Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાત બોર્ડના ધોરણ 10-12ના પરિણામની તારીખો જાહેર:HSCના તમામ પ્રવાહના પરિણામ 4 મેએ જાહેર થશે, બોર્ડની વેબસાઈટ અને વોટ્સએપ પર રિઝલ્ટ જાણી શકાશે

    2 days ago

    ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ફેબ્રુઆરી-માર્ચમાં લેવામાં આવેલો ધોરણ 10 અને 12ની પરીક્ષાના પરિણામની તારીખો જાહેર કરવામાં આવી છે. ધોરણ 12 સાયન્સ, કોમર્સ અને આર્ટસ એમ ત્રણેય પ્રવાહ અને ગુજકેટનું પરિણામ 4મેના રોજ જાહેર કરાશે. જ્યારે ધોરણ 10નું 6મેના રોજ પરિણઆમ જાહેર કરાશે. ધોરણ 10 અને 12ના કૂલ 15 લાખ જેટલા વિદ્યાર્થઈઓએ પરીક્ષા આપી હતી. 4 મેના રોજ ધોરણ 12ના તમામ પ્રવાહનું પરિણામ બોર્ડ દ્વારા 4મેના રોજ જાહેર થનારા ધોરણ 12ના પરિણામોમાં વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ તેમજ ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહનો સમાવેશ થાય છે. આ સાથે જ GUJCET-2026 અને સંસ્કૃત મધ્યમા પરીક્ષાના પરિણામ પણ એ જ દિવસે જાહેર થશે. જ્યારે ધોરણ 10નું પરિણામ 6 મેના રોજ જાહેર કરાશે. બોર્ડની વેબસાઈટ અને વોટ્સએપ નંબર પર પરિણામ મેળવી શકાશે વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ બોર્ડની સત્તાવાર વેબસાઇટ www.gseb.org પર જઈને ચેક કરી શકશે. ઉપરાંત, ટેકનોલોજીના ઉપયોગ સાથે બોર્ડે વોટ્સએપ દ્વારા પણ પરિણામ મેળવવાની સુવિધા ઉપલબ્ધ કરી છે. વિદ્યાર્થીઓએ પોતાનો બેઠક ક્રમાંક 6357300971 નંબર પર મોકલવાથી વોટ્સએપ પર જ પરિણામ મેળવી શકશે. બોર્ડના આ નિર્ણયથી વિદ્યાર્થીઓને ઝડપી અને સરળતાથી પરિણામ મેળવવામાં મદદ મળશે. ધોરણ 10-12માં કૂલ 15.27 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી-માર્ચમાં ધો.10 અને 12ની પરીક્ષા લેવામાં આવી હતી.ધોરણ 10 અને 12માં કુલ 15.27 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. જેમાંધો.10ના 9.07 લાખ અને ધો.12 સાયન્સના 1.19 લાખ, ધો.12 સામાન્ય પ્રવાહના 5.01 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
    Click here to Read More
    Previous Article
    પુણેમાં 4 વર્ષની બાળકી પર રેપ, પથ્થર મારીને હત્યા:65 વર્ષના વ્યક્તિની ધરપકડ, વેકેશનમાં નાનીના ઘરે આવી હતી
    Next Article
    BJP alleges FIRs against former AAP MP Sandeep Pathak, accuses Punjab government of vendetta

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment