Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટનો લૂંટ વિથ મર્ડર કેસ, યુપી ગેંગના 10 આરોપી ઝડપાયા:નોકરીમાંથી હાંકી કાઢતા પૂર્વ કર્મચારીએ ષડ્યંત્ર રચ્યું, શૂઝ અને સીટ-કવરમાંથી 1.52 કરોડના સોના-ચાંદી મળ્યા

    8 hours ago

    રાજકોટના આજી GIDC વિસ્તારમાં આવેલી તન્વી ગોલ્ડ રિફાઇનરી બહાર 14 ઑક્ટોબરના રોજ લાલજીભાઈ સરધારા પર 3 રાઉન્ડ ફાયરિંગ કરી 1 કિલો સોનું અને 3 કિલો ચાંદી લૂંટી હત્યા કરવાના ચકચારી કેસનો પોલીસે ગણતરીના કલાકોમાં પર્દાફાશ કર્યો છે. રાજકોટ શહેર પોલીસની 10થી 15 ટીમોએ 3-4 જિલ્લા અને 2 રાજ્યોની પોલીસના સંકલનથી ઓપરેશન પાર પાડીને ઉત્તર પ્રદેશની કુખ્યાત ગેંગના તમામ 10 આરોપીઓને માત્ર 9 કલાકમાં દબોચી લીધા છે. પોલીસે લૂંટમાં ગયેલા સોના-ચાંદી સહિત કુલ ₹1.52 કરોડથી વધુનો 100% મુદ્દામાલ રિકવર કરવામાં સફળતા મેળવી છે. શૂઝ અને કારના સીટ-કવરમાં છુપાવ્યું હતું સોનું જોઈન્ટ પોલીસ કમિશનર ચૈતન્ય માંડલિકે વિગતો આપતાં જણાવ્યું હતું કે, લૂંટને અંજામ આપ્યા બાદ આરોપીઓએ પોલીસ તપાસથી બચવા માટે સોના-ચાંદીના ઢાળિયા પોતાના શૂઝ તેમજ કારના સીટ-કવરમાં ચાલાકીપૂર્વક સંતાડી દીધા હતા. જોકે, પોલીસે AI ટેક્નોલોજી, CCTV નેટવર્ક અને હ્યુમન ઈન્ટેલિજન્સના સચોટ સમન્વયથી આરોપીઓની કડી મેળવીને તમામ 10 આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. આ ત્વરિત સફળતા બદલ ગૃહમંત્રીએ પણ રાજકોટ પોલીસની કામગીરીની પ્રશંસા કરી છે. પૂર્વ કર્મચારી માસ્ટરમાઇન્ડ નીકળ્યો, હાલના સ્ટાફે આપી હતી ટીપ પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ લૂંટ કોઈ અચાનક બનેલો બનાવ નહોતો પરંતુ, યોજનાબદ્ધ ષડયંત્ર હતું. તન્વી ગોલ્ડ રિફાઇનરીમાં અગાઉ 5-6 મહિના નોકરી કરી ચૂકેલો અશ્વિનીકુમાર ઉર્ફે લંકેશ સિંહ આ ગુનાનો મુખ્ય સૂત્રધાર હતો. જ્યારે રિફાઇનરીમાં હાલ ફરજ બજાવતા શૈલેષકુમાર ખેરવા ઉર્ફે શૈલેન્દ્ર સિંહે અંદરની તમામ વિગતો પૂરી પાડી હતી. મેનેજર ક્યારે સોના-ચાંદીનો રિફાઇન માલ લઈને નીકળશે તેની પળેપળની બાતમી શૈલેષે લંકેશને આપી હતી. લંકેશે તેના સાગરિતોને સ્પષ્ટ સૂચના આપી હતી કે, લૂંટ દરમિયાન રસ્તામાં જે પણ વચ્ચે આવે તેને સીધો ગોળી મારી દેવી. 3 રાઉન્ડ ફાયરિંગ કરી 120ની સ્પીડે કાર ભગાવી હતી 14 ઓક્ટોબરે રિફાઇનરીમાંથી સોનાના ઢાળિયા અને ચાંદીનો ડસ્ટ પાવડર ભરીને મેનેજર એક્ટિવા પર શો-રૂમ જવા નીકળ્યા ત્યારે મરૂન રંગની ટાટા ટિગોર કારમાં આવેલા શખ્સોએ થેલો ઝૂંટવવાનો પ્રયાસ કર્યો હતો. લાલજીભાઈ સરધારા અને સિક્યુરિટી ગાર્ડે પ્રતિકાર કરતાં આરોપી અનુરાગ સિંહ રાજપૂતે લાલજીભાઈ પર 3 રાઉન્ડ સચોટ ફાયરિંગ કર્યું હતું, જેનાથી ગંભીર ઈજા પામતાં તેમનું મોત થયું હતું. લૂંટ બાદ આરોપીઓ કાર 120 કિ.મી.ની ઝડપે ભગાવીને ચોટીલા પહોંચ્યા હતા, જ્યાં વાહનો બદલી કિયા સોનેટ અને આઈશર મારફતે રાજસ્થાન તથા મોરબી તરફ ભાગી છૂટ્યા હતા. રાજસ્થાન, મોરબી અને રાજકોટમાંથી સંયુક્ત ઓપરેશન દ્વારા ધરપકડ પોલીસે નાકાબંધી અને વાહનોના રૂટ ટ્રેસ કરીને રાજસ્થાન પોલીસની મદદ મેળવી હતી. રાજસ્થાનના પિંડવાડા અને ઉદયપુરમાંથી 6 આરોપી, મોરબીમાંથી 3 અને રાજકોટમાંથી 1 મળી કુલ 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ તમામ આરોપીઓ ઉત્તર પ્રદેશના ચંદૌલી, ગાજીપુર અને મઉ જિલ્લાના રહેવાસી છે. પકડાયેલા આરોપીઓ પૈકી અશ્વિની ઉર્ફે લંકેશ અને અજીતકુમાર પાંડે સામે અગાઉ યુપીમાં હત્યાની કોશિશ, અનુરાગ સિંહ સામે મનુષ્યવધ તથા શૈલેષ ખેરવા સામે હરિયાણામાં ગુનાહિત કેસો નોંધાયેલા છે. સુરક્ષા માટે રાજકોટમાં લાગુ થશે 'ઈ-બીટ સિસ્ટમ' તહેવારોની મોસમમાં વેપારીઓ અને નાગરિકોની સુરક્ષા વધારવા માટે પોલીસ વિભાગે ખાસ એક્શન પ્લાન ઘડી કાઢ્યો છે. શહેરને અલગ-અલગ બીટમાં વહેંચીને રાઉન્ડ-ધ-ક્લોક પેટ્રોલિંગ શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત, આગામી દિવસોમાં ડિજિટલ 'ઇ-બીટ સિસ્ટમ' અમલી બનાવવામાં આવશે, જેથી પોલીસ પેટ્રોલિંગ અને ચેકિંગની તમામ કામગીરીનું ઓનલાઈન ટ્રેકિંગ સુનિશ્ચિત થઈ શકશે.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં 34 વર્ષ જૂની ગરબી પરંપરા જળવાઈ:ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડ ગરબી મંડળમાં 180 બાળાઓએ અંગારા સહિતના રાસ રજૂ કર્યા
    Next Article
    વડોદરા કોર્ટમાં 2 પોલીસકર્મી પર હુમલો કરનાર NRI ઝડપાયો:કોર્ટરૂમમાં શિસ્તની ટકોર કરતાં કોન્સ્ટેબલને લાફો માર્યો; પકડવા ગયેલા ASI પર પણ જીવલેણ હુમલો કર્યો હતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment