ લાખાણી અને કેતન રાજેશભાઈ ખેતાણીની અટકાયત કરી હતી. તેમની પાસેથી ₹50,500 રોકડા, મોબાઈલ ફોન અને બે વાહનો સહિત કુલ ₹2,46,500 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    આંગણજ મહાકાળી મંદિરે ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ:અમદાવાદ નજીક ભક્તો ઉમટ્યા, વિશેષ સુવિધાઓ ગોઠવાઈ
    Next Article
    Rajasthan Board Class 10 Result On March 23: How To Check Instantly Without Any Glitch

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment