Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનપાની સામાન્ય સભા તોફાની બનવાના એંધાણ:10 કોર્પોરેટરોએ પૂછ્યા 23 તીખા સવાલો, જન્મ-મરણ નોંધણીમાં 10 હજાર અરજીઓ અટકતાં તંત્ર ભીંસમાં

    1 day ago

    રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય સભા આવતીકાલે સવારે 11:00 વાગ્યે મેયર નેહલ શુક્લના અધ્યક્ષસ્થાને મળશે. આ સભામાં શહેરના સળગતા જનહિતના પ્રશ્નોને લઈને શાસક અને વિપક્ષ બંને આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે. સામાન્ય સભામાં કુલ 10 કોર્પોરેટરો દ્વારા 23 જેટલા તીખા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા છે, જેમાં ભાજપના 7 સભ્યોના 15 પ્રશ્નો અને કોંગ્રેસના 3 સભ્યોના 8 પ્રશ્નો સામેલ છે. ટાઉન પ્લાનિંગ, વિજીલન્સ અને જન્મ-મરણ શાખા જેવા મહત્વના વિભાગોના અધિકારીઓ સવાલોના જવાબો તૈયાર કરવા દોડધામ કરી રહ્યા છે. આરોગ્ય અને ગ્રાન્ટ લેપ્સ થવા અંગે સંજય ચાવડાના સવાલો પ્રશ્નોત્તરી કાળની શરૂઆત વોર્ડ નંબર 5ના ભાજપ કોર્પોરેટર સંજય ચાવડાના પ્રશ્નથી થશે. તેમણે શહેરમાં બનાવાયેલી વિવિધ આવાસ યોજનાઓ, સ્લમ ક્લિયરન્સ બાદ વિસ્થાપિતોને કરાયેલી ફાળવણી તેમજ મનપા હસ્તકની ખાલી જમીનોની વિગતો માંગી છે. આ સાથે ખાલી પડેલા આવાસો, આગામી નવી યોજનાઓ, આરોગ્ય શાખાની ગ્રાન્ટ વણવપરાયેલી રહેવાની બેદરકારી અને આયુષ્યમાન આરોગ્ય મંદિરની સુવિધાઓ અંગે ખુલાસો માંગી તંત્રને ભીંસમાં લેવાની તૈયારી કરી છે. ડામરકામના નબળા નમૂના અને પાણીની પાઈપલાઈન વોર્ડ નંબર 9ના સભ્ય જાનકીબેન કાટોળીયાએ વિજીલન્સ ટેકનિકલ વિભાગની કામગીરી સામે સવાલ ઉઠાવતા છેલ્લા 2 વર્ષમાં લેવાયેલા ડામર અને સિવિલ વર્કના ફેલ થયેલા સેમ્પલ તથા જવાબદાર કોન્ટ્રાક્ટરો-અધિકારીઓ સામે કરાયેલી શિક્ષાત્મક કાર્યવાહીનો હિસાબ માંગ્યો છે. બીજી તરફ, વોર્ડ નંબર 11ના રક્ષિત કલોલાએ ડી.આઈ. વોટર પાઈપલાઈન અને પાણી વિતરણની ફરિયાદો મુદ્દે પ્રશ્નો રજૂ કર્યા છે, જ્યારે અંજનાબેન મોરઝરીયાએ આંગણવાડી તથા ધાત્રી માતાઓ-સગર્ભાઓની યોજનાઓ અંગે માહિતી માંગી છે. જન્મ-મરણ નોંધણીમાં 10,000 અરજીઓ પેન્ડિંગ વોર્ડ નંબર 16ના કોર્પોરેટર અને વિરોધપક્ષના નેતા દીપ્તિબેન સોલંકીએ શહેરની સૌથી જટિલ સમસ્યા બનેલી જન્મ-મરણ શાખાની લાપરવાહી સામે મોરચો માંડ્યો છે. પોર્ટલ બદલાવ અને ટોકન સિસ્ટમના કારણે હાલ 10 હજારથી વધુ અરજીઓ અટવાઈ પડી હોવાથી પ્રજા ત્રાહિમામ પોકારી રહી છે. તેમણે આ બેકલોગ ક્યારે શૂન્ય થશે, નોંધણી પ્રક્રિયામાં વિલંબના કારણો અને સરકારી ઓળખપત્રોની કામગીરીમાં આ સર્ટીફિકેટ માન્ય છે કે નહીં તે અંગે સીધા જવાબો માંગ્યા છે. ગેરકાયદે બાંધકામો અને નવી હોકર્સ પોલિસી ટાઉન પ્લાનિંગ વિભાગમાં 3 નવા ટાઉન પ્લાનર્સની કામગીરી, ત્રણેય ઝોનમાં નોટિસ અપાયા બાદ પણ થયેલા અનધિકૃત બાંધકામો અને ડિમોલિશનની સ્થિતિ અંગે પણ સ્પષ્ટતા માંગવામાં આવી છે. આ સામાન્ય સભાના એજન્ડામાં શહેરના હોકર્સ ફ્રી ઝોન, રેંકડીધારકો માટે જગ્યા ફાળવણી સંબંધિત હોકર્સ પોલિસીના વાંધા-સૂચનો રજૂ કરવા તેમજ સ્ટેન્ડિંગ કમિટીની સહાય માટે નવી સલાહકાર સમિતિની રચનાની દરખાસ્તને પણ આખરી મંજૂરી અપાશે.
    Click here to Read More
    Previous Article
    गणपति दर्शन के बाद गुस्से में दिखे सलमान खान, सोशल मीडिया पर जमकर वायरल हो रहा है वीडियो
    Next Article
    વેડિંગ ઇન્વિટેશનની APK ખોલતાં જ વૃદ્ધના ખાતામાંથી રૂ.10 લાખ ગાયબ:બેંક ખાતુ ચેક કરતા અલગ-અલગ ટ્રાન્જેક્શનથી રકમ ટ્રાન્સફર થઈ ગઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment