Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્રમ્પ બોલ્યા- ઈઝરાયેલ અને લેબનાન 10 દિવસના સીઝફાયર પર સહમત:બંને દેશો સાથે વાત કરીને સહમતી બનાવી, ગુરુવારે રાત્રે 2:30 વાગ્યાથી અમલી

    1 week ago

    અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે ઈઝરાયલ અને લેબનાન 10 દિવસના સીઝફાયર પર સહમત થયા છે. આ યુદ્ધવિરામ ભારતીય સમય અનુસાર ગુરુવારે મોડી રાત્રે 2:30 વાગ્યાથી અમલી થઈ ગયો છે. ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને જણાવ્યું કે તેમણે લેબનાનના રાષ્ટ્રપતિ જોસેફ ઔન અને ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે વાતચીત કરી, જે બાદ આ સહમતી બની હતી. તેમણે જણાવ્યું કે તેઓ નેતન્યાહુ અને જોસેફ ઔનને વોશિંગ્ટનમાં વાતચીત માટે આમંત્રિત કરશે. આ અઠવાડિયે વોશિંગ્ટનમાં બંને દેશો વચ્ચે 34 વર્ષમાં પ્રથમ વખત સીધી વાતચીત થઈ હતી, જેમાં અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયો પણ સામેલ હતા. ટ્રમ્પે કહ્યું કે તેમણે ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ, વિદેશ મંત્રી રુબિયો અને જોઈન્ટ ચીફ્સ ચેરમેન જનરલ ડેન કેનને નિર્દેશ આપ્યા છે કે તેઓ બંને દેશો સાથે મળીને કાયમી શાંતિ સુનિશ્ચિત કરવાની દિશામાં કામ કરે. આ અગાઉ લેબનાનના રાષ્ટ્રપતિએ ટ્રમ્પ સાથે ફોન પર વાતચીતમાં સીઝફાયરના પ્રયાસો બદલ તેમનો આભાર માન્યો હતો. યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચેના બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    Shreyas Iyer's 'Catch Of The Season' Dismisses Hardik Pandya In MI vs PBKS; Rohit Sharma, Suryakumar Yadav Shocked. Watch
    Next Article
    Jammu Kashmir News | જમ્મુ કાશ્મીરમાં પ્રવાસીઓનો ઘોડાપૂર | Tourist News | Crowed | Gujarati News

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment