Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ કોર્ટનો ચેક રિટર્ન કેસમાં ચુકાદો:આરોપીને 1 વર્ષની કેદ અને ₹9.60 લાખનું વળતર ચૂકવવાનો આદેશ, મિત્રએ એક મહિના વાયદે ઉછીના લીધા હતા

    3 days ago

    પાટણની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટના જજ સ્વાતિ ખત્રી દ્વારા ચેક રિટર્નના એક કેસમાં ઐતિહાસિક ચુકાદો સંભળાવવામાં આવ્યો છે. અદાલતે આરોપી મણિલાલ પટેલને 'ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ'ની કલમ-138 હેઠળ કસૂરવાર ઠેરવીને 1 વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. આ સાથે જ ફરિયાદીને ચેકની પૂરેપૂરી રકમ એટલે કે રૂ. 9,60,000 વળતર પેટે ચૂકવી આપવાનો આદેશ કર્યો છે. મિત્રતાના દાવે લીધેલી રકમ પાછી ન આપી કેસની વિગતો મુજબ, ફરિયાદી મનોહર પટેલ અને આરોપી મણિલાલ પટેલ બંને એકબીજાના પરિચિત હતા. સપ્ટેમ્બર-2022 દરમિયાન આરોપી મણિલાલને ધંધા માટે નાણાંની તાતી જરૂરિયાત ઊભી થતાં, તેમણે મનોહરભાઈ પાસેથી મિત્રતાના દાવે રૂ. 9,60,000 હાથ ઉછીના રોકડા લીધા હતા અને એક માસમાં પરત કરવાનો વાયદો કર્યો હતો. ત્યારબાદ આ રકમની ચુકવણી કરવા માટે આરોપીએ ફરિયાદીને 'ધી મહેસાણા અર્બન કો-ઓપરેટિવ બેંક લિમિટેડ' (પાટણ શાખા)નો ચેક લખી આપ્યો હતો. ખાતામાં બેલેન્સ ન હોવાથી ચેક બાઉન્સ થયો ફરિયાદી મનોહરભાઈએ આ ચેક પોતાના બેંક ખાતામાં ક્લિયરિંગ માટે જમા કરાવ્યો હતો, પરંતુ બેંક દ્વારા 'અનસફિશિયન્ટ ફંડ' (ખાતામાં પૂરતી રકમ ન હોવાના) શેરા સાથે ચેક પરત (બાઉન્સ) કરવામાં આવ્યો હતો. આ અંગે ફરિયાદીએ પોતાના વકીલ એમ.સી. પટેલ મારફતે આરોપીને કાનૂની નોટિસ પાઠવી હોવા છતાં આરોપીએ રકમ પરત કરી ન હતી. આખરે ફરિયાદીએ પાટણ કોર્ટમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ હેઠળ કાનૂની ફરિયાદ નોંધાવી હતી. રકમ નહીં ચૂકવે તો વધુ 3 મહિનાની જેલ અદાલતે આ કેસમાં બંને પક્ષોની દલીલો અને દસ્તાવેજી પુરાવાઓ ગ્રાહ્ય રાખીને આ ચુકાદો જાહેર કર્યો છે. કોર્ટે પોતાના આદેશમાં સ્પષ્ટ કર્યું છે કે જો આરોપી વળતરની આ રકમ હુકમની તારીખથી 30 દિવસમાં ફરિયાદીને ચૂકવવામાં નિષ્ફળ જશે, તો તેમણે વધુ 3 માસની સાદી કેદની સજા ભોગવવી પડશે.
    Click here to Read More
    Previous Article
    Sennheiser HD 480 Pro Plus review: Closed-back corded headphones are perfect for podcast professionals
    Next Article
    દ્વારકા મંદિરે દબાણો હટાવવા તંત્ર સક્રિય:મુખ્ય માર્ગો પરના હંગામી દબાણકારોને ચેતવણી અપાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment