Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિસનગરના આધેડનું વડનગર હાઇવે પરથી ફિલ્મી ઢબે અપહરણ:10 લાખની ખંડણી માગીને મારી નાખવાની ધમકી આપી, પરસ્ત્રી સાથેની મિત્રતા ભારે પડી

    2 days ago

    અમદાવાદના વિસનગર તાલુકાના મગરોડા ગામે રહેતા એક 46 વર્ષીય આધેડનું વડનગર-વિસનગર હાઇવે પર વડબાર પાટીયા નજીકથી કાળા કલરની ગાડીમાં આવેલા શખ્સે ફિલ્મી ઢબે અપહરણ કર્યું હોવાની ઘટના સામે આવી છે. અપહરણકર્તાએ આધેડની પત્નીને ફોન કરી પતિને મુક્ત કરવાના બદલામાં રૂ.10 લાખની ખંડણી માગી જાનથી મારી નાખવાની ધમકી આપતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. આ મામલે વડનગર પોલીસ મથકે વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવ્યા બાદ પોલીસે ગણતરીના કલાકોમાં જ ભોગ બનનારને મુક્ત કરાવી લીધો છે, જ્યારે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. 'કિરણ મારી પત્ની સાથે વાતચીત કરે છે, જેથી મેં તેનું અપહરણ કરી લીધું' મગરોડા ગામે નવા ઘરવાસ બસ સ્ટેન્ડ નજીક રહેતા કોકીલાબેન ચૌધરીએ વડનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે ગત તારીખ 6 જુલાઈ 2026ના રોજ સવારે નવેક વાગ્યે તેના પતિ કિરણ ફલજીભાઈ ચૌધરી વડનગર ખાતે બ્લડ કેમ્પમાં લોહી આપવા જવાનું કહી પોતાનું મોટરસાયકલ લઈને નીકળ્યા હતા. 10 લાખની ખંડણી માગી ત્યારબાદ સાંજના ચારેક વાગ્યે કિરણભાઈના મોબાઈલ નંબર પરથી તેમની પત્નીના ફોન પર એક અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો. ફોન કરનારે ધમકીભર્યા અવાજે જણાવ્યું હતું કે, તમારા પતિ કિરણ મારી પત્ની સાથે વાતચીત કરે છે, જેથી મેં તેનું અપહરણ કરી લીધું છે. જો તેને જીવતો છોડાવવો હોય તો તાત્કાલિક દસ લાખ રૂપિયા લઈને રણસિપુર આવી જાવ, નહીં તો કિરણને જાનથી મારી નાખીશું. અવરજવર હોવાથી બંને વચ્ચે મિત્રતા થઈ હતી આ ફોન આવતા જ પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો. કોકીલાબેને તાત્કાલિક તેમના જેઠ ભગવાનભાઈને બોલાવી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, કિરણભાઈ વિજાપુર તાલુકાના ટેચાવા ગામે રહેતી મહિલા સાથે ફોન પર વાતચીત કરતા હતા. આ મહિલાનું પિયર કમાણા હોઈ, ત્યાં કિરણભાઈની અવારનવાર અવરજવર હોવાથી બંને વચ્ચે મિત્રતા થઈ હતી. અલ્પેશજી ઠાકોર કાળા કલરની ગાડી અપહરણ કર્યુ આ બાબતની જાણ મહિલાના પતિ અલ્પેશજી ઠાકોરને થતાં અગાઉ તેમની વચ્ચે બોલાચાલી પણ થઈ હતી. ભોગ બનનારના પરિવારજનોએ આ મહિલાની પૂછપરછ કરતાં સમગ્ર અપહરણનો ભેદ ઉકેલાયો હતો. મહિલાએ જણાવ્યું હતું કે, તેમણે કિરણભાઈને વડનગર મળવા બોલાવ્યા હતા અને તેઓ કિરણભાઈના બાઈક પાછળ બેસીને વિસનગર તરફ જઈ રહ્યા હતા, તે દરમિયાન વડબાર પાટીયા નજીક હાઇવે પર તેમના પતિ અલ્પેશજી ઠાકોર કાળા કલરની ગાડી લઈને આવ્યા હતા અને બાઈક આંતરીને કિરણભાઈનું બળજબરીપૂર્વક અપહરણ કરીને અજ્ઞાત સ્થળે લઈ ગયા હતા. ફરિયાદ નોંધાઈ પતિની શોધખોળ કરવા છતાં કોઈ પત્તો ન મળતાં આખરે પત્ની કોકીલાબેને પોતાના જેઠ સાથે વડનગર પોલીસ સ્ટેશન પહોંચી ટેચાવાના અલ્પેશજી કનુજી ઠાકોર વિરુદ્ધ અપહરણ અને ખંડણીની ફરિયાદ નોંધાવી હતી. આરોપી અલ્પેશજી ઠાકોર હાલ ફરાર આ મામલે વડનગર પી.આઈ. એમ.એન. દવેએ જણાવ્યું હતું કે, ઘટનાની ગંભીરતાને જોઈને પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી અને ભોગ બનનાર આધેડને વિજાપુર પાસે આવેલા એક ખેતરમાંથી સહીસલામત મુક્ત કરાવી લીધા છે. હાલમાં ભોગ બનનાર ભારે ગભરાઈ ગયેલી હાલતમાં હોવાથી પ્રાથમિક પૂછપરછ બાદ તેમને ઘરે મોકલાયા હતા અને આજે વધુ પૂછપરછ માટે પોલીસ મથકે બોલાવવામાં આવ્યા છે. ગુનો આચરનાર મુખ્ય આરોપી અલ્પેશજી ઠાકોર હાલ ફરાર છે, પરંતુ પોલીસે ઘટનાસ્થળેથી તેની ગાડી કબજે કરી છે અને તેને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    Shapoor Zadran obituary: The long-haired Afghan pacer with Shoaib Akhtar charisma
    Next Article
    US-Iran War Live Updates: Iran Targets Bahrain, Kuwait After US Strikes

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment