Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્થાનિક સ્વરાજની 10 હજાર સીટની મતગણતરી:અમદાવાદ મનપામાં ભાજપનો 160 તો કોંગ્રેસનો 32 સીટ પર વિજય, ઓવૈસીની પાર્ટીનો સફાયો

    1 day ago

    સ્થાનિક સ્વરાજની ચૂંટણીના આજે 28 એપ્રિલે પરિણામો જાહેર થશે. 15 મનપા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે યોજાયેલી ચૂંટણીની મતગણતરી યોજાઈ હતી. હવે પરિણામો જાહેર થઈ ચૂક્યા છે. કુલ 10 હજાર 5 સીટમાંથી 732 સીટ બિનહરીફ થઈ ચૂકી છે. ભાજપ 2021ની ફરી ભવ્ય જીત મેળવી છે. જ્યારે તમામ 15 મનપા પર પણ કબ્જો મેળવ્યો છે. નગરપાલિકામાંથી 76 પર ભાજપ અને 8 કોંગ્રેસને મળી છે. 34માંથી 33 જિલ્લા પંચાયત પર શાસનમાં આવ્યા છે. 260 તાલુકા પંચાયતમાંથી ભાજપને ફાળે 253 અને 7માં કોંગ્રેસ તથા આપને મળી છે. અમરેલી જિલ્લાની બગસરા તાલુકા પંચાયત કબ્જે કરી આપે ઇતિહાસમાં પહેલીવાર પંચાયતમાં સત્તા મળી છે. સુરત મનપામાં 2021માં 27 સીટ જીતનારી આપ આ 4 સીટ પર સમેટાઈ છે. જ્યારે કોંગ્રેસને 1 અને 115 સીટ સાથે ભાજપે ફરી સત્તા મેળવી છે. આ પણ વાંચો: 15 મહાનગરપાલિકાની પળેપળની અપડેટ પંચાલની પરીક્ષા, પાટીલનું પર્ફોર્મન્સ રિપિટ કરી શકશે? 2021ની ચૂંટણીમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ હતા અને તેમના નેતૃત્વમાં પાર્ટીએ 61 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર 90 ટકા બેઠકો જીતી હતી. હવે પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ છે અને પરિણામો જાળવી રાખવાની સૌથી મોટી ચેલેન્જ હતી. જગદીશન પંચાલના નેતૃત્વમાં આ પહેલી ચૂંટણી લડાઈ છે અને અહીં જ તેમની અગ્નિપરીક્ષા થઈ છે. જો કે તેઓ આ પરીક્ષામાં સંપૂર્ણ પાસ થઈ ગયા છે. ઉત્તર ગુજરાત 1.મહેસાણા 2.પાટણ 3.બનાસકાંઠા 4.વાવ-થરાદ 5.સાબરકાંઠા 6.અરવલ્લી દક્ષિણ ગુજરાત 1.સુરત 2.તાપી 3.વલસાડ 4.નવસારી 5.ડાંગ સૌરાષ્ટ્ર-કચ્છ 1.રાજકોટ 2.જામનગર 3.જૂનાગઢ 4.પોરબંદર 5.ગીર સોમનાથ 6.દેવભૂમિ દ્વારકા 7.અમરેલી 8.સુરેન્દ્રનગર 9.મોરબી 10.બોટાદ 11. ભાવનગર 12 કચ્છ 2021માં 90% સીટ પર કેસરિયો 2021માં ભાજપે શાનદાર જીત મેળવી ત્યારે તેની પાસે 100 ટકા સાંસદ, 100 ટકા જિલ્લા પંચાયત, 93 ટકા નગરપાલિકા, 86 ટકા તાલુકા પંચાયત અને 61 ટકા ધારાસભ્યો હતા. જેનો સીધો ફાયદો ત્યાર બાદ આવેલી વિધાનસભા 2022ની ચૂંટણીમાં થયો હતો. જેમાં ભાજપે 156 સીટ મેળવી હતી અને કોંગ્રેસ માત્ર 17 સીટ પર સમેટાઈ ગઈ હતી. જ્યારે આપને 5 બેઠક મળી હતી. ત્યાર બાદ બે વર્ષમાં જ ભાજપે કોંગ્રેસના 4 અને એક અપક્ષ ધારાસભ્યને પોતાની પાર્ટીમાં ભેળવી લેતા 161એ સંખ્યાબળ પહોંચ્યું છે. 2015ની ચૂંટણીમાં ભાજપને સૌથી વધુ ફટકો પંચાયતોમાં પડ્યો હતો 2015ની ચૂંટણીમાં ભાજપને સૌથી વધુ ફટકો ગામડાઓમાં એટલે કે પંચાયતોમાં પડ્યો હતો. કુલ 31માંથી ભાજપ માંડ 8 જિલ્લા પંચાયત જ જીતી શક્યો હતો. જ્યારે કોંગ્રેસે 23 જિલ્લા પંચાયતોમાં પોતાનો પંજો રાખી દઇને ભાજપના કમળને કચડી નાખ્યું હતું. અમિત ચાવડા માટે ગજબનો સંયોગ, કોંગ્રેસને તારશે કે ડૂબાડશે? આ ચૂંટણી કોંગ્રેસ આમ તો સાયલન્ટ થઈને લડી પણ ગ્રાઉન્ડ પરની ગેરહાજરીથી સૌ કોઈ તેના અસ્તિત્વ સામે જ સવાલ ઉઠાવી રહ્યા છે. આ વખતે અમિત ચાવડા સાથે એક ગજબનો યોગાનુયોગ સર્જાયો છે. 2021માં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા હતા અને હાલ તેમની પાસે જ પાર્ટીની કમાન છે. જો કે 2021માં પરિણામો જાહેર થતાં જ તેમણે પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું હતું. આ વખતે જો કોંગ્રેસ સન્માનજનક સીટ્સ લાવવામાં પણ નિષ્ફળ રહી તો આમ આદમી પાર્ટી ઘુસી જશે અને તેનું સ્થાન લઈ લેશે. આમ આજે અમિત ચાવડા રેસ અને લગ્નની જાનના ઘોડા કોણ છે? તે પારખી શક્યા છે કે નહીં? તે પણ નક્કી થઈ જશે.
    Click here to Read More
    Previous Article
    Ganga Expressway launch tomorrow: 5 key facts about India’s 594-km mega corridor
    Next Article
    Surat Election Result Babal LIVE | ચૂંટણી પરિણામ આવતાં કાર્યકરો બાખડ્યા | Local Body Election

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment