Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હવે ઓછામાં ઓછી 10 ગુંઠા જમીનનું ખરીદ-વેચાણ થઈ શકશે:રાજ્ય સરકારે ગ્રામ્ય વિસ્તારોમાં જમીનનું લઘુતમ ક્ષેત્રફળ નક્કી કર્યું, 135-ડીની નોટિસના સમયમાં પણ ફેરફાર

    9 hours ago

    રાજ્ય સરકારે ટુકડાધારા કાયદામાં પણ ઐતિહાસિક સુધારા માટે વટહુકમ બહાર પાડ્યો છે, જેમાં રાજ્યપાલની મંજૂરી મળી ગઈ છે અને રાષ્ટ્રપતિની મંજૂરી બાદ અમલમાં આવશે. 1948થી લાગુ પડેલા ટુકડાધારા કાયદામાં પ્રથમ વખત મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. જેમાં હવે ઓછામાં ઓછી 10 ગુંઠા જમીનનું ખરીદ-વેચાણ થઈ શકશે. જે પહેલાં 20 ગુઠાએ થતું હતું. રાજ્ય સરકારે ગ્રામ્ય વિસ્તારોમાં જમીનનું લઘુતમ ક્ષેત્રફળ નક્કી કર્યું, 135-ડીની નોટિસના સમયમાં ફેરફાર કરાયો છે, જે પહેલાં 30 દિવસનો પિરિયડ હતો, જેને હવે ઘટાડીને 7 દિવસ કરવામાં આવ્યો છે. જમીનના લઘુતમ ક્ષેત્રફળને 10 ગુઠા નક્કી કરાયા, વેચાણ અંગેની મુશ્કેલીઓ દૂર ગ્રામિણ વિસ્તારોમાં જમીનના લઘુતમ ક્ષેત્રફળને 10 ગુઠા નક્કી કરવામાં આવ્યું છે, જેના કારણે નાના ટુકડામાં જમીન વેચાણ અંગેની મુશ્કેલીઓ દૂર થશે. અગાઉ આવા વ્યવહારો ફોક ગણાતા અને દંડ વસુલાતો, હવે કોઈપણ દંડ વગર આવા વ્યવહારો નિયમિત કરવામાં આવશે. હજારો કેસો જે રેવન્યુ કોર્ટમાં વર્ષોથી પેન્ડિંગ હતા તેમાંથી લોકોને રાહત મળશે. 'સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવ્યો' રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ટુકડાધારાના કારણે ખેડૂતો અને સામાન્ય નાગરિકોને મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો, જેમાં વેચનાર અને ખરીદનાર બંને પક્ષો કાયદાકીય ઝંઝટમાં ફસાઈ જતા હતા. હવે આ સુધારા દ્વારા આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવ્યો છે. આ નિર્ણયથી શહેરી વિસ્તારો, નગરપાલિકા, મહાનગરપાલિકા અને અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીઝને પણ લાભ મળશે. ખોટા વાંધા, બ્લેકમેઇલિંગ જેવી સમસ્યાઓમાંથી લોકો મુક્ત થશે તે સિવાય 135-ડી વટહુકમમાં પણ મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં જમીનના વેચાણની નોંધ ઝડપી કરવાની પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે. અગાઉ 30 દિવસની નોટિસ પિરિયડ હતી, જેને હવે ઘટાડીને 7 દિવસ કરવામાં આવી છે, જેથી વ્યવહારો ઝડપથી પૂર્ણ થઈ શકે. લાંબા સમયથી રેકોર્ડમાં ફેરફાર ન થયેલા, કેસ પેન્ડિંગ ન હોય અને શાંતિપૂર્ણ કબજો ધરાવતા કેસોમાં હવે તરત જ નોંધ મંજૂર કરવામાં આવશે. ખોટા વાંધા, બ્લેકમેઇલિંગ અને વિલંબ જેવી સમસ્યાઓમાંથી લોકો મુક્ત થશે. રાજ્યપાલની મંજૂરી બાદ વહીવટી પ્રક્રિયા બાદ અમલમાં આવશે સરકારે સ્પષ્ટ કર્યું છે કે, આ બંને વટહુકમ ટુકડાધારા અને 135-ડીને રાજ્યપાલની મંજૂરી બાદ વહીવટી પ્રક્રિયા પૂર્ણ થતાં જ અમલમાં આવશે. આ નિર્ણયો રાજ્યના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને નવી દિશા આપશે અને સાથે જ ખેડૂતો, જમીન માલિકો અને સામાન્ય નાગરિકોને મોટી રાહત મળશે. હકીકતમાં કોઇપણ મિલકતની ગામ નમૂના નં.6માં નોંધ પાડવી હોય તો જ 135(ડી)ની નોટિસ આપવાની હોય છે. પરંતુ 135(ડી)ની નોટિસ ખેતીની જમીનમાં આપવાની હોય છે જ્યારે બિનખેતી મિલકત હોય તો ગામ નમૂના નં.2માં નોંધ પાડવાની હોય છે. જેથી મિલકતનો મહેસૂલ વેરો કોની પાસેથી વસૂલવાનો છે તે તંત્રને ખબર પડી શકે. રસ્તાના સમારકામ અને રિસર્ફેસિંગ માટે માટે ₹3440 કરોડનો નિર્ણય જીતુ વાઘાણીએ મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે, રાજ્યના સર્વાંગી વિકાસ માટે માળખાકીય સુવિધાઓ અત્યંત મહત્વની છે અને ખાસ કરીને ગામડાથી શહેર સુધી જોડતા રસ્તાઓને વધુ મજબૂત અને ગુણવત્તાયુક્ત બનાવવા માટે સરકારે ઐતિહાસિક નિર્ણય લીધો છે. રાજ્યમાં અંદાજે ₹3440 કરોડના ખર્ચે લગભગ 5700 કિમી રસ્તાઓના સમારકામ અને રિસર્ફેસિંગ માટે એકસાથે 2342 કામોને મંજૂરી આપવામાં આવી છે, જે 33 જિલ્લાઓમાં અમલમાં આવશે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં પડતી અગવડતાઓ દૂર કરવા માટે આ નિર્ણય મહત્વપૂર્ણ સાબિત થશે. અત્યાર સુધી રિસર્ફેસિંગ માટે ચોક્કસ ધોરણ ન હોવાથી રજૂઆતોના આધારે કામ થતું હતું, પરંતુ હવે સુવ્યવસ્થિત પદ્ધતિ અપનાવવામાં આવી રહી છે. એક જ કોન્ટ્રાક્ટરને 8 વર્ષ સુધી રસ્તાની જાળવણી કરવાની રહેશે રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ વધુમાં જણાવ્યું કે, હવે માત્ર નવા રસ્તા બનાવવાને બદલે તેની લાંબા ગાળાની જાળવણી પર પણ ભાર મૂકવામાં આવશે. સરકાર દ્વારા આઉટપુટ એન્ડ પરફોર્મન્સ બેસ્ડ કોન્ટ્રાક્ટ (OPRC) અને પરફોર્મન્સ બેસ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ (PBMC) અમલમાં મૂકવામાં આવી રહ્યા છે, જેમાં એક જ કોન્ટ્રાક્ટરને 8 વર્ષ સુધી રસ્તાની જાળવણી કરવાની રહેશે. 10 વર્ષ સુધી રસ્તા સંબંધિત સમસ્યાઓમાં નોંધપાત્ર ઘટાડાની આશા તેને વધુમાં કહ્યું હતું કે, આથી રસ્તાની ગુણવત્તા જળવાશે, મુસાફરો વધુ સુરક્ષિત બનશે અને લાંબા ગાળે ખર્ચમાં ઘટાડો થશે. ડામર સપાટી, સાઈડ સોલ્ડરિંગ, માર્કિંગ, સાઇનબોર્ડ, રોડ ફર્નિચર સહિત તમામ બાબતોને એક જ કોન્ટ્રાક્ટમાં સામેલ કરવામાં આવશે. અગાઉ 4 વર્ષની મર્યાદા હતી, હવે તેને વધારીને 7 વર્ષ કરવામાં આવી છે, જેનાથી આગામી 7થી 10 વર્ષ સુધી રસ્તા સંબંધિત સમસ્યાઓમાં નોંધપાત્ર ઘટાડો થવાની આશા છે.
    Click here to Read More
    Previous Article
    Spain FA, coach condemn Islamophobic chants during pre-FIFA World Cup friendly against Egypt
    Next Article
    ચૂંટણી જાહેરાત પહેલાં BJP પૂર્વ કોર્પોરેટર સામે નાગરિકોનો રોષ:સૈજપુર બોઘા વોર્ડમાં નાગરિકોએ ચૂંટણીના વાયદા મુજબ કામ માંગ્યું, સોસાયટીમાં ગટરના કામની રજૂઆત કરતા થઈ મારામારી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment