Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બનાસકાંઠા-પાટણમાં યલો એલર્ટ‎:10 થી 13 મે સુધી ઉ.ગુ.માં હીટવેવનો રાઉન્ડ,પારો 44 ડિગ્રી જવાની શક્યતા

    1 day ago

    ઉત્તર ગુજરાતમાં પવનની દિશા બદલાતાની સાથે જ કાળઝાળ ગરમીનો પ્રકોપ શરૂ થઈ ગયો છે. ગુરુવારે પશ્ચિમી પવનો ફૂંકાતા ભેજમાં 17 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો, જેના કારણે દિવસ અને રાત્રિના તાપમાનમાં સરેરાશ 3 ડિગ્રીનો વધારો થતા ગરમીનો પારો 42 ડિગ્રીએ પહોંચ્યો હતો. હવામાન વિભાગે આગામી 10 થી 13 મે દરમિયાન બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં હીટવેવની આગાહી કરી યલો એલર્ટ જાહેર કર્યું છે. આ દરમિયાન ગરમી 44 ડિગ્રી પહોંચે તેવી શક્યતા છે. ગુરૂવારે ઉત્તર ગુજરાતમાં પવનની દિશા દક્ષિણથી પશ્ચિમ તરફ ફેરવાતા હવામાં ભેજનું પ્રમાણ 11 થી 17 ટકા સુધી ઘટ્યું હતું. સરેરાશ 9 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા પશ્ચિમી પવનના કારણે ભેજનું પ્રમાણ 18 થી 61 ટકાની વચ્ચે રહ્યું હતું. ભેજ ઘટતાં દિવસ અને રાત બંનેના તાપમાનમાં અઢીથી સવા 3 ડિગ્રી સુધીનો વધારો નોંધાયો હતો. વહેલી સવારનું તાપમાન અઢી ડિગ્રી વધીને 27.5 ડિગ્રીની આસપાસ પહોંચ્યું હતું. જેના કારણે સવારે 8.30 વાગ્યે જ તાપમાન 30 ડિગ્રીને પાર કરતાં લોકોને આકરા તાપનો અનુભવ થયો હતો. બીજી તરફ દિવસના તાપમાનમાં પણ સવા 3 ડિગ્રી સુધીનો વધારો નોંધાતાં તાપમાન 41.5 થી 42 ડિગ્રીની વચ્ચે રહ્યું હતું. 42 ડિગ્રી સાથે ડીસા ઉત્તર ગુજરાતનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. બપોરના સમયે રસ્તાઓ પર લોકોની અવરજવર ઘટી ગઈ હતી અને દિવસભર અસહ્ય ગરમીનો માહોલ રહ્યો હતો. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 48 કલાક દરમિયાન દિવસ અને રાતના તાપમાનમાં સામાન્ય ઉતાર-ચડાવ જોવા મળશે . જોકે, 9 મેથી કચ્છ, રાજકોટ અને દ્વારકાથી રાજ્યમાં હીટવેવની શરૂઆત થવાની શક્યતા છે. ત્યારબાદ 10 થી 13 મે દરમિયાન ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ જિલ્લાઓ હીટવેવની ચપેટમાં આવવાની શક્યતા હોવાથી બંને જિલ્લાઓને યલો એલર્ટ પર મુકવામાં આવ્યા છે. જેની સીધી અસરને લઇ મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પણ ગરમ પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ દરમિયાન તાપમાનમાં વધુ 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. જેના કારણે તાપમાન 44 ડિગ્રીની નજીક પહોંચતાં સિઝનની સૌથી વધુ ગરમી નોંધાય તેવી શક્યતા વ્યક્ત કરી છે. અયોગ્ય ખોરાક અને પાણીની અછતને કારણે ચાલુ સીઝનમાં 462 લોકો ગરમીનો શિકાર બન્યા ચાલુ સીઝનમાં અત્યાર સુધીમાં ઉત્તર ગુજરાતમાં કુલ 462 વ્યક્તિઓ ગરમીની ચપેટમાં આવતા બીમાર પડી છે. જિલ્લાવાર આંકડા જોઈએ તો, અરવલ્લીમાં સૌથી વધુ 113, મહેસાણામાં 104, સાબરકાંઠામાં 96, બનાસકાંઠામાં 86 અને પાટણમાં 63 વ્યક્તિઓની તબિયત લથડતા 108 ઈમરજન્સી સેવા દ્વારા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તપાસમાં સામે આવ્યું છે કે, મોટાભાગના લોકોનું સ્વાસ્થ્ય બપોરની આકરી ગરમીમાં બહાર નીકળવાને કારણે બગડ્યું છે. કાળઝાળ ગરમીમાં બહારનો અયોગ્ય ખોરાક, પાણીની ઉણપ અને ગરમી સામે રક્ષણ ન આપે તેવા પહેરવેશને લીધે લોકો હીટ સ્ટ્રોક, તીવ્ર તાવ, પેટમાં દુખાવો, ઝાડા-ઉલટી અને માનસિક અસ્થિરતા જેવી ગંભીર સ્થિતિનો ભોગ બન્યા છે. >જીગ્નેશ પ્રજાપતિ (મેડિકલ ઓફિસર, 108 ઇમરજન્સી)
    Click here to Read More
    Previous Article
    જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે બોમ્બ ફોડ્યો‎:કોંગ્રેસમાં લોબિંગથી ટિકિટ મળે, ન મળે તો પક્ષના લોકો જ હરાવે
    Next Article
    TN Board 12th (+2) HSE Result 2026 LIVE Updates: Plus two marks memo download link at these websites

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment