Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધોરણ 10-12 પાસ બન્યા 'ડૉક્ટર':હોસ્પિટલમાં કમ્પાઉન્ડર રહી ચૂકેલા બે શખસ સુરતમાં ક્લિનિક ખોલી બેઠા, SOGએ દબોચ્યા, 47 હજારથી વધુની એલોપેથિક દવાઓ જપ્ત

    15 hours ago

    સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં સામાન્ય નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં કરતી ચોંકાવનારી ઘટના સામે આવી છે. કોઈપણ પ્રકારની માન્ય મેડિકલ ડિગ્રી કે લાયકાત ન હોવા છતાં, માત્ર શાળાકીય શિક્ષણ મેળવેલા બે શખ્સો ડૉક્ટર બનીને લોકોની સારવાર કરી રહ્યા હતા. ઝડપાયેલા આરોપીઓ પૈકી એક ધોરણ 10 અને બીજો માત્ર ધોરણ 12 સુધી જ ભણેલા છે. બંને અગાઉ હોસ્પિટલ અને ક્લિનિકમાં કમ્પાઉન્ડર કે હેલ્પર તરીકે કામ કરતા હતા અને તે અનુભવના આધારે પોતે નિષ્ણાત તબીબ હોવાનો ઢોંગ રચીને દર્દીઓને એલોપેથિક દવાઓ તથા ઇન્જેક્શન આપતા હતા. સુરત એસઓજીએ આરોગ્ય વિભાગ સાથે મળી ડમી પેશન્ટ મોકલી આ બંને ઝોલાછાપ તબીબોનો પર્દાફાશ કર્યો છે. ધોરણ 10 પાસ સુરેન્દ્ર શાહ કમ્પાઉન્ડરમાંથી ડૉક્ટર બની 4 વર્ષથી પ્રેક્ટિસ કરતો હતો એસઓજીની ટીમે પાંડેસરા સ્થિત જગદંબા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, પ્લોટ નં. 26, વડોદ ગામ ખાતે આવેલા એક નામ વગરના ક્લિનિકમાં દરોડો પાડ્યો હતો. જ્યાંથી મૂળ બિહારના ગોપાલગંજના વતની 46 વર્ષીય સુરેન્દ્ર ચંદ્રદેવ શાહની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી પાસેથી ₹19,089ની કિંમતની વિવિધ દવાઓ, સિરપ અને ઇન્જેક્શન મળી આવ્યા હતા. પૂછપરછમાં સામે આવ્યું કે સુરેન્દ્ર માત્ર ધોરણ 10 સુધી જ ભણેલો છે. તે અગાઉ ડિંડોલી વિસ્તારમાં એક ક્લિનિકમાં ડૉક્ટરના હાથ નીચે કમ્પાઉન્ડર તરીકે રહીને દર્દીઓને દવા આપતો હતો. ત્યાં સામાન્ય બીમારીઓની દવાઓ જોઈને તેણે જાતે જ ડૉક્ટર બની બેસી છેલ્લા 4 વર્ષથી આ ક્લિનિક શરૂ કરી દીધું હતું. ધોરણ 12 પાસ રામકૃપાલ વતનમાં હોસ્પિટલ કમ્પાઉન્ડર હતો, સુરતમાં 8 વર્ષથી 'મમતા ક્લિનિક' ખોલ્યું બીજી કાર્યવાહીમાં પાંડેસરાના વડોદગામ ગણેશનગર પાસે ગુરુકૃપા નગરમાં આવેલા "મમતા ક્લિનિક" પર દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાંથી મૂળ ઉત્તર પ્રદેશના હમીરપુરના વતની 54 વર્ષીય રામકૃપાલ રામકિશન વિશ્વકર્માને ઝડપી લેવાયો હતો. તેના ક્લિનિકમાંથી ₹28,116ની કિંમતનો એલોપેથિક દવાનો જથ્થો કબ્જે કરાયો હતો. રામકૃપાલ માત્ર ધોરણ 12 સુધીનો અભ્યાસ ધરાવે છે. તે અગાઉ પોતાના વતનમાં હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતો હતો. ત્યાં ડૉક્ટરની મદદમાં રહી સામાન્ય દવા-ઇન્જેક્શનની પ્રાથમિક માહિતી મળતાં જ તેણે નોકરી છોડી સુરત આવી છેલ્લા 8 વર્ષથી ડિગ્રી વગર ખુલ્લેઆમ પોતાનું દવાખાનું શરૂ કરી દીધું હતું. SOG અને આરોગ્ય વિભાગની સંયુક્ત કાર્યવાહી, પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ એસઓજી PSI એમ.ડી. સરવૈયાની આગેવાની હેઠળની ટીમ તથા જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના અધિકારી દિલીપકુમાર બાબુભાઈ કોટક અને ડૉ. કૌશિક રમણભાઈ મહેતાની હાજરીમાં આ સંયુક્ત ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. બંને ક્લિનિકમાંથી કુલ ₹47,205નો એલોપેથિક દવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. માત્ર કમ્પાઉન્ડર તરીકેના પ્રાથમિક અનુભવના જોરે અને કોઈ પણ માન્ય મેડિકલ ડિગ્રી વિના લોકોના જીવ જોખમમાં મૂકનારા આ બંને ભેજાબાજો વિરુદ્ધ પાંડેસરા પોલીસ મથકમાં કાયદેસરનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    લાલપુર-પડાણા પંથકમાં વરસાદી ઝાપટું:છેલ્લા કેટલાક સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોને રાહત મળી
    Next Article
    Ahmedabad School Threat | અમદાવાદની વિવિધ સ્કૂલોને બોંબથી ઉડાવી દેવાની ધમકી | Education | Students

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment