Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોરબંદરમાં પોલીસની હાજરીમાં 10 સેકન્ડમાં 15 ફટકા માર્યા, VIDEO:હાથલા ગામે ભંગાર વીણતા યુવક પર બે શખ્સો તૂટી પડ્યા, DySPએ કહ્યું- 'તપાસ શરૂ કરી છે'

    6 hours ago

    પોરબંદર જિલ્લાના હાથલા ગામમાં એક યુવકને જાહેરમાં માર મારવામાં આવ્યો છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં દાવો કરાયો છે કે, ભંગાર વીણતા યુવકને કેટલાક લોકો માર મારી રહ્યા છે. પોલીસની હાજરીમાં યુવક પર લાકડી-પાઇપ વડે હુમલાનો આ વીડિયો વાયરલ થતાં આખો મામલો ચર્ચાનો વિષય બન્યો છે. યુવકને કયા કારણોસર માર મારવામાં આવ્યો અને આ ઘટનામાં કોણ સામેલ છે, તેની વિગતો પોલીસ તપાસ પછી જ સામે આવશે. વાયરલ વીડિયોની બે તસવીર વાયરલ વીડિયોમાં શું જોવા મળ્યું? વીડિયોમાં એક યુવક જમીન પર પડેલો દેખાય છે, જે પોતાના બચાવ માટે હાથ ઊંચા કરી રહ્યો છે. સાદા કપડાંમાં રહેલા બે શખસ પાઇપ અને લાકડી વડે સતત યુવકને માર મારતા નજરે પડે છે. યુવક પર હુમલો થઈ રહ્યો હોય છે તે જ સમયે ખાખી વર્દી પહેરેલો એક પોલીસ કર્મચારી સ્થળ પર આવે છે અને હાથના ઈશારાથી પરિસ્થિતિને નિયંત્રિત કરવાનો કે રોકવાનો પ્રયાસ કરે છે. આ ઉપરાંત નજીકમાં જ એક વૃક્ષ અને ઓટલા પાસે અન્ય કેટલાક યુવકો પણ જમીન પર લાઈનમાં બેઠેલા જોવા મળે છે, જેમને પોલીસે અથવા સ્થાનિકોએ અટકાયતમાં રાખ્યા હોય તેમ લાગે છે. આ સમગ્ર ઘટના દરમિયાન ઘટનાસ્થળે મોટી સંખ્યામાં આસપાસના લોકો અને સ્થાનિક રહીશો એકઠા થયેલા દેખાય છે. આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે : DySP આ ઘટના અંગે પોલીસે તપાસ શરૂ કરી છે કે નહીં અને કોઈ ફરિયાદ નોંધાઈ છે કે નહીં, તે અંગે સત્તાવાર માહિતીની રાહ જોવાઈ રહી હતી. જોકે, ભાસ્કર સાથેની ટેલિફોનિક વાતચીતમાં ડીવાયએસપી રૂદલાલે જણાવ્યું હતું કે, આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    સેલ્ફ ફાઇનાન્સ શાળા સંચાલકોનું આવેદનપત્ર::જૂનાગઢમાં સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એસોસિએશન દ્વારા કલેક્ટર અને DEOને આવેદનપત્ર અપાયું; FRC, RTE અને શિક્ષણ વિધેયક સહિતની 4 મુખ્ય માગણીઓ રજૂ કરાઈ
    Next Article
    दिल्ली के VVIP को मिले SIR के नोटिस, आम आदमी की कब होगी बात?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment