Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તેલંગાણા પ્રિન્સિપાલની હત્યા, છેલ્લા કોલથી ધો.10ના 2 વિદ્યાર્થી પકડાયા:આરોપીઓએ છરીના 27 ઘા માર્યા હતા, રોકડ અને મોબાઇલ જપ્ત

    4 days ago

    તેલંગાણાના નલગોંડામાં 48 વર્ષીય સ્કૂલ પ્રિન્સિપાલ કલ્લુ રૂપા રેડ્ડીની હત્યાના કેસમાં 10મા ધોરણના બે વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી છે. રૂપા રેડ્ડી કોંડામલ્લેપલ્લીની નાગાર્જુન પબ્લિક સ્કૂલના પ્રિન્સિપાલ અને ડિરેક્ટર હતા. 12 ઓગસ્ટની સવારે તેઓ પોતાના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેમના શરીર પર છરીના 27 ઘા મારવામાં આવ્યા હતા. પોલીસ તપાસમાં સૌથી મહત્વનો પુરાવો તેમના છેલ્લી ફોન કોલમાં બોલાયેલા ‘બાબુ’ શબ્દ પરથી મળ્યો. રૂપા પોતાની સ્કૂલના કેટલાક વિદ્યાર્થીઓને ‘બાબુ’ કહીને બોલાવતા હતા. તપાસ આગળ વધી તો 10મા ધોરણના બે વિદ્યાર્થીઓ પર શંકા વધુ ઘેરી બની અને પૂછપરછમાં બંનેએ હત્યાની કબૂલાત કરી. પોલીસના જણાવ્યા અનુસાર, થોડા સમય પહેલા રૂપાએ બંને વિદ્યાર્થીઓને હોસ્ટેલ બેગમાંથી પૈસા અને મોબાઈલ ફોન મળવા બદલ ઠપકો આપ્યો હતો અને તેમના માતા-પિતાને આ અંગે જાણ કરી હતી. પોલીસને શંકા છે કે આ જ વાતથી બંને વિદ્યાર્થીઓ પ્રિન્સિપાલથી નારાજ હતા. આરોપીઓએ 5 દિવસ સુધી રૂપાના ઘરની રેકી કરી હતી પોલીસના જણાવ્યા અનુસાર, બંને વિદ્યાર્થીઓએ હત્યાના લગભગ 5 દિવસ પહેલા ચોરીનો પ્લાન કર્યો હતો. તેમણે રૂપા રેડ્ડીના ઘરની રેકી કરી અને ઓળખ છુપાવવા માટે છરી, મોજા અને મંકી કેપ ખરીદી. ઘટનાના દિવસે એક વિદ્યાર્થી મંકી કેપ અને મોજા પહેરીને ઘરમાં ઘૂસ્યો. તેણે બેડરૂમમાં રાખેલા લગભગ 2.50 લાખ રૂપિયા જોયા અને તેમને લઈને ભાગવા લાગ્યો. આ દરમિયાન તેની મંકી કેપ માથા પરથી સરકી ગઈ અને રૂપા રેડ્ડીએ તેને ઓળખી લીધો. પોલીસના જણાવ્યા અનુસાર, ઓળખ જાહેર થવાના ડરથી આરોપીએ રૂપા રેડ્ડી પર છરીના 27 ઘા મારીને હુમલો કર્યો હતો. ત્યારબાદ બંને વિદ્યાર્થીઓ પૈસા લઈને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. હત્યા બાદ બંને વિદ્યાર્થીઓ ગોવા ગયા હત્યા બાદ બંનેએ પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, તેમણે લોહીથી લથપથ કપડાં અને મંકી કેપ જમીનમાં દાટી દીધા હતા. ત્યારબાદ બંને ગોવા પણ ગયા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 1.54 લાખ રૂપિયા રોકડા, એક આઈફોન, રૂપા રેડ્ડીનો મોબાઈલ ફોન અને હત્યામાં વપરાયેલ છરી જપ્ત કરી છે. તપાસમાં એ પણ સામે આવ્યું કે બંનેએ ગુના પહેલા ઓનલાઈન ઝડપથી પૈસા કમાવવાની રીતો શોધી હતી. 'બાબુ' શબ્દથી કેવી રીતે ખુલ્યો હત્યાનો રાજ ઘટનાના દિવસે રૂપાના પતિ હૈદરાબાદમાં હતા. તેમણે ફોન કર્યો, પરંતુ જવાબ ન મળતા પડોશીઓને તેની જાણ કરી. પડોશીઓએ પોલીસને જાણ કરી અને પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહ શોધી કાઢ્યો. તપાસ દરમિયાન પોલીસે 5 ટીમો બનાવી અને CCTV, ફોરેન્સિક પુરાવા, ફિંગરપ્રિન્ટ અને ટેકનિકલ ડેટાની તપાસ કરી. 80થી વધુ લોકોની પૂછપરછ કરવામાં આવી. આ દરમિયાન રૂપાના મૃત્યુ પહેલા થયેલી છેલ્લી ફોન વાતચીતમાં 'બાબુ' શબ્દ પોલીસ માટે મહત્વની કડી બન્યો. રૂપા સ્કૂલના કેટલાક વિદ્યાર્થીઓને આ જ નામથી બોલાવતી હતી. 10મા ધોરણના 5 વિદ્યાર્થીઓ પર શંકા ગઈ, ત્યારબાદ પોલીસે સ્કૂલના વિદ્યાર્થીઓની તપાસ શરૂ કરી. પોલીસે 10મા ધોરણના એવા 5 વિદ્યાર્થીઓની માહિતી ભેગી કરી, જેઓ ઘટના બાદથી સ્કૂલમાંથી ગુમ થયા હતા. તેમાંથી બે વિદ્યાર્થીઓ છેલ્લા કેટલાક દિવસોથી ઘણા પૈસા ખર્ચ કરી રહ્યા હતા અને પાર્ટીઓ કરી રહ્યા હતા. પોલીસે બંનેને કસ્ટડીમાં લઈને અલગ-અલગ પૂછપરછ કરી. પૂછપરછમાં બંનેએ હત્યાની વાત કબૂલી હતી.
    Click here to Read More
    Previous Article
    શ્વેતા તિવારીએ ડ્રિંક ઓર્ડર કર્યું, ડિલિવરીમાં વંદો નીકળ્યો:ગભરાયેલી એક્ટ્રેસે કહ્યું- તુકારામજી તમે ક્યાં છો?; કોકરોચ જનતા પાર્ટીનો સખત વિરોધ કર્યો હતો
    Next Article
    અમરેલી કલેક્ટરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ:જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિના પ્રશ્નોનું નિરાકરણ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment