Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિજ્ઞાન અને ગુજરાતી-અંગ્રેજીના પેપર લેવાયા:સવારના સેશનમાં ધોરણ-10 અને 12ના કુલ 2040 વિદ્યાર્થીઓ હાજર, 804 ગેરહાજર

    6 days ago

    ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જૂન 2026ની પૂરક પરીક્ષાઓનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે, ત્યારે પરીક્ષાના ત્રીજા દિવસે સવારના સેશનમાં ધોરણ-10 SSC અને ધોરણ-12 HSC - સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ત્રીજા દિવસે જ કુલ 2,844 જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ગેરહાજર પણ રહ્યા હતા. આજે ધોરણ-10 (SSC) વિજ્ઞાન વિષયમાં સવારના સેશનમાં વિજ્ઞાન વિષયની પરીક્ષા યોજાઈ હતી આ માટે કુલ 11 કેન્દ્રો ફાળવવામાં આવ્યા હતા જેમાં કુલ 2640 વિદ્યાર્થીઓ નોંધાયા હતા જેમાંથી ​1901 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા જયારે 739 વિદ્યાર્થીઓ ​ગેરહાજર રહ્યા હતા, તેમજ ધોરણ-12 સામાન્ય પ્રવાહ (HSC) - 01 કેન્દ્રમાં ધોરણ-12 સામાન્ય પ્રવાહ માટે 1 પરીક્ષા કેન્દ્ર રાખવામાં આવ્યું હતું, જેમાં બે અલગ-અલગ ભાષાના પેપર લેવાયા હતા ​ગુજરાતી પ્રથમ ભાષામાં કુલ 200 વિદ્યાર્થીઓ માંથી 137વિદ્યાર્થીઓ ​હાજર રહ્યા હતા જયારે 63 વિદ્યાર્થીઓ ​ગેરહાજર રહ્યા હતા, તથા ​ઇંગલિશ પ્રથમ ભાષા વિષયમાં 4 વિદ્યાર્થીઓ માંથી 2 વિદ્યાર્થીઓ ​હાજર અને 2 વિદ્યાર્થીઓ ​ગેરહાજર રહ્યા હતા, સવારના સેશનમાં કુલ નોંધાયેલા 2,844 વિદ્યાર્થીઓમાંથી 2,040 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જ્યારે 804 જેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. બોર્ડના અધિકારીઓએ જણાવ્યું હતું કે, તમામ કેન્દ્રો પર પરીક્ષા ચુસ્ત સુરક્ષા અને શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ છે અને ક્યાંયથી પણ કોઈ ગેરરીતિનો કિસ્સો સામે આવ્યો નથી.
    Click here to Read More
    Previous Article
    UPSC Prelims Results 2026: Previous year toppers, and what was cut-off in their years
    Next Article
    વેરાવળ મર્કન્ટાઇલ બેંકે રક્તદાન કેમ્પ યોજ્યો:55મી AGMમાં સભ્યોને 12 ટકા ડિવિડન્ડ આપવાની જાહેરાત, તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment